ફિલ્મી દુનિયા

શેખર સુમન સુશાંતના પિતાને મળવા માટે પહોંચ્યા પટના, મીડિયાને કહ્યું-જે દેખાઈ રહ્યું છે મામલો તેના કરતા પણ મોટો છે

શેખર સુમન તે અભિનેતાઓમાંના એક છે, જેનું કહેવું છે કે સુશાંતની મૌત આત્મહત્યા નહિ પણ મર્ડર છે. શેખર સુમન આગળના દિવસમાં સુશાંતના પટના સ્થિત ઘરે પહોંચ્યા હતા અને તેના પિતાની મુલાકાત કરી હતી. શેખરે આ મુલાકાતની તસ્વીર અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. શેખર સુમન સુશાંતના સારા મિત્ર અને પ્રોડ્યુસર સંદીપ સિંહ સાથે ત્યાં પહોંચ્યા હતા.

Image Source

જણાવી દઈએ કે શેખર સુમન દ્વારા #JusticeForSushant ફોર્મની શરૂઆત કરવામાં આવી છે જેથી સરકાર પર મામલાની CBI  જાંચને લઈને દબાવ બનાવી શકાય. તેમનું માનવું છે કે આ પ્લાન્ડ મર્ડર છે. શેખર સુમને બહાર મીડિયા સાથે પણ વાતચીત કરી હતી, જેનો વિડીયો પણ તેમણે શેર કર્યો છે.

Image Source

શેખર સુમને કહ્યું કે,”સુશાંતના પિતાજીને મળ્યો. તેના દુઃખમાં ભાગ પાડવાની કોશિશ કરી. અમે અમુક મિનિટ સુધી વાત કર્યા વગર જ બેસી રહ્યા હતા, તે હજી પણ ઊંડા આઘાતમાં છે. મને લાગે છે કે દુઃખ વ્યક્ત કરવાનો સૌથી સારો તરીકો ચુપ્પી જ છે’.

Image Source

મીડિયા સાથે વાતચીતનો વિડીયો શેર કરીને શેખર સુમને કહ્યું કે,”એક લડાઈ જેને ખતમ કરવાની છે અને જે પણ થઇ જાય હવે આ લડાઈને બંધ નહીં કરીએ. અમે જસ્ટિટ ફોર સુશાંત ફોર્મ એક અભિયાન શરૂ કર્યું છે અને જે સામે દેખાઈ રહ્યું છે મામલો તેનાથી વધારે છે’.

Image Source

શેખર સુમને એવું પણ કહ્યું કે,”સુશાંતે કાઈપો છે ફિલ્મ થી ડેબ્યુ કર્યું હતું, પણ તેને એક પણ એવોર્ડ ન મળ્યો. સુશાંત કેસને આવી રીતે હડબડીમાં, જલ્દબાજીમાં, ઝડપથી બંધ કરી દેવાથી શક વધી જાય છે. હવે આ મામલામાં કોઈ બોલે કે ન બોલે, હું ચૂપ નહિ રહીશ. સુશાંત સાથે મારો એક અભિનતા તરીકેનો સંબંધ છે, બિહારની માટીનો સંબંધ છે. શેખરે કહ્યું કે તે સુશાંતના પિતાનું દુઃખ દર્દ સમજી શકે છે કેમ કે એક સમયે તેમણે પણ પોતાના દીકરાને ગુમાવ્યો હતો.

જુઓ શેખર સુમનનો વિડીયો…

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.