બિગ ન્યૂઝ : રાજ અને શિલ્પા અને ફરી એક વાર ફસાયા, આ અભિનેત્રીએ એવું પગલું ભર્યું કે ફેન્સને આવ્યું ટેંશન

શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી  સામે છેતરપિંડી અને માનસિક ત્રાસ આપવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શર્લિનએ વીડિયો શેર કરતા કહ્યું- મેં રાજ કુન્દ્રા સામે યૌન ઉત્પીડન, છેતરપિંડી અને ધમકી આપવા માટે FIR દાખલ કરાવી છે.

શર્લિને રાજ કુન્દ્રાની ‘જેએલ સ્ટ્રીમ’ કંપની માટે ત્રણ વીડિયો શૂટ કર્યા હતા પરંતુ વચન મુજબ તેને પૈસા આપવામાં આવ્યા હતા નહિ. શર્લિન ચોપરાએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મીડિયા સાથે વાત કરી રહી છે. કેપ્શનમાં શર્લિને લખ્યું છે કે- આજે હું રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા મારી કાનૂની ટીમ સાથે જુહુ પોલીસ સ્ટેશન ગઈ હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર શર્લિન તેના નિવેદનમાં કહે છે – તમે છોકરીઓને તેમનું શરીર બતાવીને  તેમનું પેમેન્ટ ચૂકવણી કેમ નથી કરતા, તમે તેમની સાથે છેતરપિંડી કેમ કરો છો? તમે તે છોકરીઓને ટોપી કેમ પહેરાવો છો? શું આ નૈતિક વ્યવસાય છે? શર્લિન તેના નિવેદનમાં કહે છે કે- જો તમે બિઝનેસમેન બનવા માંગતા હોવ તો ‘ટાટા’ કેવી રીતે બિઝનેસ કરે છે તે શીખો.

તે એથિક્સની સાથે બિઝનેસ કરે છે. તે લોકો વચન આપે છે અને નિભાવે પણ છે. પણ તમે શું કરો છો? તમે કલાકારના ઘરે જઈને અને તેમની સાથે યૌન શોષણ કરો છો. અંડરવર્લ્ડની ધમકી આપો છો. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બહાર ફેંકી દેવાની ધમકી આપો છો. હું હવે ડરીશ નહિ.

શર્લિનએ કહ્યું કે અહીં બાબત તેમના પૈસા ચૂકવણીની નથી, પરંતુ તેમણે જે ડરનું વાતાવરણ ઉભું કર્યું છે, તે હવે હું વધુ સહન કરી શકું એમ નથી. હું ડરી ડરીને નથી જીવી શકતી. છેલ્લા કેટલાક મહિનાઓમાં શર્લિનએ રાજ કુદ્રા પર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. શર્લિનએ કહ્યું હતું કે રાજ કુન્દ્રા જ તેને આ દેહ વ્યાપારની ઇન્ડસ્ટ્રીમાં લઈને આવ્યા હતા.

શર્લિન ચોપરાએ રાજ પર આરોપ લગાવ્યો હતો કે રાજે મારા ઘરે આવીને બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એપ્રિલ 2021માં જાતીય શોષણનો આરોપ લગાવતા રાજ કુન્દ્રા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી હતી. શર્લિનએ જણાવ્યું કે, રાજ કુન્દ્રાએ 27 માર્ચ 2019ના રોજ બિઝનેસ મીટિંગ બાદ તેના ઘરે જાણ કર્યા વગર આવ્યા હતા. શર્લિનએ આરોપ લગાવ્યો કે રાજ તેની સાથે બળજબરી કરવા લાગ્યો હતો જ્યારે તે એવું કરવાની મનાઈ કરતી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર શર્લિનનો રાજ કુન્દ્રા સાથે કોન્ટ્રાકટ હતો. શર્લિનએ રાજ કુન્દ્રાના ઘણા પ્રોજેક્ટ્સ માટે કામ કર્યું છે, જેના માટે તેને મોટી રકમ આપવામાં આવી હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે શર્લિનને એક પ્રોજેક્ટ માટે લગભગ 30 લાખ મળતા હતા અને તેણે રાજ કુંદ્રા માટે 15 થી 20 પ્રોજેક્ટ્સ કર્યા છે.

Patel Meet