તુનિષા શર્મા કેસમાં શીઝાન ખાનની માતાએ આપ્યુ મોટુ નિવેદન, જુઓ વીડિયો

‘અલી બાબા દાસ્તાન એ કાબુલ’ ટીવી સીરિયલની અભિનેત્રી તુનીષા શર્માએ શનિવારે આત્મહત્યા કરી લીધી હતી અને તેના નિધનથી પરિવાર અને મિત્રો સહિત સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે. અત્યાર સુધી સવાલો ઉઠી રહ્યા હતા કે તેણે આત્મહત્યા કેમ કરી, પરંતુ આ કેસમાં એ વાત સામે આવી છે કે અભિનેત્રીના શો અલી બાબાના કો-સ્ટાર શીઝાન મોહમ્મદ ખાન અને તુનીષા રિલેશનશિપમાં હતા. બંનેનું તેની મોતના પંદરેક દિવસ પહેલા જ બ્રેકઅપ થયું હતું. જેના કારણે તુનીષા ઘણી પરેશાન હતી.

તુનીષાએ અલી બાબા શોના સેટ પર જ શીઝાનના મેકઅપ રૂમમાં જઈને આત્મહત્યા કરી લીધી હતી. શીઝાન વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતા અને તે આ સમયે પોલિસ કસ્ટડીમાં છે. ત્યારે આ મામલે હવે શીઝાન ખાનની માતાનું પણ નિવેદન સામે આવ્યુ છે. દીકરા પર અટેમ્પ ઓફ મર્ડરનો ચાર્જ લાગ્યો છે, એબીપી સાથે વાત કરતા શીઝાન ખાનની માતાએ જણાવ્યુ કે, આવું કંઇ જ નથી.પોલિસ તેમનું કામ કરી રહી છે અને તેઓ પણ સપોર્ટ કરી રહ્યા છે અને શીઝાન પણ તપાસમાં સપોર્ટ કરી રહ્યો છે.

જે પણ હકિકત હશે તે તે તમારા બધાની સામે આવી જશે, તો થોડી રાહ જુઓ અને તમે લોકો પણ કો ઓપરેટ કરો. તમે લોકો પણ સમજી શકો છો કે બહુ મોટી વાત છે.જ્યારે રીપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યુ કે, શીઝાન અને તુનિષા બંને રિલેશનશિપમાં હતા અને તેમનું બ્રેકઅપ થઇ ગયુ હતુ અને આ વાતને કારણે તુનિષાએ આત્મહત્યા કરી લીધી તો આના પર શીઝાનની માતાએ જણાવ્યુ કે, તેમની (તુનિષાના પરિવાર) પ્રેસ કોન્ફરન્સ તમારી સાથે થઇ ગઇ છે, હકિકત સામે આવવામાં સમય લાગે છે તમને પણ એ ખબર છે, બધી વસ્તુની એક પ્રોસેસ હોય છે.

તો તમે મહેરબાની કરીને થોડી રાહ જુઓ. શીઝાનની માતાએ કહ્યુ કે, તુનિષા ઘણી પ્રેમાળ બાળકી હતી. આ પછી તેમણે કહ્યુ કે, હવે આનાથી વધારે હું કંઇ મહિ કહુ. ઉલ્લેખનીય છે કે, તુનિષા કેસ બાદ ઘણા એવા લોકો છે જે શીઝાન ખાન વિશે જાણવા માંગે છે. તો જણાવી દઇએ કે, શિઝાન ખાનનો જન્મ 9 સપ્ટેમ્બર 1994ના રોજ મુંબઈમાં થયો હતો. અહીં જ તેણે શિક્ષણ મેળવ્યું હતું. તેણે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તેણે પ્રખ્યાત ‘જોધા અકબર’ સિરિયલમાં યંગ અકબરનું પાત્ર ભજવ્યું હતું.

Image source

આ સમયે તે ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’માં અલી બાબાના રોલમાં જોવા મળી રહ્યો છે. શીઝાન ખાનના પરિવારમાં માતા સિવાય બે મોટી બહેનો છે, ફલક નાઝ અને શફક નાઝ, તેની બંને બહેનો ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓ છે. શીઝાન ફિટનેસ ફ્રીક છે, તેને પ્રાણીઓનો પણ ખૂબ શોખ છે. 28 વર્ષીય શીઝાને વર્ષ 2013માં ‘જોધા અકબર’ ટીવી સિરિયલથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2016માં તેણે ‘સિલસિલા પ્યાર કા’ શોમાં કામ કર્યું હતું. ત્યારબાદ 2017માં તે સીરિયલ ‘ચંદ્ર નંદિની’માં જોવા મળ્યો હતો.

Image source

તેણે વર્ષ 2018માં ‘પૃથ્વી વલ્લભ’માં અભિનય કર્યો હતો. આ પછી, શીજને 2019 માં તારા ફ્રોમ સતારા અને તે જ વર્ષે ‘એક થી રાની એક થા રાવણ’ માં કામ કર્યું. ફેબ્રુઆરી 2020માં તે ‘નઝર 2’માં જોવા મળ્યો હતો. સારા રેટિંગ હોવા છતાં, આ શો કોરોના રોગચાળામાં બંધ થઈ ગયો. વર્ષ 2021માં તે ‘પવિત્રા’માં જોવા મળ્યો હતો. જણાવી દઇએ કે, તુનીષા પહેલા શીઝાનનું નામ ‘કુંડલી ભાગ્ય’ ફેમ અભિનેત્રી મૃણાલ સિંહ સાથે પણ જોડાઇ ચૂક્યુ છે. વર્ષ 2015માં શીઝાન ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તે શો ‘જોધા અકબર’ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો. તેના પગ અને અંગુઠામાં ફ્રેક્ચર થયું હતું.

Shah Jina