કાંટા લગા ગર્લની વેકેશન પોસ્ટ વાયરલ, કયારેક બેડમિન્ટન તો કયારેક વોટર ગેમની લઇ રહી છે મજા, શેર કરી ઇન્ટિમેટ તસવીરો

‘કાંટા લગા ગર્લ’ નામથી મશહૂર અભિનેત્રી અને ‘બિગબોસ’ની એક્સ કંટેસ્ટન્ટ શેફાલી જરીવાલા લુક અને બેબાકી માટે હંમેશા ચર્ચામાં રહે છે. આ સાથે શેફાલી ચુલબુલ અંદાજ અને ખૂબસુરતી માટે જાણિતી છે. હાલમાં જ શેફાલીની કેટલીક તેના પતિ સાથેની રોમેન્ટિક તસવીરો વાયરલ થઇ રહી છે. જેને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.

શેફાલી જરીવાલાએ ‘બિગબોસ 13’માં જોરદાર પારી રમી હતી અને તેના ધમાકેદાર અંદાજથી તે ચાહકોનું દિલ જીતવામાં પણ સફળ રહી હતી. શેફાલીની જે તસવીર વાયરલ થઇ રહી છે તેમાં તે તેના પતિ અને અભિનેતા પરાગ ત્યાગી સાથે જોવા મળી રહી છે.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2002માં ‘કાંટાં લગા’ ગીતથી શેફાલીની પોપ્યુલારિટીનો ગ્રાફ ઝડપથી વધ્યો હતો. આ ગીત રીલિઝ થયા બાદ તેની ઘણી સરાહના થઇ હતી. ત્યાં જ વર્ષ 2005માં તેણે હરમીત ગુલજાર સાથે લગ્ન કરી લીધા, પરંતુ આ લગ્ન વધારે સમય ટકી શક્યા નહિ અને વર્ષ 2009માં તેમનો તલાક થઇ ગયો.

શેફાલીએ તે બાદ વર્ષ 2014માં ટીવી અભિનેતા પરાગ ત્યાગી સાથે લગ્ન કરી લીધા. શેફાલી અને પરાગ બંને સોશિયલ મીડિયા પર ઘણીવાર રોમેન્ટિક તસવીરો શેર કરતા હોય છે. ચાહકો શેફાલીની ખૂબસુરતીની પણ ઘણી પ્રશંસા કરતા જોવા મળે છે.

શેફાલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ અને ખૂબસુરત તસવીરોથી સોશિયલ મીડિયામાં કહેર વરસાવતી રહે છે. આ દિવસોમાં શેફાલી અને તેના પતિ પરાગ ત્યાગીની માલદીવની રોમેન્ટિક તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે.

આ તસવીરોમાં શેફાલી તેના પતિ સાથે સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી અને ખૂબ જ એન્જોય કરતી જોવા મળી રહી છે. તસવીરોમાં તે જોવા મળી રહી છે.

શેફાલી અને પરાગ બંને ઘણા રિલેક્સિંગ મૂડમાં જોવા મળી રહ્યા છે. આ પહેલા પણ તેમની માલદીવની ઘણી તસવીરો વાયરલ થઇ હતી. કેટલીક તસવીરમાં તો પરાગ અને શેફાલી બંને ખૂબ જ રોમેન્ટિક થતા પણ જોવા મળ્યા હતા.

શેફાલીએ તેની પણ માલદીવની ઘણી બધી તસવીરો શેર કરી હતી. જેમાં તે હોટ અને ખૂબસુરત જોવા મળી હતી. આ તસવીરો ઘણી વાયરલ થઇ ગઇ હતી અને સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ હતી.

હાલમાં જ શેફાલીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે, આ તસવીરમાં તે ખૂબ જ ખૂબસુરત લાગી રહી છે અને ચાહકો પણ તેની આ તસવીર પર ખૂબ કમેન્ટ કરી રહ્યા છે.

Shah Jina