રોડ પર પોતાના ઘેટાં-બકરા સલામત રીતે લઇ જવા માટે આ ભાઈએ અપનાવ્યો એવો જુગાડ કે જોઈને અચ્છા અચ્છા બિઝનેસમેનો પણ દંગ રહી ગયા, જુઓ વીડિયો

ઘેટાં-બકરા ચરાવવા વાળાનો આ જુગાડ જોઈને તમે પણ કહેશો.. આ તો અદભુત કહેવાય.. વાયરલ થઇ ગયો વીડિયો, જુઓ

ભારત જુગાડ માટે જાણીતું છે. આપણા દેશમાં ઘણા લોકો એવા છે જે કોઈપણ મુશ્કેલી આવતા જ પોતાની કોઠાસૂઝ અનુસાર જુગાડ લગાવતા હોય છે, ત્યારે આવા દેશી જુગાડના ઘણા બધા વીડિયો પણ સોશિયા મીડિયામાં વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોને જોઈને આપણું દિમાગ પણ ચકરાવે ચઢી જતું હોય છે.

ત્યારે હાલ એવા જ એક જુગાડનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પોતાના ઘેટાં બકરાને રોડ પરથી લઇ જવા માટે એક અનોખો જુગાડ વાપરતો જોવા મળે છે. તેના આ જુગાડના કારણે અન્ય લોકોને પણ હાલાકી ના પડે કે ના ઘેટા બકરાને અકસ્માતનો ભોગ બનવું પડે કે ના તેમના લીધે ટ્રાફિક જામ થાય તેવી ટેકનીક અપનાવી છે.

તમે પણ જયારે વાહન લઈને રોડ પર નીકળતા હોય છે અને ભૂલે ચુકે જો રોડ પર ઘેટાં બકરા નીકળતા હોય તો કેવી મુશ્કેલી થતી હોય છે તેના વિશે તમે અજાણ નહીં હોય. ત્યારે વાયરલ થઇ રહેલા આ જુગાડુ વીડિયોમાં એક વ્યક્તિએ પોતાના ઘેટાં બકરાને લઈ જવા માટે એક પાંજરા જેવું બનાવ્યું છે. જેને તેને પોતાના વાહનની પાછળ બાંધ્યું છે.

આ પાંજરા જેવા સાધનમાં તળિયું નથી. પરંતુ આજુ બાજુ તારની બાઉન્ડ્રી જરૂર છે. જેના કારણે રોડ પરથી પસાર થતી વખતે ઘેટાં બકરા એક સીધા રસ્તે જ ચાલે છે અને કોઈ તેમાંથી બહાર નીકળી શકતું નથી. આ વાયરલ વીડિયોને બિઝનેસમેન હર્ષ ગોયંકાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પર શેર કર્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel