રોકાણકારો થઇ ગયા માલામાલ: 181 લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચી- જાણો સમગ્ર વિગત
હાલ કોરોનાને કહેર ચાલી રહ્યો છે.તો કોરોનાની અસર અર્થતંત્ર પર પડી છે. આ વચ્ચે સેન્સેક્સ સતત ઉછળી રહ્યો છે. વિદેશીરોકાણકારોને પાછળ રાખીને ભારતીય શેરબજારમાં વિક્રમી તેજી જોવા મળી રહી છે. રોકાણ કારોની સંપત્તિ વધીને રૂ. 181.61 લાખ કરોડની ટોચે પહોંચી ગઈ છે.

કોરોનાની મહામારી વચ્ચે વિદેશી રોકાણકારો ભારતીયબજારમાં બવું નવું ભંડોળ ઠાલવી રહ્યા છે. નવા અઠવાડીયાના બીજા દિવસે એટલે કે મંગળવારે ભારતીય શેરબજારમાં 2910 કરોડની ખરીડી કરવામાં આવી હતી. મંગળવારના દિવસે 181.54 પોઇન્ટ વધીને 45608.51 ની નવી ઐતિહાસિક સપાટીએ બંધ રહ્યો હતો.

બુધવારના સવારે સેન્સેક્સ 254.48 પોઇન્ટ (0.56 ટકા) ઉછળીને 45862.99 ના સ્તર પર છે. નિફ્ટીએ 74.60 પોઇન્ટ (0.56 ટકા) ની મજબૂતી સાથે 13467.60 ના સ્તર પર પ્રારંભ કર્યો. કોવિડ -19 રસીથી સંબંધિત હકારાત્મક સમાચાર અને બીજા ઉત્તેજના પેકેજથી યુ.એસ. માં થયેલા વિકાસથી શેર બજારોને અસર થઈ હતી.