ફિલ્મી દુનિયા

સુશાંતના ઘરે પહોંચ્યા શેખર સુમન, ત્યાં જઈને કર્યો મોટો ખુલાસો- જાણો શું કહ્યું

બૉલીવુડ અભિનેતા શેખર સુમને સોમવારે પટનામાં દિવંગત અભિનેતા સુશાંતના પરિવારની મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે બોલીવુડમાં નેપોટિઝમ કરતા વધારે ખતરનાક ગેંગિજ્મ છે. માફિયા અને અંડરવર્લ્ડની જગ્યા હવે ગેંગિજ્મએ લઇ લીધી છે.

Image Source

તેમણે સુશાંતની આત્મહત્યા પર સવાલ ઉભો કરતા કહ્યું કે એવું હતું તો સુશાંત એક નોટ ચોક્કસ છોડે તેમ હતો. તેમણે એકવાર એવું પણ કહ્યું કે જો ફિલ્મો નહિ મળે તો તે પોતાની ફિલ્મો બનાવશે.

Image Source

જો કે સુશાંતના પિતાની તબિયત ખરાબ હોવાને લીધે શેખર તેના પિતાને મળી શક્યા ન હતા પણ શેખરે સુશાંતની બહેન તથા અન્ય લોકોની મુલાકાત કરી હતી. જ્યાં તેમણે પોતાની સંવેદના વ્યક્ત કરતા સુશાંતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Image Source

શેખર સુમને કહ્યું કે સુશાંત શાંત સ્વભાવના હતા, તેની સાથે મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સુશાંતને પોતાના સપના પુરા કરવા માટે શું કરવું તે પણ ખબર હતી. નેપૉટીઝમની ચર્ચા કરતા કહ્યું કે સુશાંતની સાથે ખુબ જ અન્યાય થયો છે, પણ ફિલ્મો ન મેળવી અને નેપોટિઝમનો શિકાર થવું આત્મહત્યાનું કારણ ન હોઈ શકે. સુશાંતે એકવાર કહ્યું હતું કે જો તેને ફિલ્મો નહિ મળે તો તે પોતાની ફિલ્મો બનાવશે અને તે પણ શક્ય ન થયું તો યુટ્યુબ પર કામ કરશે. તે ભણેલો-ગણેલો વ્યક્તિ હતો, જો તેણે આત્મહત્યા કરી છે તો એક સ્યુસાઇડ નોટ છોડીને જાત.

Image Source

શેખર સુમને બોલીવુડનો મોટો ખુલાસો કરતા કહ્યું કે ત્યાં નેપોટિઝમ કરતા વધારે ખતરનાક ગેંગિજ્મ છે. માફિયા અને અન્ડરવર્લ્ડની જગ્યા ગેંગિજ્મએ લઇ લીધી છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.