ધાર્મિક-દુનિયા

શરીરમાંથી નીકળ્યાં બાદ સૌથી પહેલા આત્મા જાય છે અહીં, ને પછી થતો હોય છે બધો નિર્ણય

વિશ્વમાં દરેક વ્યક્તિના મનમાં ક્યારેકને ક્યારેક આ પ્રશ્ન અવશ્ય આવે છે કે આખરે શું છે જીવન અને મૃત્યુનું રહસ્ય? આખરે આ મૃત્યુ શું હોય છે? શું થાય છે મૃત્યુ બાદ? મૃત્યુ બાદ આત્મા ક્યાં જાય છે? જયારે પણ આવા સવાલો મનમાં આવે કે કોઈની અંતિમયાત્રા જોઈએ ત્યારે રોમાંચિત થઇ જવાય છે.

Image Source

મૃત્યુ અને મૃત્યુ બાદ આત્માનું શું થાય છે એ વિશે સવાલો તો હંમેશાથી પૂછવામાં આવે છે, પરંતુ જવાબ તો કદાચ જ મળ્યો હશે. આજે પણ મૃત્યુના રહસ્યનું સમાધાન નથી થઇ શક્યું. આજે પણ આ રહસ્ય અકબંધ છે. વિજ્ઞાને પણ વિશ્વની તમામ વાતો પર ખૂબ જ તાર્કિક રીતે અને વૈજ્ઞાનિક ઢંગથી સમજાવ્યું છે પણ જીવન અને મૃત્યુ પર આવીને તો તેઓ પણ અટકી જાય છે. વિજ્ઞાન કહે છે કે જે રીતે વિશ્વની તમામ વસ્તુઓનો નાશ થાય છે અને એ જ રીતે મનુષ્યના શરીર સાથે પણ થાય છે.

Image Source

મૃત્યુના વિષય પર વિશ્વભરમાં અલગ-અલગ પ્રકારની વાતો અને માન્યતાઓ પ્રચલિત છે. આ દુનિયામાં જન્મ લીધેલા દરેક સજીવે એકને એક દિવસે તો આ ધરતી છોડીને જવું જ પડે છે. આ દુનિયામાં કોઈ અજય અમર નથી. જે પણ આવે છે, જેનો પણ જન્મ આ દુનિયામાં થાય છે, એને નક્કી કરેલ સમય પછી તો આ દુનિયા છોડવી જ પડે છે. કોઈ એવું નથી આ દુનિયામાં કે જે અમર હોય. આ વાત તો બધા જ જાણે છે પણ વ્યક્તિનું મૃત્યુ થાય પછી તેની આત્માનું શું થતું હશે એના વિશે ઘણા બધા મત છે. કેટલાક લોકો તેનો પુનર્જન્મ થાય છે એવું માને છે તો કેટલાક એવું પણ માને છે કે આવું કશું ક્યારેય થતું નથી, આવી બધી વાહિયાત વાતો છે, આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી હોતી.

Image Source

જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં નહી, પણ આ સંસારના તમામ ધર્મોમાં આત્માનો ઉલ્લેખ થયો છે. તેના પુનર્જન્મની વાતો પણ કરવામાં આવી છે. એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો એના પાછલા જન્મના કર્મો પરથી તેનો પુનર્જન્મ થાય છે. જે લોકોએ કર્મો સારા કર્યા હશે તેમણે ક્યારેય બીજો જન્મ નહી લેવો પડે. તેમજ ખરાબ કર્મોવાળી આત્માનો મનુષ્ય યોની અથવા તો પશુ પક્ષીની યોનિમાં જન્મ લેવો પડે છે. પરંતુ દરેક વ્યક્તિના મૃત્યુ અને નવા જન્મ વચ્ચે ચોક્કસ સમયગાળો હોય છે. તો આ સમય દરમ્યાન આત્મા ક્યાં જતી હશે? એ જાણવું જરૂરી છે. પરંતુ વિજ્ઞાન પણ આ પ્રશ્નોનો જવાબ આપી શક્યું નથી.

