તુનિષાની લાશને લઈને જતો જોવા મળ્યો શિજાન, CCTVમાં કેદ થઇ આખી ઘટના, ખુલી શકે છે અભિનેત્રીના મોતના મામલામાં નવું રહસ્ય, જુઓ વીડિયો

અત્યારે દેશભરમાં તુનિષાની મોતનો મામલો સતત ચર્ચામાં ચાલી રહ્યો છે. તો આ મામલાનો મુખ્ય આરોપી શિજાન ખાન પણ સતત ચર્ચામાં છે. ત્યારે હવે આ ઘટનાનો એક નવો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તુનિષાની લાશને શિજાન ખાન હોસ્પિટલમાં લઇ જતો જોવા મળી રહ્યો છે,. શિજાન ખાન પર તુનિષાને આપઘાત માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેના કારણે તે 28 ડિસેમ્બર સુધી પોલીસ રિમાન્ડમાં છે.

હાલ સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક છોકરો અને એક છોકરી તુનિષાને ખોળામાં ઊંચકી હોસ્પિટલમાં લઇ જઈ રહ્યા છે. આ વીડિયોમાં શિજાન પણ સાથે નજર આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો હોસ્પિટલના CCTVનો છે. શિજાન સાથે અન્ય કેટલાક લોકો પણ છે જેમણે તુનિષાની લાશ ઉઠાવી છે અને હોસ્પિટલની અંદર લઇ જઈ રહ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર શિજાન સેટ પરથી કેટલાક અન્ય લોકો સાથે તુનિષાની લાશને ઉઠાવીને હોસ્પિટલમાં લાવ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે આ વીડિયોને પોતાના કબજામાં કર્યો છે. આ વીડિયોને લઈને શિજાન ખાન સાથે પુછપરછ પણ કરવામાં આવશે. સામે આવેલા વીડિયોની અંદર પહેલા એક વ્યક્તિ હોસ્પિટલની અંદર ભાગતો જોવા મળે છે. જેના બાદ ગાડીમાંથી શિજાન અને કેટલાક અન્ય લોકો કારમાંથી તુનિષાની બોડીને લઈને ઉતરે છે.

વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે બધાએ મળીને તુનિષાની બોડીને પકડી છે. શિજાન પાછળ ઉતાવળો આવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તુનિષા અને શિજાન ટીવી શો “અલીબાબા: દાસ્તાન એ કાબુલ”ના કોસ્ચ્યુમમાં જોવા મળી રહ્યા છે. ડોકટરોના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં પહોંચતા પહેલા જ તુનિષાનું નિધન થઇ ગયું હતું. તમને જણાવી દઈએ કે તુનિષાના અંતિમ સંસ્કારમાં શિજાનનો પરિવાર પણ પહોંચ્યો હતો. તેની મા અને બહેન પણ આ દરમિયાન રડતા જોવા મળ્યા હતા.

Niraj Patel