મૃત્યુ એ જીવનની એવી કડવી હકીકત છે કે જેને કોઈ ઇચ્છવા છતાં પણ નકારી નથી શકતા. આ ધરતી પર જે જીવ આવ્યો છે, તેનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. આજે નહિ તો કાલે તેમને પણ આ દુનિયા છોળીને જવું જ પડે છે. કારણ કે જયારે જીવનો જન્મ થાય છે ત્યારે જ નક્કી થઇ ગયું હોય છે કે એનું મૃત્યુ પણ થશે જ.

આપણે જાણીએ જ છીએ કે કોઈના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર કરતા પહેલા શવયાત્રા કાઢવામાં આવતી હોય છે. શવયાત્રાના સંબંધમાં ઘણી એવી માન્યતાઓ પ્રચલિત છે. જો કોઈની શવયાત્રા જોવા મળે તો દરેકે આ 4 શુભ કામ જરૂરથી કરવા જોઈએ. મૃત્યુ ઉપરાંત પરિજનો જ્યારે અંતિમ વિદાઈ આપવા માટે જ્યારે સ્મશાન ભૂમિ લઈને જાય છે તો તેને શવયાત્રા પણ કહેવામાં આવે છે. શું તમે જાણો છો કે શવયાત્રા કે અર્થી પણ તમારી ઈચ્છાઓ પુરી કરી શકે છે. એવામાં આ 4 કામ જો તમે કરો તો…
1. જ્યારે કોઈની પણ શવયાત્રા નીકળતી હોય ત્યારે એવામાં આપણે રોકાઈ જવું જોઈએ અને પહેલા શવયાત્રાને નીકળવા દેવી જોઈએ અને જયારે પણ શવયાત્રા કે અર્થી જોવા મળે તો તેને હાથ જોડીને, માથું ઝુકાવીને પ્રણામ જરુર કરવું જોઈએ અને સાથે જ મનમાં શિવ-શિવના નામના જાપ કરવા જોઈએ.

2. જો કે વ્યક્તિ કોઈની પણ શવયાત્રામાં સામેલ થાય છે અને તેને પોતાના ખભા વડે સહારો આપે છે તો તેઓને પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ પુણ્યના અસરથી પહેલાના પાપ નષ્ટ થઇ જાતા હોય છે. આજ માન્યતાને લીધે લોકો શવયાત્રામાં સામેલ થઈને શવને પોતાના ખભા પર સહારો જરૂર આપતા હોય છે. આ સંદર્ભમાં શાસ્ત્ર કહે છે, જે આ સંસાર છોડીને જાય છે તે અભિવાદન કરનારા વ્યક્તિના તન-મન સાથે જોડાયેલા દરેક સંતાપ હરીને પોતાની સાથે લઇ જતા હોય છે.
3. જ્યારે કોઈની યાત્રા દેખાય છે તો રામ નામનું જાપ જરૂર કરવું જોઈએ. શ્રીરામચરિત માનસના આધારે રામ નામના જાપથી શિવજી ખુબ પ્રસન્ન થાય છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્મા પરમાત્મા એટલે કે શિવજીમાં જ વિલીન થઇ જાય છે, જેને લીધે શવયાત્રા જોવા પર રામ નામનો જાપ જરૂર કરવો જોઈએ, તેનાથી શિવજીની કૃપા બની રહે છે.

4. જ્યારે પણ શવયાત્રા જોવામાં આવે તો આપણે મૌન રહેવું જોઈએ. જો આપણે કાર કે બાઈક પર હોઈએ તો તે સમયે હોર્ન પણ વગાડવું ન જોઈએ. આ કામ મૃત વ્યક્તિના પ્રતિ આદર અને સન્માનની ભાવના પ્રગટ કરે છે. માનવામાં આવે છે કે શવયાત્રા જોવાથી અધૂરા કામ પુરા થઇ જવાની સંભાવના પણ બને છે, દુઃખોનો નાશ થઇ જાય છે અને સુખી જીવનનો પ્રારંભ થાય છે. અર્થીને સહારો દેવાથી યજ્ઞ સમાન પુણ્ય-લાભ થાય છે. બ્રાહ્મણની અર્થીને સહારો આપવાથી વ્યક્તિ જેટલા કદમ ચાલે છે, તેને તેટલા લાભ મળે છે. સાધારણ જળમાં ડૂબકી લગાવવાથી પવિત્ર થઇ જાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.