મનોરંજન

19 વર્ષોમાં આટલી બદલાઈ ગઈ છે ‘કાંટા લગા’ ગર્લ, જાણો લાઈમલાઈટથી દૂર શું કરી રહી છે

‘કાંટા લગા’ ગર્લની હાલની તસવીરો જોઈને ફેન્સ દંગ રહી ગયા, જુઓ કાતિલ તસવીરો

Image Source

બોલીવુડની સુંદર અભિનેત્રી શેફાલી જરીવાલાને હિન્દી આલ્બમ ગીત કાંટા લગા દ્વારા ખુબ નામના મળી હતી. શેફાલીનો આ હોટ ડાન્સ વર્ષ 2000માં ખુબ વાયલર થયો હતો. 24-નવેમ્બર 1983 ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં જન્મેલી શેફાલી 38 વર્ષની થઇ ચુકી છે. આજે અમે તમને શેફાલીના જીવનની ખાસ વાતો જણાવીશું.

Image Source

19 વર્ષોમાં શેફાલી પહેલા કરતા એકદમ બદલાઈ ગઈ છે. શેફાલી ઘણા આઈટમ સોન્ગ અને ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ફિલ્મોથી દૂર શેફાલી આજે સોશિલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે. અને પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે.

એન્જીનીયરનો અભ્યાસ કરનારી શેફાલીએ કાંટા લગા, કભી આર કભી પર અને ઘણા હિન્દી અને અંગ્રેજી આલ્બમ ગીતોમાં સારું એવું પ્રદર્શન કર્યું હતું. જો કે સૌથી વધારે લોકપ્રિયતા શેફાલીને કાંટા લગા સોન્ગ દ્વારા મળી હતી.

એક ઇન્ટરવ્યૂમાં શેફાલીએ જણાવ્યું હતું કે કાંટા લગા આલ્બમ માટે તેને 7000 રૂપિયા ફી મળી હતી. આ વિડીયો પછી શેફાલી સાલમાન ખાન અને પ્રિયંકા ચોપરાની ફિલ્મ મુજસે શાદી કરોગીમા બિજલીના કિરદારમાં પણ જોવા મળી હતી.

લાંબા સમય પછી શેફાલીએ બિગ બૉસ-13 માં ધમાકેદાર એન્ટ્રી મારી હતી. બિગ બૉસના ઘરમાં શેફાલીએ મન ભરીને લોકોને એન્ટરટેન કર્યા હતા. બિગ બોસના ઘરમાં શેફાલીએ કબુલ્યું હતું કે તે એક સમયે સિદ્ધાર્થ શુક્લાની ગર્લફ્રેન્ડ પણ રહી ચુકી છે અને એવું પણ કહ્યું હતું કે જો સિદ્ધાર્થ અને શહેનાઝના લગ્ન થશે તો તેને ખુબ જ ખુશી થશે, બંન્નેની જોડી ખુબ જ સુંદર લાગે છે.

વર્ષ 2005 માં શેફાલીએ સિંગર હરમીત ગુલઝાર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ પછી અમુક કારણોને લીધે બંનેએ છૂટાછેડા લીધા હતા. જેના પછી એક કોમન ફ્રેન્ડ દ્વારા શેફાલીની મુલાકાત અભિનેતા પરાગ ત્યાગી સાથે થઇ હતી,

બંન્નેએ નચ બલિયે-5માં ભાગ લીધો હતો અને તે સમયે જ પરાગે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, અને બંન્નેએ લગ્ન કરી લીધા. શેફાલી હાલના દિવસોમાં બોલિવુડથી દૂર પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે અને પોતાની ફિટનેસ પર ખુબ ધ્યાન રાખી રહી છે.

શેફાલીની તસ્વીરોને જોતા જ તમે પણ કહેશો કે તેના પહેલાના અને હાલના લુકમાં ખુબ બદલાવ આવી ગયો છે.