તપતી ગરમીમાં મોનોકિની પહેરી પુલમાં ઉતરેલી શહેનાઝ ગિલે આપ્યા કાતિલ પોઝ, હોટનેસે વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન

શહેનાઝ ગિલે પુલમાં ડૂબકી લગાવી વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન, પહેલીવાર જોવા મળ્યો આવો બોલ્ડ અંદાજ !

એવો કોઈ દિવસ નથી હોતો જ્યારે શહેનાઝ ગિલ હેડલાઇન્સમાં ન આવે. તેની કોઈપણ તસવીર કે સમાચાર જોતજોતામાં જ વાયરલ થઈ જાય છે. શહેનાઝ ગિલ એક એવું નામ છે જેણે પોતાની નખરાંવાળી સ્ટાઈલથી ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. પંજાબની કેટરિના કૈફથી લઈને ભારતની શહેનાઝ ગિલ સુધીની આ સિંગર અને અભિનેત્રી જલ્દી જ સલમાન ખાન સાથે ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’માં મોટા પડદા પર જોવા મળશે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને કંઈકને કંઈક શેર કરતી રહે છે. તેણે ફરી એકવાર તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, પરંતુ તેની આ સ્ટાઈલ પહેલા કોઈએ જોઈ નહિ હોય.

શહેનાઝે ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં તે પુલમાં જોવા મળી રહી છે. ત્રણેય તસવીરોમાં તે કિલર લુકમાં પોઝ આપી રહી છે. શહેનાઝ ગિલ ઘણીવાર ચાહકોને તેની કિલર તસવીરો શેર કરીને પાગલ બનાવી દે છે. હાલમાં શહેનાઝ મોનોકિની પહેરીને પૂલમાં બોલ્ડ અદાઓ બતાવતી જોવા મળી રહી છે. શહેનાઝ ગીલે સોશિયલ મીડિયા પર તેની ત્રણ તસવીરો શેર કરતાની સાથે જ તેના ચાહકોએ આ તસવીરો પર ઘણી લાઈક્સ સાથે કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. ત્રણેય તસવીરોમાં તે કિલર પોઝ આપી રહી છે. આ તસવીરો શેર કરતી વખતે તેણે લખ્યું- ‘સમર વાઇબ્સ…’ આ સાથે તેણે સનનું એક ઇમોજી પણ બનાવ્યું છે.

અભિનેત્રીની આ તસવીરો પર ચાહકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. ચાહકો ‘હાર્ટ’ અને ‘ફાયર’ ઇમોજી શેર કરવાની સાથે કોમેન્ટ કરીને તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – ‘ઇન્ના સોના રબને કયો બનાયા’. બીજાએ લખ્યું- ‘કોઈ તો એસી ચલા દો યાર.’ એક યુઝરે તો લખ્યુ કે, શહેનાઝે આવતા જ બધાની છુટ્ટી કરી દીધી. આ ઉપરાંત એક અન્ય યુઝરે લખ્યુ કે, ચઢી ગયો બોલિવુડનો રંગ. તમને જણાવી દઇએ કે, શહનાઝ થોડા દિવસો પહેલા બ્રહ્મા કુમારીના એક કાર્યક્રમમાં ગઈ હતી, જ્યાં તેણે ચાહકોના સવાલોના જવાબ આપ્યા હતા.

તેણે પ્રેમ અને જોડાણ વિશે પણ વાત કરી. આ દરમિયાન તે ક્યારેક ભાવુક તો ક્યારેક હસતી જોવા મળી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, એવું કહેવામાં આવી રહ્યું છે કે શહનાઝની એન્ટ્રી સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’માં થઈ છે. આ ફિલ્મથી તે બોલીવુડમાં ડેબ્યુ કરશે. આ માટે તે જોરદાર તૈયારી કરી રહી છે. શહેનાઝ સલમાનની બહેન અર્પિતાની ઈદ પાર્ટીમાં પણ જોવા મળી હતી, જ્યાં સલમાન સાથે તેની અનોખી બોન્ડિંગ જોવા મળી હતી.

શહેનાઝ ગિલ રિયાલિટી શો ‘બિગ બોસ 13’ માં જોવા મળી હતી, જ્યાં તેની કોમેડી અને મસ્તીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા સાથેની તેની પ્રેમથી ભરેલી વાતોએ લોકોના દિલ જીતી લીધા હતા. આ જ કારણ છે કે સિદ્ધાર્થના મોચ બાદ શહનાઝ આઘાતમાં સરી પડી હતી. જો કે, હવે તે ધીમે ધીમે વર્ક મોડ પર પાછી આવી ગઈ છે.

Shah Jina