Image Source

પરંતુ કેટલાય ધર્મગ્રંથોમાં કેટલાય પ્રકારની વાતો લખાઈ ચૂકી છે. હિન્દુ ધર્મના પ્રસિદ્ધ ગ્રંથ ગરુડપુરાણમાં આ બાબતનો ઉલ્લેખ વિસ્તાર પૂર્વક કરવામાં આવ્યો છે. એ ઉપરાંત જો કોઈ વ્યક્તિને મારી નાખવામાં આવે છે તો તેની આત્માને પરલોક લઈ જવા માટે યમદૂત ખુદ આવે છે. જે લોકોના કર્મો સારા હશે એ લોકોની આત્મા શરીરમાંથી જલ્દી નીકળી શકે છે. જે લોકોના ખરાબ કર્મો હશે તેની આત્માને ખેંચીને લઈ જવામાં આવે છે. યમદૂત આત્માને લઈને યમરાજા પાસે પહોંચે છે.

Image Source

મળતી જાણકારી મુજબ, યમલોકમાં આત્માને 24 કલાક માટે રાખવામાં આવે છે. એ દરમ્યાન એ વ્યક્તિની આત્માને તેના કર્મોનું સારું અને ખરાબ પરિણામ બતાવવામાં આવે છે. પછી પાછો 13 દિવસ માટે એ આત્માને પૃથ્વી પર છોડી મૂકવામાં આવે છે. જ્યાં સુધી તેની અંતિમ વિધી બધી પૂરી ન થાય ત્યાં સુધી આત્મા પૃથ્વી પર જ રહે છે. ત્યારબાદ યમદુત એ આત્માને યમલોક લઈ જાય છે. ત્યારબાદ એ આત્માના માર્ગમાં કોઈ જ તકલીફ નથી નડતી. પરંતુ ખરાબ કર્મોવાળી આત્માઓને નરકમાં લઈ જવામાં આવે છે. જ્યાં આત્માને ભયાનક યાતનાઓ સહન કરવી પડે છે.

Image Source

લગભગ એક વર્ષ પછી એ આત્મા યમલોક પહોંચે છે. આ એક વર્ષ દરમ્યાન આત્માને ભયાનક પીડા વેઠવી પડે છે. ત્યારબાદ એક વર્ષ પછી યમલોકમાં યમરાજ આત્માના કર્મો મુજબ નક્કી કરે છે કે આત્મા બીજું શરીર ક્યારે ધારણ કરશે. જો સારો આત્મા હશે તો એને વિમાનમાં બેસાડીને વિષ્ણુલોકમાં લઈ જવામાં આવશે. જે આત્માને વિષ્ણુલોકમાં રહેવાની અનુમતિ મળી જાય છે એ આત્માને ફરી ક્યારેય બીજો જન્મ લેવો નથી પડતો. એટલે કે એ આત્માને મોક્ષ મળી જાય છે. ગરુડપુરાણમાં એ પણ કહ્યું છે કે શરીરમાંથી આત્મા એક વાર નીકળી જાય એટલે તે અંગૂઠા જેવો આકાર લઈ લેતી હોય છે.

Image Source

જો કે આત્મા વિશે આવી બીજી ઘણી વાતો છે કે જેનો સાચો જવાબ ન વિજ્ઞાન પાસે છે કે ન તો વિજ્ઞાન મૃત્યુ સાથે જોડાયેલા રહસ્યોના જવાબ મેળવી શક્યું છે. ઘણી બાબતે વિજ્ઞાન પાસે કોઈ જ જવાબ નથી. આ સવાલ અનંત કાળથી પૂછવામાં આવી રહ્યો છે કે જીવન ક્યાંથી આવ્યું અને મૃત્યુ ક્યાં લઈને જાય છે? બની શકે એ આ સવાલોનો જવાબ ક્યારેય ન પણ મળે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.