મનોરંજન

કરીનાએ સાસુમાં ને પૂછ્યો દીકરી અને વહુ વચ્ચેનો ફરક, અભિનેત્રીએ આપ્યો આ જોરદાર જવાબ

કરીના કપૂર ખાનના રેડિયો શો ‘વોટ વુમન વોન્ટ’માં ગેસ્ટ તરીકે તેની સાસુ શર્મિલા ટાગોર પહોંચ્યા હતા. આ શોમાં શર્મિલા ટાગોરે આપેલું એક નિવેદન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. આ શો દરમ્યાન શર્મિલા ટાગોરને કરીના કપૂરે પૂછ્યું કે વહુ અને દીકરી વચ્ચે શું ફરક હોય છે.

Image Source

આ જ સવાલનો જવાબ શર્મિલા ટાગોરે આપ્યો હતો, જે હાલ ખૂબ જ ચર્ચામાં છે. આ સવાલના જવાબમાં શર્મિલાએ જણાવ્યું કે ‘દીકરી એ હોય છે કે જેની સાથે તમે પણ મોટા થઇ રહયા હોવ છો, તેમની સાથે કઈ વસ્તુઓને લઈને કેવી રીતે ડીલ કરવી અને એમના વિશે લગભગ વસ્તુઓ તમને ખબર હોય છે. પરંતુ વહુની વાત કરવામાં આવે તો એ તમે વહુને ત્યારે મળો છો જયારે એ એડલ્ટ થઇ ચુકી હોય છે.

Image Source

તમને ખબર નથી હોતી કે તેમનો સ્વભાવ કેવો છે, તો તમને પણ એની સાથે હળવા-મળવામાં સમય લાગે છે. વહુ લગ્ન કરીને તમારા ઘરે આવે છે, તો એ તમારી જવાબદારી હોય છે કે તમે એને કમ્ફર્ટેબલ ફીલ કરાવો. સાથે જ તેમના સંબંધો વચ્ચે વધુ ન આવો. વહુ અને દીકરાના સંબંધને સારો થવાની તક આપો. તેમના વચ્ચે વધુ ન આવો.’

Image Source

જણાવી દઈએ કે તાજેતરમાં જ શર્મિલા ટાગોરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમ્યાન તેને ગુડગાંવ અને પછી જયપુરમાં પરિવાર સાથે સમય પસાર કર્યો હતો.

Image Source

શર્મિલા ટાગોર 60-70ના દાયકાની એક હિટ અભિનેત્રી રહી ચુકી છે. તેમને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂકેલા મન્સુર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા, એ માટે તેમને ઇસ્લામ ધર્મ પણ સ્વીકાર્યો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.