એક મહીના બાદ સોશિયલ મીડિયા પર શહનાઝ ગિલે કરી વાપસી, સિદ્ધાર્થ શુક્લાને આવી રીતે આવી શ્રદ્ધાંજલિ

ટીવી ઇન્ડસ્ટ્રીના જાણિતા અભિનેતા અને બિગબોસ-13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાના નિધને તો બધાને હેરાન કરી દીધા હતા. એવામાં સિદ્ધાર્થના નિધન બાદ શહનાઝ ગિલ સદમામાં હતી અને તે લગભગ એક મહીનાથી પણ વધારે સમય બાદ હવે ધીરે ધીરે કામ પર પરત ફરી રહી છે. સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. બિગ બોસ સીઝન 13માં બંનેની જોડી બનતી જોવા મળી હતી. શોમાં શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની ક્યૂટ કેમેસ્ટ્રી બધાને પસંદ પડી હતી.

સિદ્ધાર્થ શુક્લાએ પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા કે આજે પણ લોકો તેમને ભૂલી શક્યા નથી. તેમના નિધનથી જ્યારે આપણે બધાને ખૂબ જ દુઃખ થયુુ હતું, ત્યારે તેના પરિવાર અને શહેનાઝ ગિલનું શું થયું હશે. અમે આ અનુમાન કરી શકીએ છીએ. તમને જણાવી દઈએ કે હાલમાં જ શહનાઝ ગિલનું નવું ગીત “તુ યહી હૈ” રિલીઝ થયું છે.

સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું ત્યારથી જ શહેનાઝ ગિલે સોશિયલ મીડિયાથી દૂરી બનાવી લીધી હતી, પરંતુ હવે શહેનાઝે આગલા દિવસે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી, જે તેના ગીતનું ગીત છે.જ્યારે એક નવું પોસ્ટર આવ્યું હતું, આજે તેણે એક પોસ્ટ શેર કરી છે. તેના રિલીઝ થયેલા ગીત ‘તુ યહીં હૈ’નો 23 સેકન્ડનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયો શેર કરવાની સાથે તેણે કેપ્શનમાં બે કાળા રંગના દિલ પણ શેર કર્યા છે.

શહનાઝ ગિલ તેના નવા ગીત તુ યહી હૈથી સિદ્ધાર્થ શુક્લાને ટ્રિબ્યુટ આપતી જોવા મળી. આ ગીત સિડનાઝની મિત્રતા અને પ્રેમ જેટલું જ સુંદર છે. આ ગીત સાંભળવામાં ખૂબ જ સુંદર છે અને તે દરેકને ઇમોશનલ કરી દે તેવુ છે. શહનાઝ ગિલે તેની યાદમાં સિદ્ધાર્થ માટે એક ખાસ ગીત ગાયું છે. એમ કહેવું ખોટું નહીં હોય કે શહનાઝ ગિલ આજે પણ સિદ્ધાર્થ શુક્લાને સંપૂર્ણપણે ભૂલી નથી.

આ ગીત કહે છે કે તે સિદ્ધાર્થ શુક્લાને તેની મીઠી યાદોમાં હંમેશા યાદ રાખશે. ગીતની વાત કરીએ તો આ ગીત શહનાઝ ગિલે પોતે ગાયું છે. અગાઉ, શહનાઝે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આગામી મ્યુઝિક વીડિયોનું પોસ્ટર શેર કર્યુ હતુ. આ મ્યુઝિક વીડિયોનું નામ ‘તુ યહી હૈ’ છે. આ પોસ્ટરમાં ‘સિદ્ધાર્થ શુક્લાને મારી હાર્દિક શ્રદ્ધાંજલિ’ લખ્યુ છે. આ પોસ્ટ શેર કરવાની સાથે તેણે લખ્યું, ‘તમે મારા છો અને સિદ્ધાર્થ શુક્લા’.

 

View this post on Instagram

 

A post shared by Shehnaaz Gill (@shehnaazgill)

વર્કફ્રન્ટની વાત કરીએ તો, શહેનાઝ ગિલ તાજેતરમાં તેની ફિલ્મ હૌંસલા રખમાં દિલજીત દોસાંઝ સાથે જોવા મળી હતી.

Shah Jina