લેખકની કલમે

શતરંજ… એક પ્રેમ કથા- ખુબ સરસ પ્રેમ નિભાવ્યો એક પિતાના પ્રેમ માટે , વાંચો લેખકની કલમે

પિતાની મોતના સમાચાર સાંભળતા જ, રાધિકા બેભાન થઇ ચુકી. તેના સાસુ,સસરા અને તેના પતિ અતુલ પણ !, તેની આ દશા જોઈને ચિંતિત થવા લાગ્યા.” અતુલ બેટા !, જલ્દીથી ડોક્ટરને બોલાવ”. ” જી, પાપા “. કહીને તરત ફેમિલી ડોક્ટરને કોલ કરવામાં આવ્યો. થોડીવારમા ડોક્ટર સાહેબ ત્યાં આવી ચડ્યા.એક બોટલ ચડાવી અને ઇન્જેક્શન પણ આપ્યું. થોડીવારમાં રાધિકા હોશમાં આવી. પણ ! પોતાના પિતાની યાદ આવતા. ફરી તે ચોધાર આશુએ રડતી હતી. તેની આ લાગણીઓના પ્રવાહમાં તેની સાસુ અને પતિના આંખમાંથી પણ પાણી ટપકતું હતું. ડોક્ટર ત્યાં હાજર જ હતા. અધુરી બોટલ કાઢીને બધા અંતિમ વિધિમાં જવા નીકળી પડ્યા.

એક પલંગમાં લાશ પડી હતી. જોતા જ એવું લાગતું કે હમણાંજ રમણિકલાલ ઉભા થશે. ઉંમર પણ જાજી ન હતી. એટલે જ તો ભારે દુઃખ હતું બધાને. વળી માથું પણ કદાવર માણસ નું હતું . આખરે એક નેતા હતા. ક્યાં કોઈને ખબર હતી કે આવું અચાનક એટેક આવશે. કેટલાય લોકોની હાજરીમાં ભારે હૈયે રમણિકલાલને વિદાય આપવામાં આવી. આખરે માણસ મૃત્યુ પામે એટલે એને કાઢવાની ઉતાવળ આમે દરેક સમાજમાં થતી હોય છે. લોકોને એમ નથી થતું કે આખી જિંદગી આ માણસ જે પરિવાર માટે ઘસાઈ ચુક્યો છે એને બે ઘડી તો ધરાઈને જોવા દો.

રમણિકલાલ શતરંજનો એક્કો ઘણાતો હતો. ભલભલી ચૂંટણીમાં તે જીતી જતો. પણ !! એક રમત તેને રમેલી હતી. આશરે પાંચ વર્ષ પહેલા જ રમી હતી. એક એવી ચાલ હતી. જે ચાલ રમવાથી રમણીકલાલ પોતે તો ખુબ ખુશ હતો. એવી રમત જે પોતાના જ પરિવાર સાથે રમી ચુક્યો હતો. જે વાત તેની સાથે જ દફન થઇ ચુકી હતી. સત્યને ગમેતેમ દબાવામાં આવે પણ આખરે એક દિવસ તો સામે આવી જ ચઢે છે. કેટલીય જિંદગી સાથે રમી ચૂકેલી રમતમાં રમણિકલાલ મૃત્યુ પછી ક્યાં એ ખુશી જોવાના હતા. જોકે એ ચાલથી આજે તેમની દીકરી ખુબ ખુશ હતી. પોતાની દીકરીના સુખી જીવનને જોવા માટે જ તેમને એ રમત રમી હતી.

Image Source

એટલે તો આજ તે પોતાના પરિવાર સાથે ખુબ ખુશ હતી. કેમ કે તેના પતિએ તેને સ્વીકારી હતી. તેના પિતાએ એક દીકરીને સ્વીકારી હતી. આ ગુણ ભુલાય એમ ન હતો . રાધિકા એકવાર પોતાના પ્રેમ અલ્પેશ જોડે ભાગી ચુકી હતી. સમાજમાં તેના પિતાની ખુબ બેઈજ્જત થઈ હતી. ભાગ્ય પછી જયારે અલ્પેશ તેને છોડી દેતો હોવાથી, તે તૂટી જાય છે ત્યારે તેને એક અતુલના પતિપ્રેમ અને રમણિકલાલનો સહારો મળ્યો હતો.

