જ્યોતિષ શાસ્ત્ર

શરદ પૂનમની રાત્રે કરી દો છુપાઈને આ કામ, લક્ષ્મી માતાજીની કૃપાથી થઈ જશો માલામાલ

શરદ પૂર્ણિમાની રાત્રીને ઋષિમુનિઓ એની બ્રામ્હણો શુભ માને છે, ક્હેવામાં આવે છે કે આ દિવસે કેટલીક ખાસ પૂજા વિધિ કરવામાં આવે તો મા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે, નિર્ધન વ્યક્તિ પણ ધનવાન બને છે.

Image Source

13 તારીખના રોજ શરદ પૂર્ણિમા ઉજવામાં આવશે આ દિવસ રાત્રે કેટલાક ખાસ ઉપાયો કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે, તેમની કૃપા વરસાવે છે અને ધનવાન બનાવે છે. પરંતુ એના માટે પણ આપણે રાત્રે આ વસ્તુ કરવી પડશે.

Image Source

જો તમે પણ ધનવાન બનવા માંગતા હોય શરદ પૂર્ણિમાની રાત્રે મોતી શંખ ઉપર એક સાથિયો બનાવી, 108 ચોખાના દાણા લઈને “ૐ હ્રીં ઓમ મહાલક્ષ્મયે નમઃ” મંત્રનો જાપ કરો. એક એક ચોખાનો દાણો લઈને આ મંત્ર બોલવાનો રહેશ. આ ઉપાય તમે રાત્રીના 9:30 થી લઈને રાત્રે 12:30 સુધી કરી શકશો.

Image Source

આ સિવાય શરદ પૂર્ણિમાની રાત્રે તમે ઘરમાં અખંડ જ્યોત પ્રજ્વલિત કરો. પુરાણોમાં કહેવાયું છે કે મા લક્ષ્મી ચંદ્ર લોકમાં દીપ સ્વરૂપે બિરાજમાન છે અને ઘરમાં અજવાળું હોવાના કારણે મા લક્ષ્મી તમારા ઘરે આવે છે. અખંડ દીવાના કારણે માતાજી પ્રસન્ન થાય છે અને તમારી મનોકામના પૂર્ણ કરે છે.

Image Source

શ્રીફળને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. શરદ પૂર્ણિમાના દિવસે માતાજી આગળ એક નાનું શ્રીફળ ધરાવી તેના ઉપર કમળના આઠ ફૂલ ચઢાવવા શુભ માનવામાં આવે છે. આમ કરવાથી નિર્ધન વ્યક્તિ પણ ધનવાન બને છે.

Image Source

મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આંબળાની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આંભલા ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને અતિપ્રિય હતા, આં

Image Source

બળાના વૃક્ષમાં મા લક્ષ્મીનો વાસ હોવાનું પણ માનવામાં આવે છે. જેના કારણે શરદ પૂર્ણિમાના દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવી પણ લાભદાયી છે.

Image Source

દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમનો અભિષેક દક્ષિણાવર્તી શંખથી કરવો જોઈએ. તેમને ગંગાજળ અને કેસરયુક્ત પાણીથી સ્નાન કરાવવું જોઈએ તેમજ તેમને લાલ વસ્ત્રો ધારણ કરાવવા જોઈએ, આમ કરવામાં આવે તો તમારું ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે. શરદ પૂર્ણિમાના દિવસે જ દક્ષિણાવર્તી શંખની ફૂટપટ્ટી થી હોવાનું માનવામાં આવે છે એટલા માટે જ જો શરદ પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમની સામે આ શંખ મુકવામાં આવે તો માતા લક્ષ્મી વધુ પ્રસન્ન રહે છે.

Image Source

શરદ પૂર્ણિમાના દિવસે ખીર અને દૂધ પૌવા ખાવાનું વિશેષ મહત્વ છે. એ દિવસે ખીર અથવા પૌવાની અગાશીમાં ચન્દ્રની ચાંદીનીમાં મુકવામાં આવે છે, કહેવાય છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર સોલી કળાએ નિપુર્ણ હોય છે જેના કારણે ચંદ્રમાના પ્રકાશમાં ખીર અથવા દૂધ પૌવા અમૃત બની જાય છે જેને ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણા લાભ થાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.