કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાએ માલદીવની તસવીરો શેર કરી વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન

કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલા આ દિવસોમાં માલદીવમાં તેના પતિ સાથે વેકેશન એન્જોય કરી રહી છે. શેફાલી માલદીવથી તેની તસવીરો સતત પોસ્ટ કરી રહી છે. શેફાલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી રહે છે. (Image Credit/Instagram – shefalijariwala)

“બિગબોસ 13″ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી શેફાલી જરીવાલાએ ફરી એકવાર તેની હોટ તસવીરોથી ઇન્ટરનેટનું તાપમાન વધાર્યુ છે. શેફાલીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

શેફાલીએ હાલમાં જ ફરીએક વાર તેની ખૂબસુરત તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે ઘણી રિલેક્સ લાગી રહી છે. શેફાલી જરીવાલાએ ફ્લોરેલ રેપ સ્કર્ટ અને ક્રોપ ટોપ પહેર્યુ છે.

શેફાલીએ આ પહેલા તેની કલરફુલ મોનોકિનીમાં તસવીરો શેર કરી હતી. બે દાયકા બાદ પણ શેફાલી ઘણી સ્ટાઇલિશ અને ખૂબસુરત લાગી રહી છે. તે ઘણી હોટ પણ લાગી રહી છે.

શેફાલી સતત તેના માલદીવ વેકેશનની તસવીરો શેર કરી રહી છે. તેણે તેનો લુક પણ ચાહકો સાથે શેર કર્યો હતો. જે ખૂબ જ વાયરલ થઇ રહ્યો હતો. તેમાં તે ખૂબ જ ગ્લેમરસ પણ લાગી રહી હતી.

શેફાલીએ આ પહેલા પણ તેની ઘણી તસવીરો શેર કરી છે, તેમાંથી તે કેટલીક તસવીરોમાં ફ્લોરેલ પ્રિંટેડ પ્લેસુટમાં પણ જોવા મળી રહી છે. તેમાં તે ખૂબ જ કાતિલ લાગી રહી છે. તે હંમેશા તેના બોલ્ડ અને હોટ લુકથી ધમાલ મચાવતી રહે છે.

શેફાલીએ તેના પતિ પરાગ સાથે બાથટબમાં તસવીરો શેર કરી, જેમાં તે અને તેનો પતિ ખૂબ જ રોમેન્ટિક જોવા મળ્યા હતા. આ તસવીરો ઘણી વાયરલ થઇ હતી.

શેફાલી તેના બોલ્ડ લુક માટે પણ જાણીતી છે. તેણે “કાંટા લગા” ગીતથી ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી દીધી હતી. આ ગીતમાં તેનો ડાન્સ જબરદસ્ત હતો. તે બાદ તે તેના પતિ પરાગ સાથે “નચ બલિયે 5″માં જોવા મળી હતી.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર શેફાલી “ખતરો કે ખિલાડી” સિઝન 11માં જોવા મળશે. તેનું નામ કન્ટેસ્ટન્ટ તરીકે ફાઇનલ થઇ ચૂક્યુ છે.

Shah Jina