સિદ્ધાર્થના માતાએ ધ્રુજતા ધ્રુજતા અને રડતાં રડતાં જુવાન દીકરાને મુખાગ્નિ આપ્યો, ફેન્સ ખુબ રડ્યા જુઓ

ઇન્ડસ્ટ્રીના જાણિતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લા હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમના ગઇકાલે અંતિમ સંસ્કાર પણ થઇ ચૂક્યા છે. તેમના અંતિમ સંસ્કારમાં કાલે પરિવારના સભ્યો સહિત ટીવી સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. સિદ્ધાર્થને અંતિમ વિદાય આપવા શહેનાઝ ગિલ પણ પહોંચી હતી. સિદ્ધાર્થ પંચતત્ત્વમાં વિલીન થઇ ચૂક્યા છે. સિદ્ધાર્થના અચાનક નિધનથી શહેનાઝ ગિલ ભાંગી પડી છે. તે ખૂબ જ તૂટી ગઇ છે.

સિદ્ધાર્થના નિધન બાદ શહેનાઝ ગિલની હાલત રડી રડી ખરાબ થઇ ગઇ છે. જણાવી દઇએ કે, વર્ષ 2019માં શહેનાઝ અને સિદ્ધાર્થ પહેલીવાર મળ્યા હતા. શહેનાઝ ગઇકાલે શ્મશાન ઘાટ પહોંચી ત્યારે તેની હાલત ઘણી ખરાબ હતી. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર સમયે તે જયારે આવી ત્યારે તેનો ભાઇ શહબાઝ તેને સંભાળી રહ્યો હતો.

આ દરમિયાન શહેનાઝ ગાડીમાં રડતી જોવા મળી હતી. શ્મશાન ભૂમિ પહોંચી શહેનાઝ ગાડીથી ઉતરી સિદ્ધાર્થનું નામ લઇ લઇને રડી રહી હતી. અભિનેત્રીની જે તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી  તે ખૂબ જ દર્દભરેલી હતી. સિદ્ધાર્થની અંતિમ વિદાયમાં નજર આવેલી શહેનાઝને જોઇ “શેરશાહ” ફિલ્મના છેલ્લા સીનની યાદ આવી ગઇ.

શેરશાહની કહાનીને સિદ્ધાર્થ શુક્લાના જવાથી એક વસ્તુ જોડે છે અને તે છે અંતિમ વિદાય. હાલમાં જ ફિલ્મ શેરશાહ રીલિઝ થઇ હતી અને તેના અંતિમ સીનની ઘણી ચર્ચા થઇ હતી. જેમાં કેપ્ટન વિક્રમ બત્રાના અંતિમ સંસ્કારમાં ડિંપલ ચીમાનો રોલ પ્લે કરી રહેલ કિયારા અડવાણી પહોંચી અને તે ઘણી જ રડે છે.

શુક્રવારે જયારે સિદ્ધાર્થની અંતિમ વિદાયમાં શહેનાઝને જોઇ તો આ જ સીન બધાને યાદ આવી ગયો. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ વચ્ચે કયો સંબંધ છે તે વિશે તો આજ સુધી કોઇ જાણતુ નથી. પરંતુ મીડિયા રીપોર્ટ્સ અનુસાર તેમના વચ્ચે મિત્રતાથી વધારે કંઇ હતુ. શહેનાઝ સિદ્ધાર્થના નિધનથી તૂટી ગઇ છે. હંમેશા  હસતી જોવા મળતી શહેનાઝ ઘણી જ દુખી જોવા મળી હતી.

તમને જણાવી દઇએ કે, સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં પરિવારે એક પૂજા કરી હતી, જેમાં શહેનાઝ ગિલ બેઠી હતી અને તે સિદ્ધાર્થની બહેનની બાજુમાં હતી. અંતિમ સંસ્કારનો સમય નજીક આવ્યો ત્યારે શહેનાઝ બે વખત તો બેભાન થઇ ગઇ હતી અને તે ભાનમાં આવી ત્યારે ખૂબ જ રડતા રડતા સિદ્ધાર્થ સિદ્ધાર્થની બૂમો પાડી રહી હતી. સિદ્ધાર્થની માતાએ સિદ્ધાર્થને ધ્રુજતા હાથે અગ્નિદાન આપ્યો હતો અને તેમની આંખોના આંસુ તો થમી જ રહ્યા ન હતા.

શહેનાઝ ગિલના પિતા સંતોખ સિંહ સુખ સાથે મીડિયાએ વાતચીત કરી હતી અને તે દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે, તેમની દીકરીની હાલત રડી રડીને ખૂબ ખરાબ છે, તેણે કહ્યુ હતુ કે, પપ્પા, મારા ખોળામાં તેણે અંતિમ શ્વાસ લીધા, તો હવે હું કેવી રીતે જીવી શકીશ ? મારા ખોળામાં તે દુનિયા છોડીને ચાલ્યો ગયો.

આ ઉપરાંત રાહુલ મહાજને મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે, શહેનાઝ એકદમ તૂટી ગઇ છે. સિદ્ધાર્થને જોયા બાદ તો તેનો ચહેરો પીળો પડી ગયો હતો. એવું લાગતુ હતુ જાણે તોફાન આવ્યુ અને તેમાં બધુ જ વહી ગયુ.

Shah Jina