પોતાના પિતાના અવસાનને હવે બે મહિના પણ થઇ ચુક્યા હતા. રાધિકા રોજ પોતાનું મન ફ્રેશ કરવા માટે બાજુના ગાર્ડનમાં જતી હતી. સુંદર નાના તળાવના કિનારે જુદાજુદા ફૂલો અને અવનવા છોડવાઓથી આ ગાર્ડન બનાવવામાં આવેલું હતું. પહેલા તો અહીં આવવા માટે પણ એન્ટર ફી હતી. પણ છેલ્લા બે વર્ષથી કોઈપણ પ્રકારની વસુલાત કરવામાં આવતી નહીં. ઘણા યુગલો અહીં આવતા અને મનગમતી જગાઓ ઉપર બેસીને પ્રેમલીલા ચાલતી. તો બીજા ભાગમાં નાના બાળકોને રમતો રમવા માટે અવનવી રાઇડ્સ હતી. તો એથી આગળના ભાગમાં વૃદ્ધ લોકો માટેની સગવડ હતી.

Image Source

રાધિકા એક દિવસ યુગલોના ભાગમાં ચાલતી ચાલતી આવી ગઈ. અહીં એક એક થી ચઢિયાતી જોડીઓ પ્રેમરસમાં મગ્ન હતી. ક્યારેક તેને પણ પોતાનો ભૂતકાળ યાદ આવ્યો. પણ !!! એ અલ્પેશ માટે તેને ખુબ જ ઘૃણા હતી. જેને પોતાને હવસનો શિકાર બનાવીને છોડી દીધી હતી. રાધિકા અને અલ્પેશના સબંધ કોલેજના પહેલા વર્ષમાં જ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. અલ્પેશ મધ્યમવર્ગનો યુવાન હતો. જ્યારે રાધિકાના ઘરે પૈસાની કમી જરાય ન હતી. એકબીજાની યાદોમાં તળવળતા આ પ્રેમી પંખીઓ કોલેજમાં અલગ તળી આવતા હતા. ઘણા લોકો કહેતા હતા કે ક્યાં પેલો કાળીયો અને ક્યાં ગોરી રાધા.

કોલેજના ગાર્ડનમાં રોજ એકબીજાના ખભા ઉપર માથું મૂકીને વાતો કરવી. ચંપો, મોગરો, અને રાતરાણીના ફૂલોના જ્યાં છોડવા હતા, ત્યાંજ બન્ને લૉનમાં સુતા અને મનભરીને વાતો કરતા. બન્નેના હદયમાં બસ એક જ ભવના હતી કે ક્યારેય કોઈને દગો કરવો નહીં. અહીં શુદ્ધ પ્રેમ બન્ને હદયમાં પથરાયેલો હતો. એકબીજાના સુખ અને દુઃખની આપલે કરવામાં આવતી હતી.રાધિકા કહેતી ” જોજે અલ્પેશ, એક દિવસ તું પણ મને ભૂલી જઈશ. લાંબા સમય પછી માણસ લાગણીઓ ભૂલી જાય છે”. તો અલ્પેશ કહેતો ” હવે રહેવા દે. ભગવાન ના કરે કે આવો દિવસ પણ આપણા જીવનમાં આવે”. ક્યારેય પવિત્ર પ્રેમની જાળવણી માટે ક્યારેક નિર્વસ્ત્ર થયેલા બન્ને દેહ. એકબીજામાં લુપ્ત થયા વગર પણ વિખુટા પડ્યા હતા.

Image Source

પોતાના પિતાની યાદ સાથે આજે અલ્પેશની યાદ તેના હ્દય ઉપર ઘા કરતી હતી. અહેશાસ થતો હતો કે રમણિકલાલ હતા તો આજે હું છું. જે પોતાના પતિ સાથે સુખમય જીવન વ્યતીત કરતી હતી. અહીં બગીચામાં આવવાથી રાધિકાના મનને શાંતિનો અહેસાસ થતો હતો. દુનિયામાં ક્યારેક એવા સ્થળ હોય છે જે જીવનમાં એવા સમયે આવતા હોય કે એ સ્થળ પણ હ્દયને ગમી જતું હોય છે. કે પછી એ સ્થળ ક્યારેય ભુલાતું નથી. આ બગીચામાં આવતા પ્રેમી યુગલો જોઈને રાધિકાને ગમતું અને પોતાની યાદો તાજી થતી. ઘણીવાર એકલી એકલી બગીચામાં લટાર માળતા તે રડી પડતી હતી. પોતાના હ્દયને પુછતી કેમ મને છોડી દીધી અલ્પેશ !!!!.

