જ્યોતિષ શાસ્ત્ર

શરદ પૂર્ણિમાની રાત્રે કરો આ 5 કામ, થઈ જશો રાતો રાત માલામાલ

શરદ પૂર્ણિમાની આવી રહી છે. આ પૂર્ણિમા શાસ્ત્રી પ્રમાણે ખુબ જ ખાસ માનવામાં આવે છે. શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર પણ પોતાની સોળે કળાએ ખીલેલો હોય છે ત્યારે આ રાત્રે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેનો પણ એક સારો યોગ બની રહ્યો છે, શરદ પૂર્ણિમાના દિવસે તમે આ પાંચ કામ કરશો તો તમને માલામાલ થતાં કોઈ નહિ રોકી શકે.

Image Source

1. સફેદ ફૂલ જેવા કે સફેદ ગુલાબ, ચંપા, ચમેલી, ચાંદની કુમિદીની, સફેદ મોતી, સફેદ ફળ, સફેદ ચમકવાળા વસ્ત્રો, સફેદ અનાજ જેવા કે ચોખા, સફેદ મીઠાઈ જેમ કે ખીર વગેરે સફેદ વસ્તુઓ ચંદ્રમા અને ભગવાન શ્રી કૃષ્ણે અર્પણ કરો.

2. લક્ષ્મી માતાજીને પીળી અને લાલ રંગની સામગ્રી ચઢાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થશે.

Image Source

3. મોરના પીંછાને વાંસળીની અંદર બાંધી પૂજા કરવાથી પણ ધનલાભ થશે.

4. ચોખ્ખા ઘીનો દીવો કરવો અને આ દિવામાં ચાર દિવેટ રાખવી જેના કારણે પણ ધનલાભ થવો સંભવ છે.

Image Source

5. ઘરના પાણીયારામાં માતાજીનો વાસ હોવાના કારણે ત્યાં સાથિયો બનાવવો.

આ પાંચ કામ કરવા સિવાય બે મંત્રોના જાપ કરવા પણ આવશ્યક છે.

Image Source

ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः
ભાગવત પુરાણમાં કહ્યા અનુસાર જો તમે પોતાના ભાગ્ય અને સૌભાગ્યને બદલવા માંગતા હોય તો શરદ પૂર્ણિમાના દિવસે આ મંત્રનો જાપ કરો. ચાંદીના પાત્રમાં દૂધ અને માખણ ભેળવી આખી રાત મંત્રનો જાપ કર્યા કરવાથી ભાગ્યમાં પલટો આવી શકે છે.

Image Source

“पुत्र पौत्रं धनं धान्यं हस्त्यश्वादिगवेरथम् प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मे।”
આ મંત્રનો જાપ કરવાથી પણ સૌભાગ્ય અને આશીર્વાદ મેળવી શકો છો.

કહેવાય છે કે આ રાત્રે માતા લક્ષ્મી સ્વર્ગ લોકથી પૃથ્વી પર આવે છે અને આ રાતે મહાલક્ષ્મીને જે પણ વ્યક્તિ રાતે જાગતા નજરે પડે છે સાથે સાથે જે વ્યક્તિ તેમની પૂજામાં માંથી ધ્યાન કરે છે તેમના પર દેવી લક્ષ્મીની કૃપા થાય છે.માતા લક્ષ્મીજીને સોપારી ખૂબ પસંદ છે.એટલે તમારે સોપોરીને તેમની પૂજામાં રાખવી જોઇએ.

Image Source

પૂજા પછી સોપારી પર લાલ નાડાછડી લપેટીને તેની પર ચોખા, કંકુ, ફુલથી પૂદા કર્યા બાદ તિજોરીમાં રાખી લેવાથી ધનમાં ક્યારેય ઘટાડો થતો નથી. આ રાત્રે દેવો કે દેવ મહાદેવને પણ ખીરનો ભોગ કરવો જોઇએ. તેની સાથે ખીરને પૂનમની રાતે છત કે ધાબા પર મૂક્યા બાદ તે પ્રસાદ બાંટી દેવો જોઇએ અને પોતેએ પણ પ્રસાદ લેવો જોઇએ. આવું કરવાથી ક્યારેય ધનમાં ઘટાડો થતો નથી.