ષટતિલા એકાદશી : કરો આ 5 સરળ કામ, ધનમાં થશે વૃદ્ધિ…અટકેલા પૈસા મળશે પાછા

સનાતન ધર્મમાં ષટતિલા એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ છે. માહ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને ષટતિલા એકાદશી કહેવામાં આવે છે. વૈદિક કેલેન્ડર મુજબ, આ વર્ષે ષટતિલા એકાદશીનું વ્રત 25 જાન્યુઆરીએ રાખવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. ત્યારે, ચાલો જાણીએ કે આ દિવસે કયા ખાસ ઉપાયો કરવા જોઈએ જેથી ઘરની આર્થિક સ્થિતિ સારી રહે.

તલનું સ્નાન

માન્યતા અનુસાર, ષટતિલા એકાદશીના દિવસે નાહવાના પાણીમાં થોડા કાળા તલ ભેળવીને સ્નાન કરો. આ કર્યા પછી, દેવી લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરો. એવું કહેવાય છે કે આમ કરવાથી બ્લોક થયેલા પૈસા પાછા મળે છે.

તલની પેસ્ટ

ષટતિલા એકાદશીના દિવસે તલની પેસ્ટ લગાવવી શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. સાથોસાથ આ ઉપાય રોગોને દૂર કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે.

દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ભોગ

ષટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને તલમાંથી બનેલી વસ્તુઓ અર્પણ કરો. ત્યારબાદ આ પ્રસાદ ઘરના અન્ય સભ્યોમાં વહેંચો. આ ઉપરાંત, પૂજા દરમિયાન “ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ” મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.

પૂર્વજોને જળ સાથે તલ અર્પણ કરો

ષટતિલા એકાદશીના દિવસે, પૂર્વજોને જળ સાથે તલ ચઢાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ ઉપાય પૂર્વજોના આત્માઓને શાંતિ આપે છે. એવું કહેવાય છે કે ષટતિલા એકાદશી પર તલના આ ઉપાયથી પરિવાર ખુશ રહે છે.

તલનું દાન

એકાદશી પર દાન કરવાની પરંપરા પણ છે. ત્યારે, આ ષટતિલા એકાદશી પર તલનું દાન કરો. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે. મૃત્યુ પછી સ્વર્ગ પણ મળે છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Twinkle