શું સિદ્ધાર્થ શુકલાના નિધન બાદ આટલી બધી ખરાબ થઇ ગઈ છે શહનાઝ ગીલની હાલત કે ફક્ત ગ્લુકોઝ ઉપર જ છે ? જાણો શું છે હકીકત

સિદ્ધાર્થ શુકલાના નિધન બાદ ગ્લુકોઝ ઉપર છે શહનાઝ ગિલ ? જાણો વિગત

અભિનેતા અને બીગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુકલાના નિધન બાદ  તેના ચાહકો સાથે તેના પરિવારજનો પણ દુઃખમાં છે. સિદ્ધાર્થના નિધનનું સૌથી વધુ દુઃખ તેની સૌથી  નજીક રહેતી શહનાઝ ગિલને છે. સોશિયલ મીડિયા ઉપર પણ સિદ્ધાર્થ અને શહનાઝના ઘણા વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેના જોઈને તે બંને વચ્ચેના સંબંધ વિશેની પણ લોકોને જાણ થઇ છે.

હાલ શહનાઝ ગીલની તબિયતને લઈને એક ચોંકાવનારી ખબર સામે આવી છે. જેને જાણીને તેમના ચાહકો પણ હેરાન રહી જશે. સોશિયલ મીડિયામાં એવી ખબર ચાલી રહી છે કે સિદ્ધાર્થના નિધન બાદ શહનાઝે ખાવા પીવાનું પણ છોડી દીધું છે અને તે માત્ર ગ્લુકોઝ ઉપર જ જીવી રહી છે. હવે આ ખબરને લઈને સોશિયલ મીડિયામાં અપડેટ વાયરલ થઇ રહી છે.

શહનાઝ ગિલના એક ફેન પેજ ઉપર તેના ડિઝાઈનર કેન્સ ફર્ન્સ સાથેની ચેટનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો છે. જેમાં કેનને પૂછવામાં આવ્યું છે કે, “લોકો કહી રહ્યા છે કે તે ગ્લુકોઝ ઉપર છે, શું આ સાચું છે, મને ખબર છે તમે તેની ખુબ જ સારી રીતે દેખરેખ કરી રહ્યા છો, છતાં પણ કહીશ કે સનાનું ધ્યાન રાખજો. જો સનાની તબિયત સારી હોય તો ઓછામાં ઓછું મેસેજ ઉપર રિએક્ટ કરી દેજો.”

આના ઉપર કેન દાવર શહનાઝ ગિલના ગ્લુકોઝ ઉપર હોવાથી ઇન્કાર કરી દીધો હતો. જો કે તેના ઉપર પણ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા કોમેન્ટ કરવામાં આવી છે કે જયારે શરૂઆતમાં શહનાઝે બે દિવસ સુધી ખાવાનું નહોતું ખાધું ત્યારે તે ગ્લુકોઝ પર હતી, પરંતુ હવે નથી.

Niraj Patel