મનોરંજન

શહનાઝ ગિલે કર્યું 6 મહિનામાં આટલું વજન ઓછું, ફોટો અને વીડિયોથી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા

બિગબોસ 13ની અંદરથી ચર્ચામાં આવનારી શહનાઝ ગિલને શો પૂર્ણ થયા પછી પણ લોકોએ ખુબ જ પ્રેમ આપ્યો. જેના કારણે તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by Shehnaaz Gill (@shehnaazgill) on

શહેનાઝને પંજાબની કૈટરીના કૈફ કહેવામાં આવે છે. બિગ બોસ દરમિયાન જોવા મળ્યું હતું કે તેનું વજન થોડું વધી ગયું હતું. પરંતુ શો પૂરો થવાની સાથે જ તેને પોતાના વજનને ઓછું કરવા ઉપર કામ કરવાનું શરૂ કર્યું. અને જે પરિણામ આવ્યું તેન જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા.

 

View this post on Instagram

 

A post shared by Shehnaaz Gill (@shehnaazgill) on

શહનાઝ ગિલે પોતાની કેટલીક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા છે. ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરો અને વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે તેને વજન ઓછું કરી લીધું છે અને પહેલા કરતા પણ હવે તે વધારે સુંદર દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shehnaaz Gill (@shehnaazgill) on

થોડા દિવસ પહેલા એક વિડીયો પણ વાયરલ થયો હતો. જેમાં સિદ્ધાર્થ શુકલા કહેતા જોવા મળ્યા હતા કે વજન કેવી રીતે ઓછું કર્યું? શહનાઝ ગિલની આ તસવીરો ઉપર ચાહકોએ પોતાના ઘણા બધા રિએક્શન આપ્યા હતા. અને તેની મહેનતની પ્રસંશા પણ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shehnaaz Gill (@shehnaazgill) on

પંજાબની કૈટરીના કૈફ એટલે કે શહાનાઝ ગિલની જોડી બિગ બોસની અંદર સિદ્ધાર્થ શુકલા સાથે ખુબ ચર્ચામાં આવી હતી. ઘણા પ્રસંગો ઉપર સલમાન ખાને પણ તેની પ્રસંશા કરી હતી. શહેનાઝનું એક ગીત “કુર્તા પજામા” હાલમાં જ રિલીઝ થયું છે. જેમાં શહનાઝ ટોની કક્કડ સાથે જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shehnaaz Gill (@shehnaazgill) on

આ ગીતને ચાહકોએ ખુબ જ પસંદ પણ કર્યું છે. શાહનાઝે પોતાના ગીતો અને અદાકારીથી પંજાબી સિનેમામાં ખુબ જ નામ મેળવ્યું છે. સાથે જ તેને બિગ બોસ 13 દ્વારા લોકોનું દિલ પણ જીત્યું છે. બિગ બોસનાં ઘરમાં રહીને તેની લોકપ્રિયતા ખુબ જ વધી ગઈ હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.