20 વર્ષની તુનિષા અને 28 વર્ષના શીજાન ખાને કેમ કર્યું બ્રેકઅપ? થયો ચોંકાવનારો ખુલાસો

ગઈકાલે રવિવારે તુનીશા શર્માની આત્મહત્યાના સમાચાર આવ્યા અને આખી ફિલ્મ તથા ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોક પ્રસરી ગયો. હવે આ કેસમાં ટીવી એક્ટર શીજાન ખાનની પોલીસે ધરપકડ કરી હતી અને તેને મુંબઈની કોર્ટમાં રજૂ કર્યો હતો, હવે એક્ટરને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

શીજાને પોલીસને આપેલા પ્રારંભિક નિવેદનમાં એવું બહાર આવ્યું છે કે બંને કલાકારો એકબીજા સાથે સંબંધમાં હતા, આ સત્ય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ૨૦ વર્ષની એક્ટ્રેસ તુનીશા અને 28 વર્ષના શીજાન બંનેનો ધર્મ અલગ હતો અને ઉંમરમાં ખુબ જ મોટો તફાવત હતો, જેના લીધે બ્રેકઅપ થયું હતું. જોકે પોલીસ આ વાત માની રહી નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, તુનીશાની માતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, 6 મહિના પહેલા શીજાન સાથેના સંબંધોને લઈને તુનીશા ખૂબ જ ખુશ હતી. તેણીએ તેને આ વાત પણ કહી હતી પરંતુ 15 દિવસ પહેલા શીજાન સાથે બ્રેકઅપ થયા બાદ તે ટેંશનમાં હતી.

હકીકતમાં ૨૦ વર્ષની એક્ટ્રેસ તુનિષાના ફેમીલીવાળા શીજાન પર એકસાથે ઘણી બધી ગર્લ્સ સાથે રિલેશન રાખવા અને દગો આપવાનો આરોપ લગાવી રહ્યાં છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અભિનેતા શીજાન તેનાથી બચવા માટે ઉંમર અને ધર્મનું બાનું કાઢી રહ્યો છે.

રવિવારે તુનિષાએ કરેલી આત્મહત્યા પછી અભિનેત્રી માતાએ તેના કો-એક્ટર શીજાન પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં તે કહે છે કે તુનીષાએ કો એક્ટર શીજાનથી કંટાળીને જ પોતાનું જીવન સમાપ્ત કર્યું. એક્ટ્રેસની માતાના કહેવા પ્રમાણે, તુનીષા શીજાનથી નારાજ હતી, જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી.

YC