શીઝાન ખાનના જીવનમાં હતી સીક્રેટ ગર્લફ્રેન્ડ, પોલિસને મળી 250 પેજની ચેટ

હસતી ખિલખિલાતી અભિનેત્રી તુનિષા શર્મા હંમેશા માટે આ દુનિયાને અલવિદા કહી જઇ ચૂકી છે. તુનિષાએ 24 ડિસેમ્બરના રોજ ટીવી શો અલી બાબા: દાસ્તાન એ કાબુલના સેટ પર કો-સ્ટાર અને એક્સ બોયફ્રેન્ડ શીઝાન ખાનના મેકઅપ રૂમમાં ફાંસી લગાવી મોતને ગળે લગાવી હતી. તુનિષાના અંતિમ સંસ્કાર થઇ ચૂક્યા છે. લાલ જોડામાં દુલ્હનની જેમ સજેલી તુનિષાને વિદાય આપતા બધાની આંખોમાં માયૂસી અને ગમના આંસુ હતા. તુનિષા તો ચાલી ગઇ પણ તેના આત્મહત્યાની ગુથ્થી ઉલજતી જઇ રહી છે.

તુનિષા શર્માની આત્મહત્યા માટે અભિનેત્રીનો પૂર્વ બોયફ્રેન્ડ અને સહ અભિનેતા શીઝાન ખાન જવાબદાર હોવાનું માનવામાં આવે છે. તુનીષાની માતાએ શીઝાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. તુનીષાની માતાનું કહેવું છે કે શીઝાન તેની પુત્રી સાથે છેતરપિંડી કરતો હતો. શીઝાનના બીજી છોકરીઓ સાથે સંબંધો હતા. શીઝાને તુનીષા સાથે બ્રેકઅપ કરી લીધુ હતુ અને તેનાથી પરેશાન થઈને તુનીશાએ આટલું મોટું પગલું ભર્યું. તુનીષાની માતાના આરોપો બાદ પોલીસ આ મામલાની ઊંડી તપાસ કરી રહી છે અને હવે પોલીસે શીઝાનની સીક્રેટ ગર્લફ્રેન્ડની પણ પુષ્ટિ કરી છે.

મળતી માહિતી મુજબ, વાલિવ પોલીસે યુવતીની ઓળખ કરી લીધી છે, પરંતુ હજુ સુધી તેનું નિવેદન નોંધ્યું નથી. આ સાથે, શીઝાનની સિક્રેટ ગર્લફ્રેન્ડની જૂની ડિલીટ કરેલી ચેટ્સ હજુ રીટ્રીવ કરવાની બાકી છે. પોલીસે સેટ પરના શૂટનું ડીવીઆર જપ્ત કર્યું છે. પોલીસ એ સમજવાની કોશિશ કરી રહી છે કે શુટિંગ દરમિયાન બંને વચ્ચે એવી કોઇ વાત થઇ હતી કે કેમ.જે તેમના ચહેરાના હાવભાવ પરથી સમજી શકાય છે. વાલિવ પોલીસે રો ફૂટેજ પણ કબજે કર્યા છે. પોલીસ પૂછપરછમાં શીઝાનની સીક્રેટ ગર્લફ્રેન્ડનો મામલો સામે આવ્યા બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો છે.

શીઝાનની મુસીબતોમાં વધારો થતો જણાઇ રહ્યો છે. શીઝાનની સીક્રેટ ગર્લફ્રેન્ડનું નામ અને વિગતો પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી નથી, કારણ કે પોલીસનું કહેવું છે કે તે જે પણ યુવતી છે તેની તપાસ બાકી છે. શીઝાનનું નિવેદન કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યું છે. તેની વોટ્સએપ ચેટ અને રેકોર્ડિંગ વાલીવ પોલીસે કબજે કરી લીધા છે. તુનિષા સાથેની શીઝાનની ચેટમાં પોલીસને કંઈ વાંધાજનક મળ્યું ન હતું. પરંતુ હજુ સુધી પોલીસ તુનિષાનો ફોન અનલોક કરી શકી નથી. ત્યાં શીઝાને તુનિષા સાથેના બ્રેકઅપ માટે ફરીથી એક નવું કારણ આપ્યું છે.

શીઝાને એક નવા નિવેદનમાં કહ્યું છે કે તે તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો હતો, તેથી તેણે તુનિષા સાથે બ્રેકઅપ કર્યું. પોલીસ તુનીષા અને શીઝાન વચ્ચેની ચેટની તપાસ કરી રહી છે. આ ચેટ 250 થી 300 પેજની છે અને પોલીસ આ ચેટમાં બંને વચ્ચેના બ્રેકઅપનું કારણ શોધી રહી છે. આ સાથે, પોલીસ હજી પણ તે ચેટને પુનઃપ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે જે શીઝાને ડિલીટ કરી હતી. શીજાનના ફોનમાંથી તુનીશા અને તેના ઓડિયો રેકોર્ડિંગ પણ મળી આવ્યા છે.

Shah Jina