રણની અંદર આ શેખે એક પછી એક ખાધા ઢગલાબંધ ઊંધા ગોળમટા, વીડિયો જોઈને તમારા હોશ પણ ઉડી જશે, જુઓ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રોજ ઘણા બધા વીડિયો સામે આવતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી ચોંકાવનારી ઘટનાઓ પણ સામે આવતી હોય છે, તો ઘણા વીડિયોમાં લોકો પોતાનો ટેલેન્ટ પણ બતાવતા હોય છે અને તેમના આ દભુત ટેલેન્ટને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સના પણ હોશ ઉડી જતા હોય છે.

થોડા દિવસોથી આવા જ એક ખાસ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે. આ વીડિયો એક શેખની જબરદસ્ત કલાબાજીનો છે. વીડિયોમાં શેખ બેકફ્લિપ કરતો જોવા મળી રહ્યો છે. શેખને એક-બે નહીં પણ 19-20 બેકફ્લિપ્સ સતત કરે છે. રણની અંદર આ શેખ બેકફ્લિપ્સ મારતા નીચેની તરફ આવે છે. શેખે આમ કરીને લોકોના હોશ ઉડાડી દીધા છે.

ઈન્સ્ટાગ્રામ પર રીલ તરીકે શેર કરવામાં આવેલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક શેખ પરાક્રમ કરવા રણમાં પહોંચે છે. તે ઉપર જાય છે અને રેતીના મોટા ઢગલા પર ઊભો રહે છે. પછી ત્યાંથી તે એક પછી એક બેકફ્લિપ્સ મારવાનું શરૂ કરે છે. દરેક બેકફ્લિપ પર, શેખ રેતીના ઢગલાથી થોડે દૂર નીચે ઉતરે છે. આ કરતી વખતે એકવાર માટે તે કારને અથડાવવા પણ જાય છે પરંતુ શેખને આની જરાય ચિંતા નથી. તે તેની મજા માણે છે. તેને ભાગ્યે જ ખ્યાલ હશે કે કાર તેની કેટલી પાસેથી પસાર થઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Moin Akhtar (@mk_prada)

આ વીડિયો ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો અત્યાર સુધી સૌથી વધુ જોવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ વીડિયોને 72.6 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ ઉપરાંત 45 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં લોકો મજાક કરતા અને શેખના જબરદસ્ત પરાક્રમની પ્રશંસા કરતા જોવા મળે છે.

Niraj Patel