મનોરંજન

સલમાનના આ બોડીગાર્ડનો દીકરો કરવા જઈ રહ્યો છે ફિલ્મોમાં એન્ટ્રી, બધા હીરોના છક્કા છૂટી જશે

બોલીવુડના દબંગ ખાન કોઈને કોઈ કારણે ચર્ચમાં રહે છે. સલમાન ખાનની ફિલ્મ દબંગ-3 આગામી 20 ડિસેમ્બરે રિલીઝ થશે. હાલ તો દબંગ ખાન તેની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મથી એક નવી એક્ટ્રેસ બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. મહેશ માંજરેકરની દીકરી સઇ માંજરેકર દબંગ-3થી બોલીવુડમાં ડેબ્યુ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Being Shera (@beingshera) on

આ પહેલા સલમાન ખાન ઘણા એકટર-એક્ટ્રેસને બોલીવુડમાં લોન્ચ કર્યા છે જેમાં અથિયા શેટ્ટી, કેટીના કૈફ, ડેઈઝી શાહ, સૂરજ પંચોલી અને વરીના હુસૈનનું નામ શામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Being Shera (@beingshera) on

હવે આ લિસ્ટમાં સલમાન ખાનના બોડીગાર્ડ શેરાના પુત્ર ટાઇગરનું નામ પણ જોડાઈ જશે. ટાઇગર જલદી જ સલમાન ખાનના પ્રોડક્શનમાં બનનારી ફિલ્મથી ડેબ્યુ કરતો નજરે ચડશે. સલમાન ખાન ટાઇગરને તેનો ભત્રીજો માને છે. ટાઇગરને બોલીવુડમાં લોન્ચ કરવાને લઈને સલમાન ખાને જાણકારી આપી હતી.

Image Source

સલમાન ખાનેએક મીડિયાને આપેલા ઈન્ટવ્યુમાં જણાવ્યું હતું કે, શેરાના પુત્ર ટાઇગરને આજકાલ ગ્રૂમ કરવામાં આવી રહ્યા છે. હજુ સુધી ઘણા નિર્દેશકો અને નિર્માતા એપ્રોચ પણ કર્યા છે. શેરાને લાગે છે કે, હું તેના દીકરાની સ્ક્રિપ્ટ માટે સૌથી સારો જજ રહીશ. અત્યાર સુધી ઘણીં સ્ક્રિપ્ટ વાંચી ચુક્યો છું પરંતુ મને હજુ સુધી કોઈ સારી સ્ક્રિપ્ટ નથી મળી.

Image Source

શેરા સલમાન ખાનની સાથે બહી જ જગ્યાએ જોવા મળે છે. શેરાએ હાલમાં જ શિવસેના પાર્ટી જોઈન્ટ કરી હતી. સલમાનની સાથે શેરનો દીકરો ટાઇગર પર તેની સાથે જ હોય છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, 24 વર્ષના ટાઇગરથી સલમાન ખાન બહુજ ઈમ્પ્રેસ છે. સલમાન ખાનને ટાઇગર તેની ફિટનેશ અને સ્વભાવના કારણે બહુજ ગમે છે.

Image Source

સલમાન ખાને શેરાને વચન આપ્યું હતું કે, ટાઇગરને બોલીવુડમાં લોન્ચ કરશે. એક રિપોર્ટ મુજબ  જયારે ટાઇગરનો જન્મ થયો ત્યારે જ સલમાને ટાઇગરના બૉલીવુડ લોન્ચને લઈને વાત કરી હતી કહ્યું હતું કે, હું આને હીરો બનાવીશ. સમય જતા આ વાતને સલમાન ભુલ્યો ના હતો. સલમાન ખાને ટાઇગરના ડેબ્યુની લઈને ઘણી વાર શેરા સાથે વાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Being Shera (@beingshera) on

શેર સલમાન ખાન માટે ફક્ત બોડીગાર્ડ જ નથી પરંતુ પરિવારનો એક હિસ્સો છે. જયારથી શેરા સલમાન ખાનનો બોડીગાર્ડ બન્યો ત્યારથી તેને પાઘડી પહેરવાની છોડી દીધું હતું અને વાળ પણ કપાવી નાખ્યા હતા. જણાવી દઈએ કે,શેરા છેલ્લા 20 વર્ષથી સલમાન ખાનનો બોડીગાર્ડ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, શેરાની મહિનાની સેલેરી 15 લાખ રૂપિયા જેટલી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.