શશી કપૂરની પોતી આલિયા કપૂર ખૂબસુરતીમાં આપે છે કરીના-કરિશ્માને ટક્કર, જુઓ ગ્લેમરસ તસવીરો

કરીના-કરિશ્મા પણ શરમાઈ જશે તેના કાકાની દીકરીને જોઈને, ફિલ્મોથી દૂર અહીં રહે છે વ્યસ્ત

બોલિવુડના સ્ટાર કિડ્સ અવાર નવાર કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહેતા હોય છે. સારા અલી ખાન, જાહ્નવી કપૂર અને અનન્યા પાંડેએ તો ફિલ્મોથી લોકોનું દિલ જીતી લીધુ છે. ત્યાં બીજીબાજુ ચાહકો શનાયા કપૂર અને સુહાના ખાન જેવા સ્ટાર કિડ્સના બોલિવુડમાં ડેબ્યુની રાહ જોઇ રહ્યા છે. પરંતુ આજે આપણે વાત કરીશુ એવા સ્ટાર કિડ વિશે જે બોલિવુડ અને ગ્લેમરની દુનિયાથી દૂર છે. (Image Credit/Instagram-aliyamayy)

બોલિવુડ સુપરસ્ટાર શશી કપૂરની પોતી આલિયા કપૂર ફિલ્મોથી દૂર છે પરંતુ તેની ખૂબસુરતી ચર્ચામાં બનેલી છે. સોશિયલ મીડિયા પર લોકોનું માનવુ છે કે, તે મામલે કરીના અને કરિશ્માથી કમ નથી. ફર્ક બસ એટલો જ છે કે, તે ગ્લેમરની દુનિયામાં નથી.

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં એકમાત્ર કપૂર પરિવાર એવો છે જેમની લગભગ 4 પેઢી ફિલ્મોમાં એક્ટિવ છે. પૂથ્વીરાજ કપૂરથી લઇને આ સિલસિલો કરીના કપૂર અને રણધીર કપૂર સુધી ચાલુ છે. જો કે, પરિવારમાં કેટલાક એવા પણ છે જેમણે ફિલ્મોમાં પગ નથી મૂક્યો. તેમાંથી જ એક છે શશી કપૂરની પોતી આલિયા કપૂર.

આલિયા કપૂર શશી કપૂરના દીકરા કરણ કપૂરની દીકરી છે. કરણ કપૂર એક જાણિતા ફોટોગ્રાફર છે. તેઓ દુનિયાના ટોપ ફોટોગ્રાફર્સમાં સામેલ છે. કરણ કપૂરે લોર્ના કપૂર સાથે લગ્ન કર્યા હતા. આલિયા તેના માતા-પિતાની જેમ જ વિદેશી લાગે છે.

આલિયા ખૂબ જ ખૂબસુરત છે અને તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે. આલિયા ફિલ્મોથી દૂર છે અને તે તેની લાઇફ તેના અંદાજમાં એન્જોય કરે છે. આલિયા તેના પેરેન્ટ્સ સાથે લંડનમાં રહે છે.

આલિયાના પિતા અને શશી કપૂરના દીકરા ફિલ્મી દુનિયા છોડી લંડનમાં રહે છે. આલિયા પણ તેના પરિવાર સાથે લંડનમાં રહે છે. તેનો એક નાનો ભાઇ છે જેનું નામ જેક છે.

લંડનમાં રહેવા છત્તાં પણ આલિયા તેના પરિવારની ઘણી ક્લોઝ છે. તેની પોતાની કઝિન કરિશ્મા અને કરીના સાથે ઘણી સારી બોન્ડિંગ છે. તૈમુરના જન્મ બાદ તે તેના પિતા સાથે કરીનાના પટૌડી પેલેસમાં થયેલા ગેટ ટુ ગેધરમાં સામેલ થઇ હતી.

Shah Jina