શીઝાન ખાનની બહેનોએ કહ્યુ- મારો ભાઈ નિર્દોષ છે, કારણ વગર ફસાવવામાં આવી રહ્યો છે, અમારા સાયલન્સને નબળાઈ ન સમજતા….જુઓ

અભિનેત્રી તુનિષા શર્માની આત્મહત્યાના મામલામાં જેલમાં બંધ કથિત આરોપી અભિનેતા શીઝાન ખાનની બંને બહેનોએ સોશિયલ મીડિયા પર નિવેદન જારી કર્યુ છે. શફક નાઝ અને ફલક નાઝે ઇન્સ્ટાગ્રામ પર નિવેદન જારી લોકોને પોતાની અને પરિવારની પ્રાઇવસી બનાવી રાખવાનો અનુરોધ કર્યો છે. સાથે જ એવું પણ કહ્યુ છે કે તેના ભાઇને કારણ વગર ફસાવવામાં આવી રહ્યો છે.તુનિષા કેસ મામલે તેનો એક્સ બોયફ્રેન્ડ અને તેનો કો-સ્ટાર શીઝાન ખાન ખરાબ રીતે ફસાયો છે. તુનીષાની માતાએ શીઝાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને પુત્રી માટે ન્યાયની માંગ કરી હતી.

શીઝાનની મુંબઈ પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં ધરપકડ કરી હતી. આ પછી કોર્ટે તેને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. શીઝાન ખાનની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન તેની બંને બહેનો અને અભિનેત્રીઓ શફક નાઝ અને ફલક નાઝ દ્વારા નિવેદનો જારી કરવામાં આવ્યા છે. શીઝાનની બહેનોએ કહ્યું, ‘દરેક વ્યક્તિ ‘બીજી બાજુની વાર્તા’ જાણવા જેટલી ઈચ્છે છે તેટલી જ અમને તે જાણવામાં રસ છે. પરંતુ ત્યાં સુધી અમને આ મુશ્કેલ સમયનો સામનો કરવા માટે ગોપનીયતા આપો.

આ સમયે બંને પરિવાર પીડિત છે. યોગ્ય સમય આવવા દો અને અમે ચોક્કસપણે આ બાબતે વાત કરીશું. પરંતુ આ યોગ્ય સમય નથી. મૃત્યુ એ ખૂબ જ પીડાદાયક બાબત છે. પીડિતાના પરિવાર વિશે વિચારીને દરેક વ્યક્તિએ ગોપનીયતા આપવી જોઈએ. જેથી તેઓ નિધનનો શોક મનાવી શકે અને અંતિમ સંસ્કાર કરી શકે.” તેમણે વધુમાં કહ્યું, ‘આ ખૂબ જ કમનસીબ ક્ષણો છે. અમે એક કિંમતી વ્યક્તિ ગુમાવી છે અને બીજાની ધરપકડ કરવામાં આવી છે. શીઝાન પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે અને પોલીસ તેમની તપાસ કરી રહી છે.

પોલીસને તેમનું કામ કરવા દો. હું માનું છું કે એક નિર્દોષ છોકરાને કોઈ પણ કારણ વગર જ ફસાવી દેવામાં આવે છે. અમારા પરિવારના સભ્યો માટે આ સમય ખૂબ જ મુશ્કેલ છે. ચાલો આ સમય પોલીસને મદદ કરવામાં વિતાવીએ. સત્ય પોતાની મેળે બહાર આવી જશે.’ આ ઉપરાંત આગળ તે કહે છે કે, અમને ભારતની ન્યાય વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે. અમે આશા રાખીએ છીએ કે સત્યનો વિજય થશે. અમારા મૌનને નબળાઈ ન સમજો. અમે ટૂંક સમયમાં આ વિશે વાત કરીશું. જ્યારે સમય યોગ્ય હશે. પરંતુ અત્યારે અમારી ગોપનીયતાનો આદર કરો.

તુનિષા શર્મા અને શીઝાનની બહેન ફલક નાઝ

જણાવી દઈએ કે મંગળવારે ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના મીરા રોડ સ્થિત સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તુનિષાની માતા ઘણા જ ખરાબ હાલતમાં જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ટીવી સીરિયલ ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’માં પ્રિન્સેસ મરિયમના રોલમાં જોવા મળેલી ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માએ 24 ડિસેમ્બરના રોજ શીઝાન ખાનના મેકઅપ રૂમ શીઝાન સાથે લંચ કર્યાની 15 મિનિટ પછી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

Shah Jina