ફિલ્મી દુનિયા

આખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું, રિયાના ભાઈએ કબુલ્યું કે મારી બહેન માટે…

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે. ગત રાત્રે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી.આ મામલામાં એનસીબીએ અભિનેત્રી રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક અને અભિનેત્રીના સહયોગી સૈમુઅલ મિરાંડાની ધરપકડ કરી લીધી છે.  આ બનેંની ધરપકડને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલામાં એક મોટી કાર્યવાહીની રીતે જોવામાં આવી રહી છે. ધરપકડ બાદ શૌવિકે રિયા ચક્રવર્તી વિરુદ્ધ મોટા ખુલાસા કર્યા છે.

Image Source

મીડિયા રિપોર્ટ પ્રમાણે શૌવિક ચક્રવર્તીએ એનસીબીની સામે એ વાતને માની છે કે તે આ ડ્રગ્સ તેની બહેન રિયા ચક્રવર્તી માટે ખરીદતો હતો. શૌવિકન આ વાતનો સ્વીકાર કરવો આ મામલામાં એનસીબીની મોટી સફળતા છે. ત્યાં જ શૌવિકે એનસીબીને જણાવ્યું કે તે પોતાના કઝીન બાસિત પરિહાર અને જૈદના સીધા સંપર્કમાં હતો. શૌવિક અને બાસિતની મુલાકાત ફૂટબોલ ક્લ્બમાં થઇ હતી. બાસિતે શૌવિકની મુલાકાત સોહેલ સાથે કરાવી હતી. જે તેને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.

Image Source

ત્યાં જ બાસિતે પણ જણાવ્યું છે કે તે શૌવિક ચક્રવર્તીના કહેવા ઉપર ડ્રગ્સ ખરીદતો હતો. શૌવિક અને સૈમુઅલ મિરાંડાને એનસીબીના કાનૂન ધારા 20(b) 28, 29, 27(A) અંતર્ગત ધરપકડ કરી છે. ત્યાં જ સૈમુઅલ મિરાન્ડાએ પુછપરછ દરમિયાન જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદતો હતો. જૈદ દ્વારા મિરાંડા બડ્સ લેતો હતો. સૈમુઅલને જૈદનો નંબર શૌવિકે જ આપ્યો હતો.

Image Source

તો બીજી તરફ જૈદે પણ પુછપરછ દરમિયાન એ વાતનો સ્વીકાર કર્યો છે કે સુશાંતના મૃત્યુ બાદ જુલાઈ મહિનાના અંતમાં પણ તેને સૈમુઅલને ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. જૈદે એ પણ કહ્યું કે તેના માટે શૌવિકે તેને રોકડા રૂપિયા આપ્યા હતા.

Image Source

આના પહેલા શુક્રવારની સવારે એનસીબીની એક ટિમ મુંબઈ સ્થિત રિયા ચક્રવર્તીના ઘરે પહોંચી હતી. એનસીબીની ટીમે રિયા ચક્રવર્તીના ઘરની તપાસ પણ કરી. સાથે જ અભિનેત્રીના સહયોગી સૈમુઅલ મિરાંડાના ઘરે પણ એનસીબીની ટીમે તપાસ કરી અને ત્યારબાદ તેની ધરપકડ કરી હતી.

Image Source

એનસીબીના એક અધિકારીએ જણાવ્યું કે : “આ ફક્ત એક પ્રક્રિયાત્મક મામલો છે. જેનું અમે અનુસરણ કરીએ છીએ. આ પ્રતિક્રિયાને રિયા ચક્રવર્તી અને સૈમુઅલ મિરાંડાના ઘરે કરવામાં આવી રહી છે.” ત્યારબાદ સૈમુઅલની ધરપકડ કરવામાં આવી હતી. આના પહેલા ગુરુવારે આ મામલામાં ડ્રગ્સ કનેક્શનમાં ધરપકડ કરાયેલા જૈદ વિલાત્રાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એનસીબીએ કોર્ટ પાસે 10 દિવસની રિમાન્ડ માંગી છે. ત્યારબાદ કોર્ટે જૈદને 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડમાં મોકલો આપ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.