પંજાબની કેટરીના ‘શહનાઝ ગિલ’નો બોલ્ડ લુક કરી દેશે ક્લીન બોલ્ડ…હોટ ડીપનેક રેડ ડ્રેસમાં વરસાવ્યો કહેર

ડીપનેક રેડ ડ્રેસમાં કહેર પંજાબી કેટરીના શહેનાઝ ગીલે દેખાડ્યું ગજબનું ફિગર, જોઈને લાલચોળ થઇ જશો, જુઓ

‘પંજાબની કેટરિના’ શહેનાઝ ગિલ હવે દેશી ગર્લમાંથી ગ્લેમરસ ગર્લ બની ગઈ છે. શહેનાઝ વેસ્ટર્ન શોર્ટ ડ્રેસથી લઈને સ્કિન-ટાઈટ આઉટફિટમાં દરેક લુકમાં કહેર વરસાવે છે. તાજેતરમાં જ્યારે શહેનાઝ પિંકવિલા સ્ક્રીન એન્ડ સ્ટાઇલ આઇકોન એવોર્ડ 2024માં પહોંચી ત્યારે તેણે પોતાના બોલ્ડ લુકથી મહેફિલ લૂંટી લીધી.

શહેનાઝ ગિલે જેવી જ રેડ કાર્પેટ પર એન્ટ્રી લીધી કે કોઇ તેના પરથી નજર ના હટાવી શક્યુ. બી-ટાઉનમાં પોતાના લુક્સ, સ્ટાઇલ અને ચુલબુલા અંદાજથી મહેફિલ લૂંટનાર શહેનાઝ આ ઈવેન્ટમાં રેડ ડીપનેક ગાઉનમાં પહોંચી હતી. પંજાબી સિંગર તરીકે અને પછી બિગ બોસ સીઝન 13થી પોતાની ઓળખ બનાવનાર શહેનાઝ ગિલ આજે ફિલ્મોમાં પણ પોતાની ઓળખ બનાવી રહી છે. આ સફરની સાથે સાથે શહેનાઝની ફેશનમાં આવેલા બદલાવને પણ બધા નોટિસ કરી રહ્યા છે.

એક સમયે સૂટ અને સામાન્ય સ્ટાઇલિશ કપડામાં જોવા મળતી શહેનાઝ હવે લગભગ દરરોજ તેના સુપર ફેશનેબલ લુકથી ચાહકોનું દિલ જીતતી જોવા મળે છે. શહેનાઝ ઉર્ફે સનાએ ફરી એકવાર તેની સુંદરતા અને સ્ટાઇલનો જાદુ ચલાવ્યો છે. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે, જેમાં તે રેડ ડ્રેસમાં તેની આકર્ષક શૈલીને એવી રીતે ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે કે તેની સામે મોડલ પણ નિષ્ફળ જાય.

ઇવેન્ટમાં કેમેરા સામે આવતાની સાથે જ શહેનાઝે ઘણા કિલર પોઝ આપ્યા અને પોતાની સુંદરતાનો જાદુ ચલાવ્યો. શહેનાઝ ગિલની તસવીરો સામે આવ્યા બાદ થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગઈ. સ્ટ્રેપી ગાઉનમાં શહેનાઝે કેમેરા સામે કિલર પોઝ આપ્યા હતા. શહેનાઝે આ ડ્રેસ સાથે રેડ લિપસ્ટિક લગાવી હતી અને વાળને કર્લ કરી ખુલ્લા રાખ્યા હતા.

વર્કફ્રન્ટની વાત કરીએ તો શહેનાઝ ટૂંક સમયમાં વરુણ શર્મા સાથે ફિલ્મ સબ ફર્સ્ટ ક્લાસમાં જોવા મળશે. આ ઇવેન્ટ પહેલા શહેનાઝ લેક્મે ફેશન વીકમાં જોવા મળી હતી. શહેનાઝે તેના લુક અને ડ્રેસિંગ સેન્સથી રેમ્પ પર આગ લગાવી દીધી હતી. આ દરમિયાન શહેનાઝે પેપ્સ સાથે વાત કરતા કહ્યું હતુ કે- ‘જ્યારે કોઈ વ્યક્તિ થોડો અમીર બનવા લાગે છે, ત્યારે જ તે આ બધું કરી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

મન તો બધાનું કરે છે કે આપણે સારા દેખાઇએ, સ્ટાઇલિંગ કરીએ પણ પૈસા બહુ મેટર કરે છે. જો પૈસા નથી તો કંઇ નથી કરી શકતા. મને લાગે છે કે હું બધી વસ્તુને કેરી કરી શકપં છે કંફ્ટેબલી. મારા માટે તો આ જ સ્ટાઇલ છે, જેવો ડ્રેસ એવા બની જાઓ.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina