મનોરંજન

TV ની નંબર-1 વહુ છે ”યે રિશ્તા ક્યાં કેહલતા હૈં” ની નાયરા, 6 વર્ષમાં આટલો બદલાઈ ગયો લુક- જુઓ બધી તસ્વીરો

દેહરાદૂન, ઉત્તરાખંડમાં 18 મૈં 1998 ના રોજ જન્મેલી ટીવી અભિનેત્રી શિવાંગી જોષી આજે ટીવી જગતની એક લોકપ્રિય અભિનેત્રી બની ચુકી છે. તાજેતરમાં શિવાંગી ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈં’ માં નાયરાના સ્વરૂપે મુખ્ય કિરદાર નિભાવી રહી છે. એવામાં આજે અમે તમને શિવાંગી જોષીના શરૂઆતથી લઈને અત્યાર સુધીના કેરિયર વિશે જણાવીશું.

 

View this post on Instagram

 

A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) on

હિના ખાન અને કરણ મેહરા સાથે વર્ષ 2009 માં શરૂ થયેલો આ શો 3000 થી પણ વધારે એપિસોડ પુરા કરી ચુક્યો છે. 10 વર્ષથી ચાલતા આવી રહેલા આ શો ના મોટાભાગના સિતારાઓ બદલાઈ ચુક્યા છે. એવામાં હવે શોના મુખ્ય કિરદારો શિવાંગી જોશી અને મોહસીન ખાન છે.

 

View this post on Instagram

 

Outfit:- @hubschgowns

A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) on

શો માં નાયરાના કિરદારમાં દર્શકોનું દિલ જીતનારી શિવાંગી ટીવીની પ્રિય વહુમાં શામિલ છે. માત્ર 22 વર્ષની ઉમંરમાં જ શિવાંગીએ ખુબ જ લોકપ્રિયતા મેળવી લીધી છે. શિવાંગી વર્ષ 2016 માં યે રિશ્તા ક્યાં કેહલતા હૈં સાથે જોડાઈ હતી. તે સમયે તે ખુબ જ ચિંતિત પણ હતી.

 

View this post on Instagram

 

#dulhanwalifeeling 🌹

A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) on

શિવાંગીને લાગતું હતું કે દર્શકો તેને આ કિરદારમાં પસંદ કરશે કે નહિ? શો માં અક્ષરા એટલે કે હિના ખાનની દીકરી બનવું તેના માટે સૌથી મોટો ચેલેન્જ રહ્યો હતો.

 

View this post on Instagram

 

If you want to fly, then you need to let go of things that weigh you down..🧚🏻‍♀️ 📸 @sanimohini

A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) on

શિવાંગીએ કહ્યું કે,”મેં બને ત્યાં સુધી બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો અને દર્શકોએ મને ખુબ નાયરાના કિરદારમાં પસંદ પણ કરી. બે વર્ષની મુસાફરીમાં મેં ઘણું બધું મેળવી લીધું છે”. શો માં કાર્તિક-નાયરાની લવ સ્ટોરીને ખુબ પસંદ કરવામાં આવી રહી છે. શો આગળના ઘણા વર્ષોથી નંબર વન બનેલો છે.

 

View this post on Instagram

 

A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) on

વર્ષ 2013 માં પોતાના કેરિયરની શરૂઆત કરનારી, અને નાના નાના રોલમાં જોવા મળતી શિવાંગી આજે ટીવીની નંબર વન શો ની મુખ્ય અભિનેત્રી બની ગઈ છે. 6 વર્ષોમાં શિવાંગીના બદલાતા કિરદારની સાથે સાથે તેના દેખાવમાં પણ ઘણો બદલાવ આવ્યો છે.

 

View this post on Instagram

 

❤️

A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) on

2013 માં શિવાંગી ડેબ્યુ સિરિયલ ‘ખેલતી હૈં ઝીંદગી આંખ મિચોલી’ માં નિશાના રોલમાં જોવા મળી હતી. તેના પછી શિવાંગીએ બેઇંતિહામાં જોવા મળી હતી. શિવાંગી બેગુસરાયમાં પણ મુખ્ય કિરદાર નિભાવી ચુકી છે.

 

View this post on Instagram

 

Sourire 📸:- @prashantsamtani Styled by – @shrishtimunka

A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) on

બેગુસરાયમાં શ્વેતા તિવારી જેવી દમદાર અભિનેત્રી હોવા છતાં પણ તે પોતાની ખાસ છાપ છોડવામાં કામિયાબ રહી હતી, તેના સિવાય શિવાંગી ‘આશિકી’ અને ‘પ્યાર તુને ક્યાં કિયા’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

🕊

A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) on

શિવાંગી પોતાને નાયરા સાથે કેવી રીતે જોડે છે તેના જવાબમાં શિવાંગીએ કહ્યું કે,”મારામાં અને નાયરામાં ખુબ જ સમાનતા છે. નાયરાને પણ મારી જેમ કુકીંગ અને ડાન્સિંગનો ખુબ જ શોખ છે. નાયરા સ્વતંત્ર વિચારોવાળી છે અને તેના પોતાના અમુક મૂલ્ય છે. તેવા જ વિચારો મારા પણ છે”.

નાયરાએ કહ્યું કે,”અભિનેત્રી બનવા માટે મુંબઈ આવતા પહેલા મેં કથકની ટ્રેનિંગ લીધી હતી. ઉત્તરાખંડમાં કથક શીખવતી હતી. જો કે, આ વાતને 8 વર્ષ વીતી ગયા છે પણ આવનારા સમયમાં હું કોશિશ કરીશ કે મારા ટેલેન્ટને દર્શકો સામે રજુ કરું અને મુંબઈમાં કથકની ટ્રેનિંગ આપું. ડાન્સ કરવાથી તણાવ ઓછો થઇ જાય છે”.

 

View this post on Instagram

 

Happy Valentine’s Day ❣️ 📷 @prashantsamtani

A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) on

14 કલાક કામ કરવા છતાં પણ પોતાને કેવી રીતે તંદુરસ્ત રાખે છે તેના પર શિવાંગીએ કહ્યું કે યોગા અને ડાન્સ તેને તણાવ મુક્ત રાખે છે. લગાતાર ઘણા કલાકો સુધી શૂટિંગ કરવાથી સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે માટે તે પોતાને ફિટ અને ખુશ રાખવા માટે યોગા અને ડાંસ કરે છે, મેડિટેશન કરે છે અને સવારે 20 મિનિટ યોગા કરવાનું ક્યારેય નથી ભૂલતી.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.