Image Source

અહીં બગીચામાં એક ઉંમર લાયક કાકા હતા. જે નાના બાળકોને રમાડતા હતા. આ કાકા રોજ બાળકોને લઈને આવતા હતા. આજે એક બાળક ખુબ રડતું હતું. એ જોઈને રાધિકા તેમની જોડે ગઈ ને બોલી ” કાકા, શું થયું છે. શું જોઈએ છે”. કાકા કહે ” બેટા, આ તો બાળક છે. હવે તોફાન તો કરે. ચોકલેટ માટે રિસાયું છે. પણ એકને આપું તો આ બીજા 10 બાળકોને આપવી પડે”.” કાકા આ બધા તમારા દીકરા – દીકરીઓ છે. આ પરિવાર તો ખુબ મોટો લાગે તમારો”. “હા, બેટા, આ બધા મારા જ પરિવારના છે. આ દીકરા દીકરીઓ લાચાર છે. તેમને માં અને બાપ નથી. અનાથાશ્રમથી આવે છે. હું મારી પત્ની અને એક મારો આ અનાથાશ્રમ સંભાળીએ અને બાળકોને પ્રેમ આપીએ. બેટા, આમતો બાળકોના લાડ પુરા કરવામાં હું હવે તૂટી ગયો શું”. રાધિકા પણ તેમના આ જવાબથી વિચારમાં પડી ગઈ. તેને કહ્યું ” હું સમજી નહીં દાદા “. ત્યાં જ એને એક એવો જવાબ મળ્યો કે જેની કલ્પના પણ એને કરી ન હતી. આજે તેને ખબર પડી કે પિતાનો પ્રેમ શું કહેવાય. દુનિયામાં ભાગ્યે જ આવા પિતા અને પુત્રના પ્રેમ જોવા મળતા હોય છે.” બેટા, આજથી બેતાલીસ વર્ષ પહેલાંની વાત છે. લગ્નના દસ વર્ષ પછી અમે અમારા જ અનાથાશ્રમ નું એક બાળક દત્તક લીધું . તેને ખુબ લાડકોડથી મોટો કળ્યો. એની બંધી ઈચ્છાઓ અમે પુરી કરતા હતા. જે દીકરા માટે અમે બન્ને ભગવાનના અવતાર હતા. એ દીકરો આજે મારા કારણે તેને લગ્ન કળ્યા નથી. એનું મને દુઃખ છે. હું અભાગીયો છું બેટા, મારા દીકરાને એક યુવતી જોડે ખુબ પ્રેમ હતો. પણ અમારી ભૂલ એક જ હતી કે અમે ગરીબ હતા. જેના કારણે લગ્ન શક્ય ન હતા. પણ મારા દીકરો એની પ્રેમિકા જોડે જ લગ્ન કરવાનો હતો. પરંતુ થયુ એવું કે હું એવામાં ખુબ બીમાર પડ્યો. અમદાવાદની સારી એવી ખાનગી હોસ્પિટલમાં મને દાખલ કરવામાં આવ્યો. રોજ ટેબલ ઉપર રૂપિયા મૂકી દેવા પડતા. પણ અહીં અમારી જોડે એટલા રુપિયા ન હતા ત્યારે. આ વાતની જાણ રમણિકલાલને થઇ . તેઓ એક રાજકારણમાં અગ્રસર હતા. તેમને મારો બધો ખર્ચ ઉપાડ્યો”.


Image Source

પોતાના પિતાની વાત આવતા. રાધિકા ખુશ થઇ ગઈ. તેને થયું કે હમણાંજ કહી દઉં કે તે મારા પિતા હતા. પણ ત્યા કાકાએ વાત ચાલુ જ રાખી. ” એ ખર્ચના બદલામાં મારા દીકરાએ તેમની દીકરી પાછી આપી. આજે પણ મારો દીકરો એની યાદમાં રહે . મારા કારણે એને આ લગ્ન કળ્યા નથી કહે હું પણ કોઈ દીકરો નહીં પણ દીકરી લઈશ દત્તક. પણ લગ્ન તો એને ના જ કળ્યા”. બસ!! આટલી વાત સાંભળતા જ રાધિકા ત્યાંથી ભાગી નીકળી. પોતાના ઘરે આવીને તે ખુબ રડી. તેને પોતાના પિતા ઉપર જે ગર્વ હતો એના બદલામાં આજે ધિક્કાર હતો. ને આજે ફરીવાળ એના હદયમાં એક પ્રેમની જ્યોત જલતી હતી. આજે અલ્પેશ તેને જીવથી પણ વહાલો હતો. તે વિચારતી કે ભૂતકાળ ક્યારેય છુપાતો નથી. વર્ષો પછી પણ બધું બહાર આવે જ છે. અલ્પેશ માટે આજે એટલો જ પ્રેમ હતો પણ સામે એના જીવનને દુઃખ પણ હતું. આજે એ પોતાના પ્રેમ માટે ખુબ તડપતી હતી. રડતી હતી.

તે મનમાં કહેતી વાહ તે ખુબ સરસ પ્રેમ નિભાવ્યો એક પિતાની જિંદગી માટે…. વાહ અલ્પેશ

લેખક: મયંક પટેલ
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks