મિર્ઝાપુર શોના સુપરસ્ટાર અભિનેતા લગ્ન પછી પહોંચ્યો હનીમૂન ઉપર, પત્નીએ શેર કરી હોટ તસવીરો, જુઓ

બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી આ દિવસોમાં લગ્ન બાદ પોતાના નવા પરણિત જીવનનો આનંદ માણી રહ્યા છે. વિક્રાંત મેસી હાલમાં તેની પત્ની શીતલ ઠાકુર સાથે વેકેશન પર છે. ત્યારે આ સ્ટાર કપલની હનીમૂનની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે. હનીમૂનની આ તસવીર શીતલ ઠાકુરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

આ તસવીરમાં શીતલ તેના સુપર હોટ અંદાજમાં જોવા મળી રહી છે. શીતલે ડેનિમ સાથે તેના લુકને કેરી કર્યો છે, પરંતુ તેણે ડેનિમ જેકેટ એક જ ખભા પર કેરી કર્યુ છે. શીતલની આ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ચાહકો આ કપલના વખાણ કરતા થાકતા નથી. વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ના ‘બબલુ ભૈયા’ અભિનેતા વિક્રાંત મૈસીએ 3 એપ્રિલ 2022ના રોજ 35મો જન્મદિવસ ઉજવ્યો હતો.

આ દરમિયાન, અભિનેતાની પત્ની શીતલ ઠાકુરે પ્રેમાળ પતિને તેમના લગ્નની કેટલીક અદ્રશ્ય તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અભિનેતાએ વેલેન્ટાઈન ડેના ખાસ અવસર પર તેની ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે લગ્ન કર્યા હતા. વેલેન્ટાઈન ડે પર લગ્નની નોંધણી કરાવ્યા બાદ બંનેએ હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન પણ કર્યા હતા.

શીતલનો જન્મ 13 નવેમ્બર 1991ના રોજ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં થયો હતો. તે વ્યવસાયે એક મોડેલ અને અભિનેત્રી છે. તેના પરિવારમાં તેના માતા-પિતા, દાદી અને એક નાનો ભાઈ અને મોટી બહેન છે. શીતલે પોતાનો પ્રારંભિક અભ્યાસ ચંદીગઢની સેન્ટ ઝેવિયર્સ સેકન્ડરી સ્કૂલમાં કર્યો અને પછી તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.ટેક કર્યું.

ટીવીની દુનિયાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર વિક્રાંતે બોલિવૂડમાં પોતાની ઓળખ તો બનાવી છે, પરંતુ OTT પ્લેટફોર્મ પર પોતાના દમદાર અભિનયના જોરે તે એક એવો ચહેરો બની ગયો છે જેને લોકો ઓળખે છે. અભિનેતા વિક્રાંત ભલે ફિલ્મોમાં સુપરસ્ટાર ન બન્યો હોય પરંતુ તે ચોક્કસપણે OTTનો સુપરસ્ટાર છે. OTT પર ઘણી વેબ સિરીઝ રિલીઝ કરવામાં આવી છે, જેમાં વિક્રાંતના જોરદાર પ્રદર્શને OTT પ્રેક્ષકોમાં તેને એક અલગ ઓળખ બનાવી છે.

વેબ સિરીઝની વાત કરીએ તો વિક્રાંતે રાઈઝથી ડેબ્યુ કર્યું હતું. 2018 સિરીઝ રાઇઝમાં, તેણે IT કંપનીમાં કામ કરતા યુવાન શ્રેની ભૂમિકા ભજવી હતી. જેનું જીવન યુ ટર્ન લે છે જ્યારે તે તેની નોકરી ગુમાવે છે અને એકલ સફર પર જાય છે. જો કે વિક્રાંતની આ મીની વેબ સીરીઝ યુટ્યુબ પર રીલીઝ કરવામાં આવી હતી. વેબ સીરીઝ મિર્ઝાપુરમાં તેના પાત્રને ઘણુ પસંદ કરવામાં આવ્યુ હતુ અને આ સીરીઝથી તેણે એક અલગ જ ઓળખ મેળવી હતી.

Shah Jina