મનોરંજન

શર્લિન ચોપરાએ રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીને લઇને કર્યા ચોંકાવનારા ખુલાસા, કહ્યુ- શિલ્પા શેટ્ટીને પસંદ આવતા હતા મારા વીડિયો…

રાજ કુંદ્રા કેસમાં મુંબઇની ક્રાઇમ બ્રાંચે શુક્રવારે મોડલ -અભિનેત્રી શર્લિન ચોપરાને પૂછપરછ માટે બોલાવવામાં આવી  હતી.  આ પૂછપરછ લગભગ 8 કલાક ચાલી હતી. પોલિસ પૂછપરછ બાદ શર્લિને શિલ્પા શેટ્ટીને લઇને ખુલાસો કર્યો છે. ઇંડિયા ટુડે સાથે ખાસ વાતચીતમાં શર્લિને જણાવ્યુ કે, રાજ કુંદ્રાએ તેને એ કહીને ગુમરાહ કરી કે શિલ્પા શેટ્ટીને તેના વીડિયો પસંદ આવી રહ્યા છે.

શર્લિને આગળ કહ્યુ કે, રાજ મારા મેંટોર હતા. તેમણે એ કહીને મને ગુમરાહ કરી કે જે હું શુટ કરી રહી છુ તે ગ્લેમર માટે છે. શર્લિને જણાવ્યુ કે, રાજ કુંદ્રાએ તેને કહ્યુ હતુ કે, શિલ્પા શેટ્ટીને તેના વીડિયો અને તસવીરો પસંદ આવી રહી છે. તેમણે મને વિશ્વાસ અપાવ્યો કે સેમી અને ગંદા કેઝયુઅલ છે, તેને બધા કરે છે તો મારે પણ કરવું  જોઇએ.

શર્લિને કહ્યુ કે, મને નથી ખબર કે  કયાંથી શરૂ કરવાનું છે. મેં કયારેય પણ વિચાર્યુ ન હતુ કે એક દિવસ આવી રીતના સ્કૈંડલમાં ફસાઇ જઇશ અને મને ક્રાઇમ બ્રાંચ સામે સ્ટેટમેંટ આપવું પડશે. જયારે હું પહેલીવાર રાજ કુંદ્રાને મળી હતી ત્યારે મેં વિચાર્યુ કે મારુ પૂરુ જીવન બદલાઇ  જશે. મને લાગ્યુ હતુ કે મને મોટો બ્રેક મળશે. પરંતુ મેં કયારેય વિચાર્યુ ન હતુ કે, શિલ્પા શેટ્ટીના પતિ મારાથી આવી ગંદી વસ્તુઓ કરાવશે.

શર્લિને આગળ કહ્યુ કે, મેં આર્મ્સપ્રાઇમ સાથે એગ્રીમેન્ટ સાઇન કર્યો અને વીડિયો બનાવવા લાગી. શરૂઆતમાં તે ગ્લેમરસ વીડિયો હતા. તે બાદ આ બોલ્ડ ફિલ્મો બનવા લાગી અને બાદમાં મારે ગંદી વીડિયો બનાવવી પડી. મને હંમેશા એવું કહેવામાં આવતુ કે તેમાં કંઇ ખોટુ નથી કારણ કે એ બધા કરે છે.

શર્લિને ઇન્ટરવ્યુમાં જણાવ્યુ કે, રાજ કુંદ્રા હંમેશા તેને કહેતા કે શિલ્પા શેટ્ટીને તેના વીડિયો અને તસવીરો પસંદ આવે છે. તેનાથી મને વીડિયો પર કામ કરવા માટે મોટિવેશન મળતુ હતુ. જયારે તમે શિલ્પા શેટ્ટી જેવા લોકોથી મોટિવેટ થાવ છો તો તમને સમજ નથી આવતુ કે શું સાચુ છે અને શું ખોટુ. જયારે મને આવી રીતના વીડિયો બનાવવા માટે પ્રશંસા મળતી હતી તો હું તેને વધારે સારુ કરાવની કોશિશ કરતી હતી.

જયારે શર્લિનને કહેવામાં આવ્યુ કે, શિલ્પા શેટ્ટીએ બધા આરોપોને ખોટા કહ્યા છે તો તેણે કહ્યુ કે, આવી રીતના કંટેંટનો કોઇ આઇડિયા નથી તો શર્લિને કહ્યુ કે, શિલ્પા ઘણી વ્યસ્ત રહે છે, તે કદાચ ભૂલી ગઇ હશે.

 

View this post on Instagram

 

A post shared by Bombay Times (@bombaytimes)