તુનીષા આત્મહત્યા કેસમાં એક મહિનાથી જેલમાં બંધ શીઝાન ખાનની બહેન ફલક નાઝ હોસ્પિટલમાં એડમિટ, બેહાલ માતાએ પૂછ્યુ- અમને કઇ વાતની સજા મળી રહી છે ?

‘અમારો ગુનો શું છે? કારણકે અમે મુસ્લિમ છીએ?’ મારો પુત્ર શીઝાન એક મહિનાથી કેદીઓની જેમ જેલમાં સજા કાપી રહ્યો છે, શીઝાનની બહેન હોસ્પિટલમાં….જાણો વિગત

તુનિષા શર્મા આત્મહત્યા કેસને એક મહિનો થઇ ગયો છે. આ મામલે અભિનેત્રીના એક્સ બોયફ્રેન્ડ અને કો-એક્ટર શીઝાન ખાન પર અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. શીઝાન એક મહિનાથી જેલમાં બંધ છે. શીઝાનના વકીલ કોર્ટ પાસે જામીનની માગ પણ કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી શીઝાનને જમાનત પર છોડવામાં આવ્યો નથી. ત્યાં હવે ખબર આવી છે કે શીઝાન ખાનની બહેન ફલક નાઝની તબિયત બગડી છે અને તેની ખરાબ તબિયતને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

અભિનેત્રીની માતાએ ઇન્સ્ટા સ્ટોરી પર પરિવારનું દર્દ વ્યક્ત કર્યુ છે. સોશિયલ મીડિયા પર શીઝાન ખાનની માતાએ એક ઇમોશનલ નોટ લખી છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી કહકશાં ફૈસીએ પરિવારની આપવીતી સંભળાવી છે. આ ઉપરાંત તેમણે હોસ્પિટલથી ફલક નાઝની બેડ પર સૂતેલી તસવીર પણ શેર કરી છે. શીઝાન ખાનની બહેન ફલક નાઝની બગડેલી તબિયતનો ઉલ્લેખ કરતા તેની માતાએ લખ્યુ કે- મને એ સમજ નથી આવી રહ્યુ કે અમારા પરિવારને કઇ વાતની સજા મળી રહી છે અને કેમ ?

શીઝાન મારો દીકરો છેલ્લા એક મહિનાથી કોઇ સબૂત વગર જેલમાં સજા કાપી રહ્યો છે. મારી બાળકી ફલક હોસ્પિટલમાં એડમિટ છે. શીઝાનનો નાનો ભાઇ જે ઓટિસ્ટિક બાળક છે તે બીમાર છે. શું એક માતાને કોઇ બીજા બાળકને માતાની જેમ પ્રેમ કરવો ગુનો છે ? એ ગેરકાનૂની છે. શું ફલકને તુનિષાને નાની બહેનની જેમ પ્રેમ કરવાનો કોઇ હક નથી ? કે પછી શીઝાન અને તુનિષાને પોતાના રિલેશનશિપને સ્પેસ આપવું કે બ્રેકઅપ કરવું ગુનો હતો. કે ગેરકાનૂની હતુ. શું અમને એ બાળકીને પ્રેમ કરવાનો હક નહોતો ? અમારો ગુનો શું છે ?

જણાવી દઇએ કે, તુનિષા શર્માએ 24 ડિસેમ્બર 2022ના રોજ અલી બાબા દાસ્તાન એ કાબુલ શોના સેટ પર મેકઅપ રૂમમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. તુનિષા ટેલિવિઝનની ઘણી ધારાવાહિક ઉપરાંત બોલિવુડ ફિલ્મોમાં પણ નજર આવી ચૂકી છે. તુનિષાની માતાએ તેની મોત માટે શીઝાનને જવાબદાર ઠેરવ્યો હતો અને તે બાદ પોલિસે તેની ધરપકડ કરી હતી.

Shah Jina