તુનિષા આત્મહત્યા કેસમાં નવા વ્યક્તિની એન્ટ્રી : શીઝાન નહિ, અલીના ટચમાં હતી, આત્મહત્યા પહેલા અલીને કર્યો હતો વીડિયો કોલ

તુનિષા ટિંડર પર અલીને કરી રહી હતી ડેટ ? આત્મહત્યાની 15 મિનિટ પહેલા કર્યો હતો વીડિયો કોલ ! કોર્ટમાં શીઝાન ખાનનો મોટો દાવો

ટીવી અભિનેત્રી તુનિષા શર્માની મોત મામલે અભિનેતા શીઝાન ખાન જેલમાં બંધ છે. આ મામલાની તપાસ હાલ ચાલી રહી છે. આ વચ્ચે શીઝાન ખાનના વકીલે કોર્ટમાં તુનિષાને લઇને નવો દાવો કર્યો છે. શીઝાનના વકીલે સોમવારે કોર્ટમાં કહ્યુ હતુ કે, તુનિષાએ આત્મહત્યાની લગભગ 15 મિનિટ પહેલા વીડિયો કોલથી અલી નામના વ્યક્તિ સાથે વાત કરી હતી. જણાવી દઇએ કે, તુનિષા શર્માએ ટીવી શો ‘અલી બાબા: દાસ્તાન એ કાબુલ’ના સેટ પર મેકઅપ રૂમમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

તે બાદ અભિનેત્રીની માતાએ તુનિષાના એક્સ બોયફ્રેન્ડ અને તેના કો-સ્ટાર શીઝાન મોહમ્મદ ખાન પર આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી શીઝાન જેલમાં બંધ છે. ત્યાં સોમવારના રોજ શીઝાનના વકીલ શૈલેંદ્ર મિશ્રાએ જમાનતની સુનાવણી દરમિયાન વસઇ કોર્ટમાં કહ્યુ કે, શીઝાન સાથે બ્રેકઅપ બાદ તુનિષાએ ટિંડર જોઇન કર્યુ હતુ અને અલી નામના એક વ્યક્તિ સાથે તે વાત કરી રહી હતી. તુનિષા તેની સાથે ડેટ પર પણ ગઇ હતી. શીઝાનના વકીલે કોર્ટમાં કહ્યુ હતુ કે, છેલ્લી 15 મિનિટમાં તુનિષાએ વીડિયો કોલ પર અલી સાથે વાત કરી હતી.

આ માટે શીઝાન નહિ પણ અલી તુનિષાના સંપર્કમાં હતો. શીઝાનના વકીલે કહ્યુ કે, તુનિષાએ કો-ઓક્ટર પાર્થ પર વિશ્વાસ કર્યો હતો અને તેને દોરડુ બતાવ્યુ હતુ, જેની સાથે તેણે તેના જીવનને સમાપ્ત કરવાની યોજના બનાવી અને તેના મગજમાં આત્મહત્યા હતી. શીઝાનના વકીલે કોર્ટમાં કહ્યુ કે, જ્યારે શીઝાને આ વાતચીત સાંભળી તો તેણે તુનિષાના પરિવારનો સંપર્ક કર્યો અને આ વિશે જણાવ્યુ. સાથે જ શીઝાને તેમને તેની દેખરેખ રાખવા પણ કહ્યુ હતુ.

વકીલે કહ્યુ કે, બ્રેકઅપ બાદ પણ શીઝાન અને તુનિષાનો સંબંધ સૌહાર્દપૂર્ણ હતો અને તે બાદ તેઓએ શોનું સતત શુટિંગ પણ કર્યુ. શીઝાનના વકીલે આગળ કહ્યુ કે, તેના પર એક વધુ આરોપ છે કે તે તુનિષાને ઉર્દુ બોલવા માટે મજબૂર કરતો હતો. શીઝાન પોતે જ ઉર્દૂ નથી જાણતો. તે ડાયરેક્ટરની માગ અનુસાર તેની લાઇનો શીખે છે. અહીં સુધી કે તેની બહેનો પણ ઉર્દૂ નથી જાણતી. આ સાથે વકીલે આગળ કહ્યુ કે, હિજાબમાં તુનિષાની તસવીર વાયરલ થવાને કારણે શીઝાન પર ધર્માંતરણનો આરોપ પણ લાગ્યો હતો.

આ શો માટે એક પોશાક પરિવર્તનનો ભાગ હતો અને શીઝાન સાથે કોઇ તેનું લેવા દેવા નથી. શીઝાનના વકીલે કહ્યુ કે, માત્ર ધર્મને કારણે શીઝાનની ધરપકડ ન થઇ શકે, તેને લવ જેહાદનો એંગલ બનાવી દેવામાં આવ્યો. તે શીઝાન સાથે સીધા બે દિવસ પૂછપરછ કરી શકતા હતા અને હકિકત સામે આવી જતી. શીઝાનની ધરપકડ કરવાનું કોઇ કારણ નહોતુ. જો શીઝાન મુસ્લિમ ન હોતો તો તેની સાથે આવું ન થતુ.

Shah Jina