ખુબ જ વૈભવી જીવન જીવે છે શત્રુજ્ઞ સિંહા, અમિતાભના ‘જલસા’ કરતા પણ મોંઘો છે તેનો બંગલો, જુઓ તસવીરો

અમિતાભ બચ્ચન કરતા પણ મોંઘુ છે શત્રુજ્ઞ સિંહાનું ઘર ‘રામાયના’, કરોડો નહિ પણ અરબોના સંપત્તિના મલિક છે, તસવીરોમાં જુઓ જીવે છે આવી વૈભવી લાઈફ

બોલીવુડમાં હાલ ભલે નવા અભિનેતાઓ આવી ગયા હોય, પરંતુ કેટલાક દિગ્ગજ અભિનેતાઓનો આજે પણ દબદબો છે. બોલીવુડના એવા જ એક દિગ્ગજ અભિનેતાઓમાં એક શત્રુજ્ઞ સિંહાને આજે કોઈ ઓળખની જરૂર નથી. તે પોતાના આગવા અંદાજના કારણે જગ વિખ્યાત બની ગયા છે.

શત્રુજ્ઞ સિંહાની પત્ની પૂનમ સિંહા અને તેમની દીકરી સોનાક્ષી સિંહા પણ અભિનય ક્ષેત્રમાં જોડાયેલા છે. શત્રુજ્ઞ સિંહાએ ઘણી ફિલ્મો કર્યા બાદ રાજનીતિમાં પોતાનું જોડાણ કર્યું. શત્રુજ્ઞ સિંહા ખુબ જ આલીશાન લાઈફ જીવે છે.  તેમનું મુંબઈમાં એક આલીશાન ઘર પણ છે જેનું નામ તેમને “રામયણા” રાખ્યું છે.

શત્રુજ્ઞ સિંહાનું આ આલીશાન ઘર મુંબઈના પૉશ વિસ્તાર તરીકે ઓળખાતા જુહુમાં આવેલું છે. આ ઘરને શત્રુજ્ઞ સિંહાએ લગ્નના 8 વર્ષ પછી એટલે કે 1972માં ખરીદ્યુ હતું. જયારે શત્રુજ્ઞએ આ ઘરને ખરીદ્યું ત્યારે તેની કિંમત અમિતાભ બચ્ચનના જલસાથી પણ વધારે હતી.

આ આલીશાન ઘરની અંદર શત્રુજ્ઞ તેના પરિવાર સાથે રહે છે. તેના પરિવારની અંદર બે દીકરા, એક દીકરી અને પત્ની પૂનમ સિંહા છે.

શત્રુજ્ઞ સિંહાના દીકરાઓનું નામ લવ અને કુશ છે. દીકરીનું નામ સોનાક્ષી છે. સોનાક્ષીએ મુંબઈમાં બીજું એક ઘર પણ ખરીદ્યું છે તે મોટાભાગે ત્યાં જ રહે છે.

જો શત્રુજ્ઞ સિંહાની સંપત્તિની વાત કરવામાં આવે તો તે 2 અરબની સંપત્તિનો માલિક છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને પોતાના સોગંદનામામાં શત્રુજ્ઞ સિંહાએ જણાવ્યું હતું કે તેમની પાસે 193 કરોડની જંગમ અને સ્થાવર મિલ્કત છે.

શત્રુજ્ઞ સિંહા લાંબા સમય સુધી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રહ્યા, તે અટલ બિહારી બાજપેયની સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ બન્યા. હાલમાં તે કોંગ્રેસ પાર્ટીમાં છે.

Niraj Patel