મનોરંજન

ધાન રોપ્યા બાદ હવે માટીમાં આળોટી સ્પા લેતી જોવા મળી શહેનાઝ ગિલ, ચાહકો બોલ્યા- જમીન સાથે જોડાયેલી અભિનેત્રી

શહનાઝ ગિલના ચાહકો સારી રીતે જાણે છે કે તે હંમેશા જમીન સાથે જોડાયેલી રહે છે. તે કેમેરાની સામે ભલે ગ્લેમરસ અંદાજમાં જોવા મળે, પરંતુ કેમેરાની પાછળ તે ખૂબ જ સાદું જીવન જીવે છે. સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ તેનામાં ઘણા બદલાવ જોવા મળ્યા હતા. સના જે હંમેશા બબલી અને બેદરકાર રહેતી હતી, તેણે ઊંડી અને જાણકાર વાત કરવાનું શરૂ કર્યું. તે તેના ચાહકોને આ વાત પણ સમજાવે છે કે જીવન જીવો, ખુશ રહો અને કોઈ પણ વસ્તુને તમારા પર હાવી ન થવા દો. તે પ્રકૃતિમાં જોડાઈ.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શહનાઝ અવારનવાર આવા ફોટો અને વીડિયો શેર કરતી રહે છે, જેને જોઈને સાબિત થાય છે કે તે જેમ કહે છે તેમ કરે છે. ક્યારેક તે લહેરો સાથે વાત કરે છે તો ક્યારેક તે શાંતિ મેળવવા ખેતરમાં પણ જતી હોય છે. શહેનાઝ ગિલે તાજેતરમાં જ તેના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેને જોઈને ચાહકો કહેવા લાગ્યા કે તે ખરેખર ‘ડાઉન ટુ અર્થ’ છે. આ તસવીરોમાં તે કાદવમાં સંપૂર્ણપણે લદાયેલી જોવા મળી રહી છે અને તે માટીમાં આળોટી પોઝ પણ આપી રહી છે. જેમ બાળક કાદવમાં રમે છે, તે પણ તે જ ક્રિયાઓ કરે છે.

તેના ચપ્પલથી લઈને તેના વાળ સુધી બધે માટી જ દેખાઇ રહી છે. આ તસવીરો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, ‘Spa time… #off roading.’ શહનાઝના ઇન્સ્ટા સ્ટેટસ પરથી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તે હાલમાં ઋષિકેશમાં છે. ચહેરા પર સુંદર સ્મિત સાથે શહનાઝને જોઈને ચાહકોના દિલ ગદગદ થઈ ગયા છે. શહનાઝની તસવીરો પર ઘણી કમેન્ટ્સ આવી રહી છે. શહનાઝના ફોટા જોઈને ફેન્સ તેને કહી રહ્યા છે કે તે જમીન સાથે જોડાયેલી છે.

ઘણા લોકોએ ફોટા પર હાર્ટ ઇમોજી બનાવીને તેને ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે શહનાઝ ગીલે સાબિત કર્યું છે કે લોકો તેને આટલો પ્રેમ કેમ કરે છે. એવા ઘણા પ્રસંગો આવ્યા છે જ્યારે શહનાઝે કહ્યું છે કે તે ગમે તેટલી મોટી સ્ટાર બની જાય, પરંતુ તેનું દિલ હંમેશા બાળક જ રહેશે. બિગ બોસ 13 ફેમ શહેનાઝ કૌર ગિલ પંજાબની કેટરિના કૈફથી ભારતની શહેનાઝ બની છે.

કરોડો દિલો પર રાજ કરનાર શહનાઝ જ્યાં જાય છે ત્યાં પોતાની છાપ છોડી જાય છે. કદાચ તેથી જ તે દરેકની વહાલી પણ બની ગઈ છે. બધા જાણે જ છે કે શહનાઝ પોતાની અલગ સ્ટાઇલ માટે ફેમસ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો શહનાઝ ગિલ ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’માં જોવા મળશે. અત્યારે આ ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે. કહેવાય છે કે શહનાઝે આ માટે શૂટિંગ પણ કર્યું છે, પરંતુ વધુ વિગતો સામે આવી નથી.

આમાં સલમાન અને શહનાઝ ઉપરાંત પૂજા હેગડે, રાઘવ જુયાલ અને સિદ્ધાર્થ નિગમ જેવા સ્ટાર્સ જોવા મળશે. અભિનેત્રી હોવા ઉપરાંત શહનાઝ એક સિંગર પણ છે. તેને ‘બિગ બોસ 13’થી લોકપ્રિયતા મળી હતી. લોકોએ તેના સિદ્ધાર્થ શુક્લા સાથેના બોન્ડ પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો. સિદ્ધાર્થના નિધન પછી ચાહકો દરેક પગલા પર શહનાઝની સાથે ઉભા છે અને તેને ખૂબ સપોર્ટ કરે છે.