દિલધડક સ્ટોરી નારી વિશે

અડધી રાતે છોકરી બસ માંથી ઉતરી, કંનડકટર-ડ્રાઈવરે પૂછયું કે કોઈ લેવા આવશે? તેને કહયું: ના અને પછી જે થયું…

અડધી રાતે છોકરી બસ માંથી ઉતરી, કંનડકટર-ડ્રાઈવરે પૂછયું કે કોઈ લેવા આવશે? તેને કહયું: ના પછી

જો કે સ્ત્રીઓ ક્યારેય સલામત રહી નથી, આજકાલ છોકરીઓ સાથે બનતા તમામ કેસો ખૂબ જ આઘાતજનક હોય છે. પછી ભલેને એ છોકરી 5 વર્ષ હોય કે 35 વર્ષની સ્ત્રી. લોકોની ગંદી આંખો તેને હંમેશાં મનમાં ડર જ પેદા કરે છે. અત્યારે 100 લોકોમાંથી માત્ર 25 લોકો મહિલાઓને માન સન્માન આપે છે અને તેનું રક્ષણ કરવાનું વિચારે છે અથવા તો આજની યુગમાં મહિલાઓ તેમના પોતાના ઘરમાં પણ સલામત નથી. આજે, #MeToo અભિયાન ચાલી રહ્યું છે ને તે સામાન્ય છે સમગ્ર દેશમાં કન્યાઓ સાથે બોલીવુડ અભિનેત્રીઓ પણ આવી જાય છે.

તેની સાથે થયેલ ખરાબ વર્તન શબ્દો.કહેવું સામાન્ય બની ગયું છે. પરંતુ મુંબઈ વેસ્ટના એક ડ્રાઈવર અને કંડકટરે વખાણવા લાયક કામ કર્યું છે. તેમના વિશે જાણ્યા પછી તમે પણ તેમને સલામ કરશો. મધરાતે બસ પર એકલી છોકરી છે, જ્યારે ડ્રાઇવરને ખબર પડી કે તે એકલી છે, તો પછી તે છોકરી સાથે તેણે શું કર્યું? તે જાણો આ અમારો આખો લેખ વાંચીને.

અડધી રાત્રે બસમાંથી ઉતરી એક છોકરી : મુંબઇમાં છોકરીઓ મોડી રાત સુધી બહાર જમીને મુક્તપણે ફરતી જોવા મળશે. નાના કપડાં પહેરી શકે છે અને મોજ મસ્તી પણ કરતી તમને જોવા મળશે. બધી જ છોકરીની ઇજ્જત એક જેવી જ હોય છે. એ ક્યારે બધા સમજાશે ? ત્યારે તો થોડાં દિવસ પહેલા જ એક મહિલાને સમજાયું કે મુંબઇ મહિલાઓ માટે સલામત શહેર છે.

આવું એવી રીતે સાબિત થયું કેમકે મુંબઈમા કામ કરતી એક છોકરી રાત્રે 1.30 વાગે વેસ્ટ બસમાં બેસીને ગોરેગાંવમાં આવેલ રોયલ પામ બસ સ્ટોપ પર ઉતરે છે. તે સ્થળ રાત હોવાથી એકદમ ઉજ્જડ હતું. આ છોકરી એકલા હતી અને થોડી નર્વસ હતી. પછી ડ્રાઈવર અને કંડકટરે તેને આમ જોઈને પુછ્યું કે તેને કોઈને લેવા આવવા માટે કહ્યું છે ? ત્યારે છોકરીએ કહ્યું, ” ના, મારે એકલા જ ઘરે જવાનું છે. ”

જ્યાં સુધી ઓટો ન મળે ત્યાં સુધી પરિસ્થિતિ સમજ્યા પછી, ડ્રાઇવર અને કન્ડક્ટર ત્યાં જ ઊભા રહે છે. જ્યાં સુધી છોકરીને ઓટો ન મળે. જેવી ઓટોરિક્ષા મળી કે એ એકલી છોકરીને ઓટોમાં બેસાડી પછી જ તેમના આગળના સ્ટોપ પર જવા માટે બસ ઉપાડી. એમનું આ કામ તારીફને કાબિલ ગણાય. જો બધા જ લોકો અજાણી બહેન દીકરીઓ માટે આવું વિચારે તો મોટાભાગના કેસ અને છેડછાડના કેસો ઓછા થઈ જાય આપોઆપ.

સોશિયલ મીડિયા પર થઈ પ્રશંસા : સામાન્ય રીતે વિચારીએ તો એ એકલી છોકરીને ત્યાં જ ઉતારી તે ત્યાંથી જઈ શકતા હતા. કારણ કે તેમની ફરજમાં એ બધુ આવતું નથી. તેમની નોકરી મુસાફરોને સ્ટોપ પર ઉતારવાની જ હોય છે.

પરંતુ માનવતા ને માટે તેમણે આ કાર્ય કર્યું. આ ઘટના પછી, એ છોકરીએ બીજા દિવસે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં એ છોકરીએ બેસ્ટ બસ નંબર 398ના ડ્રાઈવર અને કંડક્ટરની પ્રશંસા કરી હતી અને લખ્યું હતું, “1.30 વાગ્યે હું એકલી હતી. મને ઓટો મળી જાય ત્યાં સુધી તેઓ ઊભા રહ્યા. એ લોકોએ પહેલા મને પુછ્યું કે , શું તમને કોઈ લેવા આવવાનું છે ? મે ના કહી તો મને ઓટોમાં બેસાડી પછી તે આગળ ગયા. આટલા માટે જ હું મુંબઈને પ્રેમ કરું છું.”