મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે શાહિદ કપૂર સાથે ડેબ્યુ કરનારી આ અભિનેત્રી, થઇ એવી બીમારી કે કોઇના ચહેરા પણ…

ગંભીર બીમારીથી ઝઝૂમી રહી છે “ઇશ્ક વિશ્ક” બોલ્ડ હિરોઈન, ફેન્સ પણ સાંભળીને દુઃખી દુઃખી થવા લાગ્યા

તમને યાદ હશે, અભિનેત્રી શેનાઝ ટ્રેઝરીવાલા, જેણે 90ના દાયકામાં યુવા રોમેન્ટિક ફિલ્મ ઇશ્ક વિશ્કથી શાહિદ કપૂર સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. શેનાઝની ક્યૂટનેસે બધાના દિલ જીતી લીધા હતા. જો કે, તે પછી અભિનેત્રી ઘણી ફિલ્મોમાં જોવા મળી ન હતી. ત્યારે આ અભિનેત્રી ઘણા વર્ષો બાદ ચર્ચામાં આવી છે, જેનું કારણે છે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી… અભિનેત્રીએ જણાવ્યું કે તેને પ્રોસોપેગ્નોસિયા નામની બીમારી છે. શેનાઝે કહ્યું કે તેને પ્રોસોપેગ્નોસિયા હોવાનું નિદાન થયું છે, તેને આ બીમારી વિશે પણ માહિતી મળી છે.

શેનાઝે કહ્યું કે – ‘મને હંમેશા શરમ આવતી હતી કે હું લોકોના ચહેરા ઓળખી શકતી નથી. હું માત્ર અવાજો જ ઓળખી શકતી હતી.’ પોતાની બીમારી વિશે વાત કરતા શેનાઝે કહ્યું કે મને ઓળખવામાં મુશ્કેલી થાય છે. મારી સામે એક સરખા કદના બે લોકો ઉભા છે કે નહીં તે હું ઓળખી શકતી નથી. જો તેમની આંખો, વાળ કે શરીરનો પ્રકાર સરખો હોય તો મને સમજવામાં સમય લાગે છે. શેનાઝે કહ્યું, ‘મને લાગ્યું કે હું મૂર્ખ છું, પરંતુ ના હું બીમાર છું.

હું આખી જીંદગી વિચારતી રહી કે હું લોકોને કેમ ઓળખી શકતી નથી, હવે મને ખબર પડી કે આ બધું આ બીમારીને કારણે થયું છે. શેનાઝે લોકોને અપીલ કરી હતી કે ‘કૃપા કરીને મને સમજો, હું અજાણ નથી બનતી, આ બધુ એક કારણસર થઇ રહ્યુ હતું. મને હંમેશા શરમ આવતી હતી કે હું શા માટે લોકોની ઓળખને મિશ્રિત કરું છું. આવું મારી સાથે માત્ર બહારના લોકો સાથે જ નહિ પણ નજીકના લોકો સાથે પણ ઘણી વખત બન્યું છે.

આ એક વાસ્તવિક માનસિક સમસ્યા છે. કૃપા કરીને દયાળુ બનો અને સમજો.’ પ્રોસોપેગ્નોસિયા બે પ્રકારના હોય છે.
1.વિકાસશીલ- જેમાં લોકો ચહેરા ઓળખવાની યોગ્યતાઓને વિકસિત કરવામાં અસફળ રહે છે.
2.ઉપાર્જિત- આ મગજમાં કોઇ રીતની ઇજા પહોંચ્યા બાદ થાય છે અને આ ઘણુ દુર્લભ છે.
પ્રોસોપેગ્નોસિયાથી બીમાર લોકોને સમાજમાં શર્મિંદગીનો ડર હંમેશા સતાવે છે. આ બીમારીની કોઇ સ્થાઇ સારવાર હજી સુધી મળી શકી નથી.

શેનાઝ ટ્રેઝરીવાલાનો જન્મ 29 જૂન 1981ના રોજ મુંબઈમાં થયો હતો. તે એક પારસી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ન્યૂયોર્કમાં અભ્યાસ પૂરો કર્યા બાદ શેનાઝે મેથડ એક્ટિંગ અને થિયેટરની તાલીમ લીધી હતી. શેનાઝની કારકિર્દી એમટીવીથી શરૂ થઈ હતી. તે સૌથી લોકપ્રિય રેડિયો જોકી રહી છે. શેનાઝે તેની ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ એધુરુલેની મનીષીથી કરી હતી, પરંતુ બોલિવૂડ ફિલ્મ ઈશ્ક વિશ્કથી તેને ઓળખ મળી હતી.

આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતાની શ્રેણીમાં પણ નામાંકિત કરવામાં આવ્યો હતો. ઈશ્ક વિશ્ક પછી તેણે કેટલીક પસંદગીની ફિલ્મોમાં અભિનય કર્યો. શેનાઝ હાલમાં પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે. શેનાઝ ટ્રેઝરી નામની આ યુટ્યુબ ચેનલ પર બે લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. અભિનેત્રીને મુસાફરી કરવી પસંદ છે.

Shah Jina