રાજ કુન્દ્રા સાથેની બોલ્ડ તસવીરો શેર કરીને ટ્રોલ થવા લાગી શર્લિન ચોપડા, યુઝર્સે કર્યો દાવો અને બતાવી ફોટોશોપની ભૂલ

ગંદી ફિલ્મો બનાવવાના આરોપસર બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રા હાલ જેલમાં બંધ છે. ત્યારે આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચ શર્લિન ચોપડા સાથે પુછપરછ કરી રહી છે અને તેને ઘણા ખુલાસા પણ કર્યા છે. આ બધા વચ્ચે જ શર્લિન ચોપડાએ એક તસ્વીર શેર કરી છે જેના કારણે સોશિયલ મીડિયા ઉપર હોબાળો મચી ગયો છે.

અભિનેત્રીએ રાજ કુન્દ્રા સાથે ટ્વીટર ઉપર એક તસ્વીર શેર કરી છે. તસ્વીરમાં શર્લિન પહેરીને જોવા મળી રહી છે. તો રાજ કુન્દ્રા તેની પાસે બેઠેલો અને વિક્ટ્રી સાઈન બતાવતા પોઝ આપતો જોવા મળી રહ્યો છે. શર્લિન ચોપડા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીર જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે. અભિનેત્રી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ તસ્વીર એપના પહેલા શુટની છે.

શર્લિન ચોપડાએ ફોટો શેર કરવાની સાથે લખ્યું છે કે 29 માર્ચ 2019નો દિવસ હતો. આંમ્સ્પ્રાઇમ દ્વારા આયોજિત “ધ શર્લિન ચોપડા” એપનો પહેલો કોન્ટેન્ટ શૂટ થવાનો હતો. મારા માટે આ એક નવો અનુભવ હતો કારણ કે આ પહેલા કોઈપણ એપ સાથે નહોતી જોડાઈ. આશા અને જોશનો માહોલ હતો.

તો હવે શર્લિન તેની આ તસવીરને લઈને પણ ટ્રોલ થઇ રહી છે, કારણ કે યુઝર્સનો આરોપ છે કે આ ફોટોને માર્ક કરીને રાજ કુન્દ્રાની તસ્વીર લગાવવામાં આવી છે. એક યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે કે કુન્દ્રાની ફોટો એડિટ કરવામાં આવી છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, હવે પૈસા નથી મળી રહ્યા એટલે વિરોધ કરવા લાગી છે.


મીડિયા રિપોર્ટ પ્રમાણે શર્લિન ચોપડાએ રાજ ઉપર આરોપ લગાવ્યો હતો કે રાજે તેની સાથે તેમના ઘરે બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેને એપ્રિલ 2021માં રાજ કુન્દ્રા વિરુદ્ધ યૌન શોષણનો આરોપ દાખલ કરતા એફઆઈઆર દાખલ કરાવી હતી.

Niraj Patel