આટલો સુંદર પતિ મળ્યો ઉડાનની અભિનેત્રીને, 7 તસ્વીરોમાં જુઓ આલ્બમ
ટીવીનો જાણીતો શો ઉડાનની એક્ટ્રેસ શીતલ પાંડેએ તેના બાળપણના મિત્ર અભિષેક ભટ્ટાચાર્ય સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. શીતલે 20 નવેમ્બરના રોજ પારંપરિક રીત રિવાજ સાથે અભિષેક સાથે લગ્ન કર્યા હતા. આ કપલના લગ્નની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

સ્પોટ બોયને આપેલા એક ઇન્ટરવ્યૂમાં શીતલે તેના લગ્ન અને લવ સ્ટોરી વિષે ઘણા ખુલાસા કર્યા હતા. શીતલે ખુલાસો કર્યો હતો કે, તે તેના સ્કૂલના મિત્ર અભિષેક ભટ્ટાચાર્ય સાથે લગ્ન કરવા જઈ રહી છે. એક્ટ્રેસે જણાવ્યું હતું કે, આજના સમયને જોઈને અમે ફક્ત પરિવારજનોની હાજરીમાં જ લગ્ન કરીશું. તે એક ડોક્ટર છે તેથી તે કોઈ નિયમ તોડવા નથી માંગતા. સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પણ ધ્યાન રાખે છે.

આ સાથે મને પણ માસ્ક પહેરવાનું યાદ કરાવે છે. લગ્ન બાદ શીતલ ટીવી શો છોડવાને લઈને પણ ચર્ચામાં આવી છે. પારંપરિક લગ્ન કર્યા પહેલા બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા જેથી વિઝા ફોર્માલિટી પુરી થઇ શકે. શીતલે કહ્યું હતું કે, અમે 13 નવેમ્બરના રોજ કોર્ટ મેરેજ કરી લીધા હતા કારણકે અમારે વિઝા ફોર્માલિટી માટે મેરેજ સર્ટિફિકેટ આપવાનું હતું. જેથી અમે Leicesterમાં શિફ્ટ થઇ શકીએ.

શીતલ અને અભિષેકના લગ્ન મુંબઈની ગોરેગાંવની એક ફાઈવ સ્ટાર હોટેલમાં થયા હતા. શીતલ બંગાલી બ્રાઈડ બની હતી.

શીતલે લાલ રંગની સાડી, જવેલરી અને મુકુટ પહેર્યો હતો જે બંગાલી લગ્નમાં પારંપરિક લુક હોય છે. તેના હાથમાં મહેંદી બહુ જ સારી લાગી રહી હતી.

થોડા દિવસ પહેલા નવી જિંદગી વિષે જણાવ્યું હતું કે, હું ડાન્સ વિડીયો બનાવવા માંગુ છું અને કથકનો કોર્સ પૂરો કરવા માંગુ છું. હું મારો નવો રસ એક્સપ્લોર કરવા માંગે છે. શીતલે વધુમાં કહ્યું હતું કે, હું ઇન્ડિયામાં નહીં રહું તો ડેલી સોપમાં એક્ટિંગ નહીં કરી શકું. હું બીજા માધ્યમમાં કામ કરીશ.

આ સાથે જ ઇન્ટરવ્યૂમાં શીતલે ખુલાસો કર્યો હતો કે, અભિષેક સાથે લોકડાઉનમાં ઝુમ કોલ દ્વારા સગાઈ કરી હતી. અમે એકબીજાને સ્કૂલ ટાઈમથી જાણીએ છીએ.

અમારી આ વર્ષ સગાઈ થવાની હતી પરંતુ મારામારીનો કારણે ભારતમાં થઇ શકી ના હતી તેથી પરિવારજનોની હાજરીમાં ઝૂમ કોલ પર સગાઈ કરી લીધી હતી.

આ સાથે જ જણાવ્યું હતું કે, અમારા પ્રેમલગ્ન છે. અમે સાથે સ્કૂલ ગયા હતા અને મિત્ર બની ગયા હતા. તે એક ટોપર હતો.

જયારે આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિ ડાન્સ અને ડ્રામામાં વધુ મન લાગતું હતું. થોડા વર્ષ બાદ મને ટીવી પર જોઈ હતી અને બાદમાં ફેસબુકમાં પણ મને મેસેજ કર્યો હતો. અમારી વચ્ચે વાતચીતનો સિલસિલો શરૂ થયો હતો.