મનોરંજન

પપ્પાના અભિનેત્રી સાથે હોટ સીન જોઈને 10 વર્ષની દીકરીએ પૂછ્યા હતા એવા સવાલ કે શરમથી પાણી પાણી થઇ ગયો હીરો

પપ્પાના ન જોવાય એવા બોલ્ડ સીન પર દીકરીએ પૂછ્યા જબરા સવાલ, જાણો પછી શું થયું

બોલીવુડના હેન્ડસમ અને ડેશિંગ અભિનેતા શરમન જોષીએ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. મોટાભાગે તે સપોર્ટિંગ રોલમાં જોવામાં આવ્યા છે. જણાવી દઈએ કે શરમન જોષી બોલીવુડના દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપરાના જમાઈ છે.

 

View this post on Instagram

 

Nothing is better than an evening walk with the love of your life beside. #goa #beach #sunset #eveningwalks

A post shared by Sharman Joshi (@sharmanjoshi) on

શરમન જોષીએ વર્ષ 2000માં 15 જૂનના રોજ પ્રેમ ચોપરાની દીકરી પ્રેરણા ચોપરા સાથે લગ્ન કર્યા હતા, બંન્નેએ એક વર્ષ એકબીજા સાથે ડેટ કરી હતી. 28 એપ્રિલ 1979 ના રોજ જન્મેલા શરમન જોષી 40 વર્ષના થઇ ચુક્યા છે.

Image Source

શરમન જોષીએ પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1999 માં આવેલી ફિલ્મ ‘ગોડફાધર’ દ્વારા કરી હતી. જો કે શરમને ખુબ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે પણ દરેકમાં દમદાર રોલ નિભાવ્યા છે. શરમન કોમેડી કિરદારથી લઈને રોમેન્ટિક કિરદાર પણ નિભાવી ચુક્યા છે.

Image Source

શરમને વર્ષ 2015 માં આવેલી ફિલ્મ ‘હેટ સ્ટોરી-3’ માં રોમેન્ટિક અને બોલ્ડ સીન્સ કરીને દરેકને ચોંકાવી દીધા હતા. ફિલ્મમાં તે અભિનેત્રી ઝરીન ખાન સાથે રોમાન્સ કરતા જોવામાં આવ્યા હતા. ફિલ્મમાં બંન્ને વચ્ચે ઘણા બોલ્ડ સીન્સ પણ દેખાડવામાં આવ્યા હતા.

Image Source

શરમને જ્યારે પોતાની 10 વર્ષની દીકરી ‘ખયાના જોષી’ને આ ફિલ્મનું ટ્રેલર દેખાડ્યું તો તે હેરાન જ રહી ગઈ, આ બાબતનો ખુલાસો શરમન પણ એક ઇન્ટરવ્યૂમાં કરી ચુક્યા છે. ફિલ્મને લઈને જ્યારે તેની દીકરીએ પિતા શરમનને સવાલ કર્યા તો તે શરમથી પાણી પાણી જ થઇ ગયા હતા અને એકપણ જવાબ આપી શક્યા ન હતા.

Image Source

શરમનની દીકરીને ટ્રેલર બિલકુલ પણ પસંદ આવ્યું ન હતું, અને પિતાને સવાલ કર્યો કે તમે ફિલ્મમાં આવા ગંદા અને ખરાબ સીન શા માટે કરી રહયા છો? આ સવાલ પર શરમન પાસે એક પણ જવાબ ન હતો. તેની દીકરી આ ફિલ્મના સીનને લઈને એટલી નારાજ થઇ ગઈ કે પિતાને ફિલ્મોમાં કામ કરવાની જ ના પાડી દીધી હતી.

Image Source

જો કે ખુબ મુશ્કિલથી ખયાનાને સમજાવવામાં આવી કે શરમન એક ફિલ્મ કલાકાર છે અને જે કામ નિર્દેશક કરવા માટેનું કહે છે તેવું દરેક અભિનેતાઓને કરવું પડતું હોય છે. ફિલ્મમાં ઘણા અશ્લીલ સીન્સ ઝરીન ખાન સાથે શરમને કર્યા હતા, જો કે ફિલ્મમાં બંન્ને પતિ-પત્નીના કિરદારમાં હતા.

Image Source

ફિલ્મમાં તેના સિવાય કરન સિંહ ગ્રોવર, ડેજી શાહ, ગુરમીત ચૌધરી પણ ખાસ કિરદારમાં હતા. હેટ સ્ટોરી-3 ફિલ્મ ખુબ ચર્ચામાં પણ રહી હતી. શરમનના બે દીકરાઓ પણ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.