પોતાના નિવેદનને કારણે ઘણીવાર ચર્ચામાં રહેનારા અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ હવે આર્યન ખાન ડગ કેસ પર વાત કરી છે. શાહરૂખ ખાનના દીકરા સાથે જોડાયેલ મામલે શત્રુઘ્ન સિન્હાએ રિએક્ટ કરતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ડરપોક જણાવી અને કહ્યુ કે, શાહરૂખ ખાનનો દીકરો હોવાને કારણે આર્યન ખાનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.
ઇટાઇમ્સ સાથે વાતચીમાં શત્રુઘ્ન સિન્હાએ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન કેસ પર પોતાની વાત રાખી. તેમણે કહ્યુ કે, અમે એ નથી કહી શકતા તે તેમનો ધર્મ છે જે રસ્તામાં આવ્યો છે. પરંતુ કેટલાક લોકો આ વિષયનો ઉપયોગ કરવા લાગ્યા છે જે બિલકુલ બરાબર નથી. જે કોઇ પણ ભારતીય છે તે ભારત માતાના દીકરા છે અને સંવિધાનના અધીન બરાબર છે. શાહરૂખ ખાન સૌથુ મોટુ કારણ છે જેના માટે તેમના દીકરાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.
શત્રુઘ્ન સિન્હાએ આગળ કહ્યુ કે, બીજા કેટલાક નામ છે જેમ કે મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચેટ પરંતુ તેમના વિશે હું કોઇ વાત નથી કરી રહ્યો, અભિનેતાએ વધુમાં એમ કહ્યુ કે, છેલ્લી વાર જયારે આવું થયુ ત્યારે દીપિકા પાદુકોણ પર ફોકસ કરવામાં આવી રહ્યુ હતુ જયારે બીજા પણ કેટલાક નામ હતે. આ વખતે આર્યન ખાાન સાથે રમી રહ્યા છે કારણ કે તે શાહરૂખ ખાનનો દીકરો છે.
આર્યન ખાનની વાત કરીએ તો, મીડિયા રીપોર્ટ અનુસાર આર્યન જેલમાં ઠીકથી ખાઇ-પી રહ્યા નથી. તેઓ બિસ્કિટ ખાઇ અને પાણી પી તેમનો ગુજારો કરી રહ્યા છે. આર્યન ખાને જેલમાં મળનાર ખાવાને હાથ પણ નથી લગાવ્યો. તેણે જેલમાં આવતા સમયે પાણીની 12 બોટલ રાખી હતી અને હવે તેમાંથી ત્રણ જ બચી છે.
શત્રુઘ્ન સિન્હાએ આ મામલે હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલ ઇન્ટરવ્યુમાં ઇન્ડસ્ટ્રીના લોકોની ચુપ્પી પર વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, જો બોલિવુડનો કોઇ વ્યક્તિ આ મામલે કંઇ કહે છે તો તે તેનું પોતાનું હશે આના પર સરકાર કંઇ કરી નહિ શકે. આ રીતના કેસમાં અમારા જેવા લોકોને ઇજા પહોંચી છે. ઘરની બહાર વિરોધ પ્રદર્શન થયુ છે. આ માટે તે કંઇ કહેવાથી બચે છે. જયારે તમે કાસ્ટિંગ કાઉચ કે ડગ કેસ પર વાત કરો છો તો તમે તે ઇન્ડસ્ટ્રીના લોકોની સંખ્યા દ્વારા તેમને જજ કરો છો.
જણાવી દઇએ કે, આર્યન ખાનને NCBએ 2 ઓક્ટોબરની રાત્રે મુંબઇથી ગોવા જઇ રહેલ ક્રૂઝમાં ડગ પાર્ટી કેસમાં પકડ્યો હતો. પૂછપરછ બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. કોર્ટમાં આર્યન ખાનની જમાનત અરજી પર સેશંસ કોર્ટમાં 14 ઓક્ટોબરના રોજ સુનાવણી થઇ અને તે બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે આર્યનની જમાનત અરજી પર 20 ઓક્ટોબરના રોજ સુનાવણી થશે.