ખબર

મહારાષ્ટ્રના આ સમાજસેવીની પૌત્રીએ કરી આત્મહત્યા, 2016માં “યંગ ગ્લોબલ લીડર 2016” તરીકે થઇ હતી પસંદગી

દેશમાં છેલ્લા ઘણા સમયથી કેટલાય લોકો ડિપ્રેશન અને અલગ અલગ બાબતોના કારણે આત્મહત્યા કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે જ એક બીજા દુઃખદ સમાચાર પણ આવ્યા છે.

Image Source

મહારાષ્ટ્ર્ના સમાજસેવી અને મેગ્સાયસાય એવોર્ડ વિજેતા સ્વ.બાબા આમટે (મુરલીધર આમટે)નાં પૌત્રી એવા ડૉ. શીતલ આમટેએ સમય કરતા વહેલા મૃત્યુને વહાલું કર્યું છે. તેને ઝેરી ઇન્જેક્શન દ્વારા પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

Image Source

ડૉ. શીતલે આનંદવન આશ્રમ ખાતે આજે વહેલી સવારે આત્મહત્યા કરી લીધી હતી. તેમને તરત જ નજીકની ગ્રામ્ય હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.

Image Source

ડો શીતલ આમટેને જાન્યુઆરી 2016 માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ‘યંગ ગ્લોબલ લીડર 2016’ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. હજુ સુધી તેમની આત્મહત્યા કરવાનું કોઈ નક્કર કારણ બહાર નથી આવી રહ્યું, પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.

ડો.શીતલે આજે સવારે જ ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે ‘યુદ્ધ અને શાંતિ’ નો ઉલ્લેખ કરતા એક પેઇન્ટિંગ પણ રજૂ કર્યું હતું. આ પેઇન્ટિંગ દ્વારા તેઓ કદાચ તેમની અંદર ચાલી રહેલા યુદ્ધમાં શાંતિ મેળવવા માટે કોઈ વાત કહેવા માંગતા હતા પરંતુ તેમની આ વાત કોઈને સમજાઈ નહિ અને કોઈએ આ બાબતે કલ્પના પણ નહોતી કરી કે આ ટ્વીટ કર્યા બાદ તેઓ દુનિયામાંથી જ વિદાય લઇ લેશે !!