ભારતીય ક્રિકેટ ટીમના આ ફાસ્ટ બોલરે કરી તેની ગર્લફ્રેન્ડ સાથે સગાઇ, જલ્દી જ કરશે લગ્ન

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ઘણા ટીવી અને બોલિવુડ સ્ટાર્સ સાથે ભારતના ક્રિકેટર પણ લગ્નના બંધનમાં બંધાઇ રહ્યા છે, ત્યારે હાલમાં વધુ એક ક્રિકેટરના પ્રેમમાં ક્લિન બોલ્ડ થયાના સમાચાર છે. ભારતના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે સગાઈ કરી લીધી છે. મુંબઈથી આવીને આ ખેલાડીએ તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે 29 નવેમ્બરે સગાઈ કરી. આ કાર્યક્રમ મુંબઈમાં પરિવારના સભ્યોની હાજરીમાં થયો હતો. બંનેની સગાઈના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

આ કાર્યક્રમ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં યોજાયો હતો. આ દરમિયાન નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. તે સ્પષ્ટ નથી કે ભારતીય ક્રિકેટરોમાંથી કોઈ જોડાયો છે કે નહીં. એવા સમાચાર છે કે શાર્દુલ ઠાકુર આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ બાદ લગ્ન કરી શકે છે. સમારોહ દરમિયાન લગભગ 75 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં પરિવારના સભ્યો અને મિત્રો બંને હાજર હતા. કહેવામાં આવી રહ્યું છે કે સગાઈના લગભગ એક વર્ષ બાદ શાર્દુલ ઠાકુર અને મિતાલી પરોલકર લગ્ન કરશે.

મીડિયા રીપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયામાં આયોજિત થનારા T20 વર્લ્ડ કપ પછી બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. સગાઈ સમારોહમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા, ભારતીય ક્રિકેટ ચાહકોએ શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકરની સગાઈને લઈને સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. ટ્વિટર પર લોકોએ આ કપલને શાનદાર રીતે અભિનંદન પાઠવ્યા છે.

શાર્દુલ ભારત માટે અત્યાર સુધીમાં ચાર ટેસ્ટ, 15 વનડે અને 24 ટી-20 રમી ચૂક્યો છે. આ દરમિયાન શાર્દુલે ટેસ્ટમાં 14, વન-ડેમાં 22 અને T20 આંતરરાષ્ટ્રીયમાં 31 વિકેટ ઝડપી છે. આ સિવાય ઠાકુરે પણ આઈપીએલમાં 61 મેચ રમી છે અને 27.86ની એવરેજ અને 18.81ની સ્ટ્રાઈક રેટથી 67 વિકેટ લીધી છે.

ત્રીસ વર્ષીય શાર્દુલ છેલ્લે ટી-20 વર્લ્ડ કપ 2021માં ભારત તરફથી રમતા જોવા મળ્યો હતો. તે ટૂર્નામેન્ટમાં તેને બે મેચ રમવાની તક મળી હતી, પરંતુ તે એક પણ વિકેટ લઈ શક્યો નહોતો.

હાલમાં ઠાકુરને ન્યુઝીલેન્ડ સામેની ટી20 અને ટેસ્ટ સીરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. અન્ય ખેલાડીઓથી વિપરીત, શાર્દુલ વહેલી તકે દક્ષિણ આફ્રિકા જવા માટે રવાના થઈ શકે છે કારણ કે તેને 6 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકા A સામે શરૂ થનારી ત્રીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચ માટે ભારત-A ટીમમાં જોડાવાનું છે.

Shah Jina