બીચ કિનારે નાઇટી પહેરી ઝૂમી કુંડલી ભાગ્યની પ્રીતા, પતિએ કેમેરામાં કેદ કરી લીધો શ્રદ્ધાનો આ અંદાજ

સંસ્કારી હિરોઈન માલદીવમાં મનાવી રહી છે હનીમુન, બિકીની અને ચૂડામાં જોઇ લોકો પૂછી રહ્યા છે આ શું કરી રહી છે ?

કુંડલી ભાગ્યની પ્રીતા ઉર્ફે શ્રદ્ધા આર્યા હનીમૂન માટે માલદીવ પહોંચી હતી. 16 નવેમ્બરે લગ્ન પછી તે વ્યસ્ત હતી અને હવે કામમાંથી થોડો સમય મળ્યા બાદ તે પતિ રાહુલ નાગલ સાથે સમય પસાર કરવા માટે લગ્નના એક મહિના પછી હનીમુન માટે માલદીવ પહોંચી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની ગોર્જિયસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. શ્રદ્ધા માલદીવ ગયા પછી પણ તેના ચાહકો માટે રોજ બોલ્ડ તસવીરો શેર કરી રહી છે.

હાલમાં જ તેણે શોર્ટ બ્લેક ડ્રેસમાં ફોટા પોસ્ટ કર્યા હતા અને હવે તે વ્હાઇટ બિકીમાં ચાહકોને દિવાના બનાવી રહી છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિડિયો શેર કર્યો છે, જેમાં તે પૂલ પાસે ચાલતી વખતે ડાન્સ કરી રહી છે. બિકી અને લાલ ચૂડામાં શ્રદ્ધા ઘણી જ ગોર્જિયસ લાગી રહી છે, આ સાથે તેણે કેપ પણ રાખી છે. તે તેની કિલર સ્ટાઇલથી ચાહકોને ઘાયલ કરી રહી છે.

શ્રદ્ધા તેની બોડીને ફ્લોન્ટ કરવાથી ક્યારેય ડરતી નથી. બિકી પહેરીને પૂલની સામે તેના પર્ફોર્મન્સે લાખો લોકોના દિલ જીતી લીધા છે. ચાહકો કમેન્ટમાં તેની સતત પ્રશંસા કરી રહ્યા છે. એકે તેને હોટ કહી, જ્યારે બીજાએ મજાકમાં લખ્યું, ‘દીકરી, તું શું કરી રહી છે પ્રીતા.’ ત્યાં, એક બીજાએ લખ્યુ, ‘આટલી ઠંડી છે, રાજકુમારી, તને ઠંડી નથી લાગતી.’ અભિનેત્રીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો પણ શેર કર્યો છે.

આ વીડિયોમાં તે બ્લુ નાઇટી પહેરેલી જોવા મળી રહી છે. તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આ સિવાય તેણે ફેન્સ અને મિત્રો સાથે તેની રોમેન્ટિક ડેટની તસવીરો પણ શેર કરી છે. શ્રદ્ધા આર્યા માલદીવમાં પતિ રાહુલ નાગલ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. લગ્ન બાદ આ કપલનું પ્રથમ વેકેશન છે.

 

View this post on Instagram

 

A post shared by Sᴀɴᴀᴍ ✨ (@sarya.darling)

લગ્નના થોડા દિવસો પછી, જ્યાં શ્રદ્ધા શૂટિંગ પર પાછી આવી હતી અને રાહુલ પણ તેની ડ્યુટી પર પાછો ગયો હતો. આવી સ્થિતિમાં કપલ હનીમૂન પર જઈ શક્યું નહીં. હવે સમય મળતાં જ શ્રદ્ધા આર્ય તેના પતિ સાથે રાહુલ સાથે હનીમૂન પર ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

શ્રદ્ધાની તસવીરો અને વીડિયોમાં તેનો હોટ બેબ અવતાર જોવા મળ્યો હતો. શ્રદ્ધા આર્યા છેલ્લા એક વર્ષથી રાહુલ નાગલને ડેટ કરી રહી હતી. પરંતુ, તેણે પોતાના સંબંધોને ખાનગી રાખ્યા હતા. ડેટિંગના 1 વર્ષ પછી, 16 નવેમ્બર 2021ના રોજ, શ્રદ્ધા આર્યએ દિલ્હીમાં રાહુલ નાગલ સાથે સાત ફેરા લીધા.

 

View this post on Instagram

 

A post shared by DheeShra Fandom (@thedheeshrafandom)

Shah Jina