ફિલ્મી દુનિયા

સસરાનું નિધન થતા શેફાલી જરીવાલા અંતિમ સંસ્કારમાં પહોંચી, જુઓ 7 તસવીરો

કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાના સસરા અને ટીવી અભિનેતા પરાગ ત્યાગીના પિતાનું 25 મેએ ગાઝિયાબાદમાં નિધન થઇ ગયું. એવામાં પરાગ ત્યાગી અને શેફાલી જરીવાલાએ જલ્દી-જલ્દીમાં પોતાના ઘરે ગાઝિયાબાદ જવું પડ્યું. 25 મેથી જ દેશભરમાં ડોમેસ્ટિક ફલાઈટ્સ શરુ થઇ ચુકી હતી એવામાં પરાગ ત્યાગી અને શેફાલી જરીવાલા ફલાઇટ દ્વારા પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા ગાઝિયાબાદ પહોંચ્યા.
પરાગ ત્યાગીએ પોતાના પિતા વિશે વાત કરતા જણાવ્યું કે એમની તબિયત થોડા દિવસોથી ઠીક ન હતી. એ ડાયાલીસીસ માટે ગયા હતા અને અચાનક એટેક આવવાથી એમનું નિધન થઇ ગયું. તેઓ મુંબઈથી ફલાઇટ દ્વારા પહોંચ્યા અને ખાસ વાત તો એ હતી કે ફલાઈટ્સ શરુ થઇ ચુકી હતી.

ગાઝિયાબાદ રવાના થતા સમયે શેફાલી જરીવાલાએ સોશિયલ મીડિયા પર મુંબઈ એરપોર્ટની તસ્વીર શેર કરી, આ દરમ્યાન શેફાલી એરપોર્ટ પર ફેસ શિલ્ડ અને માસ્ક પહેરેલી દેખાઈ રહી છે. ફોટો શેર કરતા શેફાલીએ લખ્યું – દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક મુંબઈ એરપોર્ટ. આનાથી પહેલા આટલું વેરાન ક્યારેય ન હતું.

Image Source

મીડિયા અહેવાલો અનુસાર, પરાગ ત્યાગીના મોટા ભાઈ અનુરાગ ત્યાગી ઓસ્ટ્રેલિયામાં રહે છે, જો કે ફ્લાઈટ્સ ચાલુ ન હોવાના કારણે એ ગાઝિયાબાદ ન પહોંચી શક્યા.

Image Source

જણાવી દઈએ કે પરાગ ત્યાગીને છેલ્લે ઝી5 પર આવનારા શો અઘોરીમાં જોવામાં આવ્યો હતો. આ સિવાય એ પવિત્ર રિશ્તા, જોધા અકબર અને બ્રહ્મ રાક્ષસમાં પણ જોવા મળ્યા છે. જણાવી દઈએ કે શેફાલીએ ઓગસ્ટ 2014 માં બોયફ્રેન્ડ પરાગ ત્યાગી સાથે કોર્ટ મેરેજ કર્યા. આ શેફાલીના બીજા લગ્ન છે.

તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે શેફાલી જરિવાલા ફેસ શિલ્ડમાં જોવા મળે છે. ફ્લાઈટની જર્ની દરમિયાન એરપોર્ટ અને સોશિયલ ડીસ્ટન્સિંગનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેણે લખ્યું છે કે દુનિયાના સૌથી વ્યસ્ત એવા મુંબઈ એરપોર્ટની હાલત ક્યારેય આવી જોઈ નથી. આ પ્રવાસ દરમિયાન પરેશાન એટલે થઈ ગઈ કે ના તો ગળે વળગવાનું કેના તો કોઈ પ્રકારનો ઉત્સાહ, માત્ર ડર જ જોવા મળતો હતો. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જલદીથી આ બધું સમાપ્ત થઈ જાય. જો શેફાલી વિશે વાત કરીએ તો એ છેલ્લીવાર બિગબોસ 13 માં જોવા મળી હતી. એમ તો એ પોતાના ગીત કાંટા લગા માટે ઘણી પ્રસિદ્ધ હતી પણ બિગબોસે એની લોકપ્રિયતા વધુ વધારી દીધી.