તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં 70 દિવસ બાદ મળી શીઝાન ખાનને જમાનત, ઇમોશનલ થઇ બહેનો- જુઓ વીડિયો

આખરે જેલમાંથી છૂટી જ ગયો તુનિષા શર્માનો બોયફ્રેન્ડ, લાડલી બહેનોને ગળે લાગી- જુઓ વીડિયો

ટીવી અભિનેત્રી તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં આરોપી શીઝાન ખાનને આખરે જમાનત મળી ગઇ છે. 70 દિવસ જેલમાં રહ્યા બાદ શીઝાન ખાન બહાર આવી ગયો છે. પોતાના ભાઇના જેલમાંથી બહાર આવવા પર બંને બહેનો શફક નાઝ અને ફલક નાઝ તેને લેવા માટે પહોંચી હતી અને તેને જોતા જ ઇમોશનલ થઇ ગઇ હતી અને ગળે પડી રડવા લાગી હતી.

ભાઇને લેવા પહોચેલી બંને અભિનેત્રીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં જોઇ શકાય છે કે શીઝાન ખાનનો લુક બદલાયેલો લાગી રહ્યો છે. જણાવી દઇએ કે, 21 વર્ષિય તુનિષા શર્માએ 24 ડિસેમ્બર 2022ના રોજ મહારાષ્ટ્રના પાલઘરના વસઇ વિસ્તારમાં શો ‘અલી બાબા: દાસ્તાન એ કાબુલ’ના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી.

અભિનેત્રીની લાશ ડ્રેસિંગ રૂમમાં લટકતી મળી હતી. 25 ડિસેમ્બરે અભિનેત્રીની માતાએ દીકરીને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં શીઝાન ખાન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને તે બાદ પોલિસે તેને કસ્ટડીમાં લીધો હતો અને ધરપકડ કરી લીધી હતી. પહેલા ઘણીવાર શીઝાન ખાનની જામીન અરજી ખારિજ કર્યા બાદ આખરે 2 મહિના સુધી જેલમાં બંધ રહ્યા પછી કોર્ટે શીઝાન ખાનને જમાનત આપી હતી.

તેને બોમ્બે હાઇકોર્ટથી ન્યાય મળવાની ઉમ્મીદ છે. એવું કહેવામાં આવ્યુ હતુ કે, તુનિષા શીઝાન સાથે રિલેશનમાં હતી અને આત્મહત્યાના 15 દિવસ પહેલા જ તેમનો સંબંધ તૂટી ગયો હતો. એવું પણ કહેવાઇ રહ્યુ હતુ કે, બ્રેકઅપને કારણે તુનિષા તણાવમાં હતી અને કદાચ તેને કારણે જ તેને મોટુ પગલુ ભર્યુ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina