મનોરંજન

‘નદીયા કે પાર’ ની ‘ગુંજા’ની દીકરી છે તેનાથી પણ વધુ ખુબસુરત, પતિથી 2 મહિનામાં જ થઇ ગઈ અલગ

વર્ષ 1982માં આવેલી ફિલ્મ ‘નદીયાં કે પાર’ ભલે જુની થઇ ગઈ હોય પરંતુ તે ગુંજા આજે પણ લોકોના દિલમાં જીવિત છે. ગુંજાનો રોલ કરનારી એક્ટ્રેસનું નામ સાધના સિંહ હતું.

 

View this post on Instagram

 

A post shared by Sheena shahabadi (@sheenashahabadiofficial) on

સાધના સિંહ ઉત્તરપ્રદેશના કાનપૂરની નિવાસી હતી જેને અસલી પહેચાન તો ફિલ્મ ‘નદીયાં કે પાર’માં ગુંજાનો રોલ કરીને જ નિભાવી હતી. ફિલ્મ હિટ થયા બાદ ઘર-ઘરમાં તે મશહૂર થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Sheena shahabadi (@sheenashahabadiofficial) on

સાધના સિંહે લગભગ 20 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં ‘જુગની’અને ‘મુક્કાબાજ’ પણ શામેલ છે. સાધનાએ ફિલ્મ પ્રોડ્યુસર રાજકુમાર શાહબાદી સાથે લગ્ન કર્યા હતા. સાધનાને એક પુત્રી પણ છે, તેનું નામ શીના છે.

 

View this post on Instagram

 

A post shared by Sheena shahabadi (@sheenashahabadiofficial) on

સાધનાની પુત્રી શીના શાહબાદીએ પણ ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું પરંતુ તે પણ તેની માતાની જેમ સફળ થઇ ના હતી. શીના પણ તેની માતાની જેમ બહુજ સુંદર છે.

 

View this post on Instagram

 

A post shared by Sheena shahabadi (@sheenashahabadiofficial) on

શીના સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. શીના સોશિયલ મીડિયામાં તેની તસ્વીર શેર કરતી રહે છે. શીનાની તસ્વીર સોશિયલ મીડિયામાં આવતા જ છવાઈ જાય છે. શીનાની જિંદગીમાં એક સમય એવો આવ્યો હતો કે, તે વિવાદમાં ફસાઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Sheena shahabadi (@sheenashahabadiofficial) on

હિન્દી ફિલ્મોમાં સારી ઓફર ના મળવા પર શીનાએ સાઉથની ફિલ્મમાં હાથ અજમાવ્યો હતો. 2009માં એક્ટિંગમાં કરિયરની શરૂઆત કરનાર શીનાએ હિન્દીની સાથે-સાથે કન્નડ, તેલૂગુ અને મરાઠી ફિલ્મમાં કામ કર્યું હતું. 33 વર્ષીય શીનાએ અત્યાર સુધીએ 12 ફિલ્મમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sheena shahabadi (@sheenashahabadiofficial) on

જણાવી દઈએ કે, શીના શાહાબાદીએ ‘તેરે સંગ’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેને સગીર ગર્ભવતીની ભૂમિકા ભજવી હતી. આ સિવાય શીના જોન અબ્રાહમની ફિલ્મ ‘આઈ,મી ઔર મૈં’ માં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sheena shahabadi (@sheenashahabadiofficial) on

શીનાની ફિલ્મ ‘ તેરે સંગ’ રીલીઝ થયાના એક મહિના બાદ જ તેની અશ્લીલ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે, આ અશ્લીલ તસ્વીર તેના પૂર્વ પતિ વૈભવ ગોરે તેના મિત્રો સાથે મળીને પોસ્ટ કરી હતી.

Image Source

જણાવી દઈએ કે, શીના શાહાબાદીએ ફિલ્મમાં આવતા પહેલા જ લગ્ન કરી લીધા હતા. શીનાએ રિટાયર્ડ એસીપી અશોક ગોરના પુત્ર વૈભવ ગોર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 2 મહિના બાદ જ શીનાએ તેના પતિથી છૂટાછેડા લઇ લીધા હતા.

Image Source

શીનાની માતા સાધના સિંહની વાત કરવામાં આવે તો તો સારી એક્ટ્રેસ જ નહીં પરંતુ સારી ગાયિકા પણ હતી. તેણીએ ઘણા રિયાલિટી શોમાં ગીત ગાયા હતા. સાધનાએ સીંગીગ સિવાય ડેલી શોપમાં પણ કામ કર્યું છે. સાધનાને જેટલી સફળતા ફિલ્મોમાં મળી છે તેટલી સફળતા બીજે ક્યાંય નથી મળી.

શીના શાહાબાદી મશહૂર હિંદી ફિલ્મ ‘નદિયા કે પાર’ની અભિનેત્રી સાધના સિંહની પુત્રી છે. શીનાની હિંદી ફિલ્મ કરિયર 2009ની ફિલ્મ ‘તેરે સંગ’થી શરૂ થઈ હતી. તેમાં તેણે માહીની ભૂમિકા ભજવી હતી. એ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સફળ ન થતાં શીનાએ દક્ષિણની વાટ પકડી હતી. દક્ષિણમાં તેણે બે તેલુગુ અને એક કન્નડ ફિલ્મમાં કામ કર્યું છે. હવે શીના ફરી બોલિવૂડમાં આવી પાછી ફરી છે. 2012માં તેની કેટલીક ફિલ્મો રિલીઝ થઈ રહી છે, જેમાં કમિલ શર્માએ દિગ્દર્શિત કરેલી ફિલ્મ ‘આઈ, મી ઔર મૈં’ જુલાઈમાં રિલીઝ થવાની શક્યતા છે.

ફિલ્મ અને અભિનેત્રી ગુંજા બંનેને એટલી લોકપ્રિયતા મળી કે સાધના સિંહ ક્યાંય આવવાની છે એવી ખબર ફેલાય તો હજારો લાખો માણસો ભેગા થઈ જતા હતા.

આ ફિલ્મમાં ખૂબ જ નામના કમાયા પછી સાધના સિંહે સસુરાલ, પિયા મિલના, પાપી સંસાર, યે કૈસા ફર્જ, સુર સંગમ, તુલસી, દુર્ગા મા, ફલક, પરિવાર, ઔરત ઓર પથ્થર તથા પ્યાર કા સાવન જેવી ફિલ્મોમાં વર્ક કર્યું હતું. જો કે આમાંથી એકપણ ફિલ્મ એટલી લોકપ્રિયા નહોતી મેળવી શકી કે આજે એનું નામ લોકોને યાદ હોય. ફિલ્મો ન ચાલવાથી સાધના સિંહનો પણ જમાનો પૂરો થઈ ગયો. એ ફિલ્મનો અભિનેતા સચિન તો અનેક લોકપ્રિય ફિલ્મોમાં દેખાયો અને આજે પણ મરાઠી ફિલ્મોમાં સક્રિય છે.

સાધના સિંહે ભોજપુરી ફિલ્મોના નિર્માતા રાજકુમાર શાહાબાદી સાથે લગ્ન કરી લીધા હતા. સાધના પોતે પણ બિહારી હતી. હવે સાધના સિંહની પુત્રી શીના યુવાન થઈ ચૂકી છે અને એટલી બોલ્ડ છે કે એ ઇન્ટરનેટમાં ધૂમ મચાવી રહી છે. તેણે તેરે સંગ ફાસ્ટ ફોરવર્ડ અને આઈ મી એન્ડ હમ જેવી ફિલ્મો પણ કરી છે. સાધના સિંહથી તદ્દન વિપરીત શીના બોલ્ડ અને હોટ દ્રશ્યો આપીને જાણીતી બની રહી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.