દુબઈનો આ શેખ લઇ આવ્યો એવી જબરદસ્ત કાર કે ટ્રક પણ તેની આગળ નાની લાગે, જોઈને સૌ કોઈ રહી ગયા હક્કાબક્કા, જુઓ વીડિયો

કણો ગજબનો શોખીન છે દુબઇનો આ શેખ, પોતાની 200 કારના કલેક્શનમાં ઉમેરી હવે એવી કાર કે જોઈને જ આંખોના ડોળા ફાટી જાય, જુઓ વીડિયો

Sheikh of Dubai buys huge Hummer car : કારના શોખીનો દુનિયાભરમાં પડેલા છે અને રોડ પર ઘણીવાર એવી કાર પણ જોવા મળી જતી હોય છે જે હાહાકાર પણ મચાવી જાય છે. સોશિયલ મીડિયામાં પણ ઘણી એવી જબરદસ્ત કાર જોવા મળે છે જેના વીડિયો આપણને વારંવાર જોવાનું મન થાય, ત્યારે હાલ એક એવી જ એક કારે ધમાલ મચાવી છે, જે કદાચ આજ પહેલા ક્યારેય કોઈએ નહિ જોઈ હોય અને તેના વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કાર વિશે અને કાર કોને ખરીદી છે તેના વિશે જાણવા પણ માંગે છે.

વિશાળ હમર રસ્તા પર ચાલતી જોવા મળી :

ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે જે દુબઈનો છે. આમાં, એક ખૂબ મોટી હમર કાર રસ્તા પર દેખાઈ રહી છે. આ એક દુબઈ સ્થિત શેખનું સંશોધિત હમર છે અને તે એકદમ વિશાળ છે. તે નિયમિત હમર કાર કરતા અનેક ગણી મોટી છે. માસિમોની માઈક્રો-બ્લોગિંગ સાઈટ પર શેર કરવામાં આવેલ વિડિયોમાં ‘હમઝિલા’ હાઈવે પર ચાલતી જોવા મળે છે. પ્રચંડ વાહનની સામે પાર્ક કરેલી બે કારને જોઈને કોઈ સમજી શકે છે કે આ હમર ખરેખર કેટલી વિશાળ છે.

દુબઈના શેખે ખરીદી આ કાર :

વિચિત્ર દેખાતી કાર અસલી છે અને વાસ્તવમાં દુબઈના શેખ હમદ બિન હમદાન અલ નાહયાનની છે, જેને રેઈનબો શેખ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમને ખરીદી છે. આ વાહન એટલું મોટું છે કે વીડિયોમાં ઉભેલા લોકોની ઊંચાઈ તેના ટાયર કરતા નાની જોવા મળે છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે “દુબઈ રેઈનબો શેખની વિશાળ હમર H1 “X3” રેગ્યુલર હમર H1 SUV (14 મીટર લાંબી, 6 મીટર પહોળી અને 5.8 મીટર ઊંચી) કરતાં ત્રણ ગણી મોટી છે. આ હમર પણ સંપૂર્ણ રીતે ચલાવવા યોગ્ય છે.

શેખ પાસે છે 200 કારનું કલેક્શન :

આ કાર શેખના 200થી વધુ કારના કલેક્શનનો એક ભાગ છે. 20 મિલિયનથી વધુ વ્યૂ સાથે, હમરના આ વીડિયોએ ઇન્ટરનેટ પર તોફાન મચાવી દીધું છે. અબુ ધાબીના શાસક પરિવારના સભ્ય શેખ હમદ બિન હમદાન અલ નાહયાન પાસે વિવિધ રંગોની સાત મર્સિડીઝ 500 એસઈએલની માલિકી હોવાનું કહેવાય છે. ત્યારે વીડિયોને જોઈને પણ લોકો પોતાના અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે અને આ કાર જોઈને હેરાન પણ થઇ રહ્યા છે.

Niraj Patel